ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ...

ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A-1માં 643 અને A-2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ...
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ...

WND NEtwork.Gandhinagar : માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. ગત મહિને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું 87.52 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A-1 અને A-2માં ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A-1માં 643 અને A-2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A-1માં 643 અને A-2માં 4382 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. આ સાથે B-1માં 7521, B-2માં 8995, C-1માં 8128, C-2માં 3813, Dમાં 255 અને Eમાં 2 વિદ્યાર્થી છે.

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું છે. સાથે ધોરણ 10 બોર્ડના પરિણામોની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે. આગામી 6 જૂને ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે.