ગુજરાતમાં આવી મેઘસવારી : બંગાળની ખાડીમાં લૉ-પ્રેશરને કારણે અહીં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ...

ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ સારો વરસાદ થઈ રહ્યો છે અને હજી પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં આવી મેઘસવારી : બંગાળની ખાડીમાં લૉ-પ્રેશરને કારણે અહીં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ...

WND Network. Bhuj (Kutch) :- બંગાળની ખાડીમાં સર્જાયેલું લૉપ્રેશર ગુજરાત તરફ આવતું હોવાને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વસાદની આગાહી કરવામાં આવી છે. અને આ આગાહી પ્રમાણે હાલ સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. સૂકા મલક તરીકે જાણીતા સરહદી જિલ્લા કચ્છમાં પણ હા તો વરસાદ તેનું હેત વરસાવી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અને હજી પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદનો ખતરો છે.જેને લઈને કેટલાક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જયાં આગામી કેટલાક દિવસ સુધી અતિભારે વરસાદની શક્યતા છે. વલસાડ, નવસારી, સુરત, દાદરાનગર હવેલી, દમણના વિસ્તારોમાં આવનારા સમયમાં અતિભારે વરસાદની આગાહી કરી છે અને આ વિસ્તારોમાં તારીખ સાતથી આઠ જુલાઈ માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવી છે. જ્યારે ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને ગીર-સોમનાથમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવી છે. એટલે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

આ ઉપરાંત આવનારા દિવસોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે અને અહીં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવી છે. જે વિસ્તારોમાં વરસાદ નથી ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 7 જુલાઈથી 9 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.