રાહુલ ગાંધીને લોક્સભામાં પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના પુસ્તક ઉપર બોલતા અટકાવ્યા, અમિત શાહ અને મોદીની હાજરીમાં રાહુલે મોદી સરકાર ડરતી હોવાનો આક્ષેપ કર્યો !
વિપક્ષી નેતા રાહુલ ગાંધી જનરલ નરવણેના પુસ્તક 'ફોર સ્ટાર ઓફ ડેસ્ટી' ની અંગે કારવાં મેગેઝીનમાં પ્રસિદ્ધ થયેલા આર્ટિકલને વાંચી રહ્યા હતા, ડિફેન્સ મિનિસ્ટર રાજનાથે તથ્યો આધારિત ન હોવાનું કહીને મોદી સરકારનો બચાવ કર્યો
WND Network.New Delhi : ભારતીય સેનાના ભૂતપૂર્વ ચીફ જનરલ એમ.એમ.નરવણે (General M M Naravane) ના પુસ્તક 'ફોર સ્ટાર ઓફ ડેસ્ટીની'ને લઈને આજે સોમવારે લોકસભામાં બજેટ સત્ર દરમિયાન હંગામો થયો હતો. કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીને લોક્સભામાં પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના પુસ્તક ઉપર બોલતા રોકવામાં આવતા રાહુલે અમિત શાહ અને મોદીની હાજરીમાં શા માટે મોદી સરકાર ડરી રહી છે તેવું કહેતા મામલો ગરમ બની ગયો હતો. વિપક્ષી નેતા રાહુલ ગાંધી પૂર્વ આર્મી ચીફ જનરલ મુકુંદ એમ. નરવણેના પુસ્તક 'ફોર સ્ટાર ઓફ ડેસ્ટી' (Four Stars of Destiny) ની અંગે 'કારવાં' મેગેઝીનમાં પ્રસિદ્ધ થયેલા આર્ટિકલને વાંચી રહ્યા હતા. તે દરમિયાન સત્તાપક્ષ ભાજપના સાંસદોએ હંગામો કર્યો હતો. રાહુલના નિવેદનને લઈને ડિફેન્સ મિનિસ્ટર રાજનાથે જનરલનું પુસ્તક તથ્યો આધારિત ન હોવાનું કહીને મોદી સરકારનો બચાવ કર્યો હતો, અને એટલે પુસ્તકને પબ્લિશ કરવાની મંજૂરી નથી આપવામાં આવી નથી તેવું ઉમેર્યું હતું.
બે વર્ષથી પણ વધુ સમયથી જનરલ નરવણેનું પુસ્તક મોદી સરકારની મંજૂરીની રાહમાં અટક્યું છે ત્યારે લોકસભામાં આ અંગેની ચર્ચા વિપક્ષ દ્વારા છેડવામાં આવતા મામલો વધ એક વખત ચર્ચામાં આવ્યો છે. સંસદમાં થયેલી આ ગરમ ચર્ચા વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સદનમાં હાજર હતા. અમિત શાહે ચર્ચા ભાગ લઈને નિયમોનો હવાલો આપીને આવી ચર્ચા ન કરી શકાય તેવુ કહ્યું હતું.
ભારતીય સેનાના 28મા ચીફ ઓફ આર્મી સ્ટાફ રહી ચૂકેલા પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેની બુકમાં અગ્નિવીર યોજનાને લઈને પણ ચોંકાવનારા ખુલાસા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારે વિરોધ અને વિવાદ છતાં કેન્દ્રની મોદી સરકારે જે અગ્નિવીર યોજનાને અમલમાં મૂકી હતી તે ઘટના જે તે સમયે ભારતીય વાયુસેના (Indian Airforce) અને ભારતીય નૌ-સેના (Indian Navy) માટે સાવ અચાનક બનેલી ઘટના સમાન હતી. તેને રીતસરની થોપી દેવામાં આવી હોય તેવું જનરલનું માનવું હતું. તેમણે પુસ્તકમાં આ બાબતનો ઉલ્લેખ પણ કર્યો છે.
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (PTI) દ્વારા સૌ પ્રથમ વખત જનરલ નરવણેના પુસ્તક 'ફોર સ્ટાર ઓફ ડેસ્ટીની'ના અંશો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પુસ્તક લખતા પહેલા જનરલ કક્ષાના સિનિયર મોસ્ટ ઓફિસર દ્વારા સરકારની મંજૂરી લેવામાં ન આવી હોય તેવું શક્ય નથી. તો પછી મંજૂરીના નામે જનરલનું પુસ્તક શા માટે પ્રસિદ્ધ થતા અટકાવી દેવામાં આવ્યું છે તે અંગેનો વિવાદ થઇ રહ્યો છે. PTI સહિતના મીડિયામાં આવેલા રિપોર્ટ મુજબ, ખુદ ભારતીય સેના અગ્નિવીર યોજનાની જાહેરાતથી ચોંકી ઉઠી હતી. કારણ કે અંગે સેનાને જોઈએ એટલી જાણ ન હતી. અગ્નિવીર યોજનાનો નિર્ણય પોલિટિકલી સરકારમાંથી લેવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ સરકારે જયારે અગ્નિવીર યોજના હેઠળ ભરતી થતા યુવાનો માટે મહિને વીસ હજાર રૂપિયાનો પ્રસ્તાવ રાખ્યો હતો ત્યારે સેનાએ તેનો વિરોધ કરીને ત્રીસ હજાર રૂપિયા કરાવ્યા હતા.
જનરલ નરવણેના પુસ્તક 'ફોર સ્ટાર ઓફ ડેસ્ટીની' મુજબ તેઓ અગ્નિવીર યોજના હેઠળ ચાર વર્ષ માટે રીક્રુટ થતા જવાનોમાંથી 75 ટકા જવાનોને સેનામાં રાખવા માંગતા હતા. જયારે સરકાર માત્ર 25 ટકા જવાનોને રાખવા માંગતી હતી. સૌથી વધુ ચોંકાવનારી હકીકત ભારતીય વાયુસેના અને નૌકા દળ માટે હતી. તેઓ તો સાવ આ યોજના માટે સાવ અંધારામાં હતા. પરંતુ સરકારે તે સમયે પોતાના મળતિયા અધિકારીઓ તેમજ ગોદી મીડિયાને સહારે યોજનાને અમલમાં મૂકી દીધી હતી ત્યારે ભારત જેવા લોકશાહી દેશમાં ફોર્સને આ વાત સ્વીકાર કરવા સિવાય કોઈ છૂટકો જ ન હતો. હવે આ પુસ્તક પ્રસિદ્ધ થશે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે.
ચીન સાથેના સંઘર્ષ વખતે ભારતીય સેનાને સાવ એકલી મૂકી દેવામાં આવી હતી ?: ચીન સાથેના લોહિયાળ સંઘર્ષ વખતની નાજુક સ્થિતિ વખતે સેનાની પડખે ઉભા રહીને તેનો ઉત્સાહ વધારવાને બદલે તેને સાવ એકલી મૂકી દીધી હતી તેવો આડકતરો એકરાર પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ રહી ચૂકેલા પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ(General M M Naravane) તેમના પુસ્તકમાં કઈંક આ રીતે કર્યો છે. '31મી ઓગસ્ટ,2020ના દિવસે ચીની સેનાનાઓ ટેન્કનો કાફલો મોટી સંખ્યામાં ભારત તરફ રેચીન લા નામના સ્થળ તરફ આગળ વધી રહ્યો હતો. એટલે તરત જ તેમણે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહનો સંપર્ક કરીને સમગ્ર સ્થિતિથી વાકેફ કાર્ય હતા. એ રાતે રક્ષા મંત્રી રાજનાથ સહીત વિદેશ મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોવાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ વચ્ચે સ્ટેટ કોલ ચાલી રહ્યા હતા. રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે વાત કર્યા પછી તેમના મનમાં હજારો વિચારો ચાલી રહ્યા હતા. તેમણે રાજનાથને ચીન સાથેની બોર્ડર ઉપર ઉભી થયેલી સ્થિતિ અંગે ખુબ જ ગંભીરતાપૂર્વક વાત કરીને પરિસ્થિતિની ગંભીરતા અંગે વાકેફ પણ કર્યા હતા. એટલે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહે તેમને રાતે 10.30 વાગે ફરીથી કોલ કરવાનું કહ્યું હતું'
જયારે ફરીથી એ રાતે રક્ષા મંત્રી રાજનાથનો કોલ આવ્યો ત્યારે રાજનાથસિંહ તરફથી જનરલને કહેવામાં આવ્યું કે, 'વડાપ્રધાન મોદી સાથે વાત કરવામાં આવી ચુકી છે અને આ સમગ્ર મામલો સંપૂર્ણ રીતે સેનાનો છે તેમ કહીને યોગ્ય નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું હતું' હવે સમગ્ર જવાબદારી તેમના ઉપર હતી. તેમના શ્વાસ સ્પીડથી ચાલી રહ્યા હતા. તેમને માત્ર ઘડિયાળની ટીક ટીક જ સંભળાઈ રહી હતી.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં દેશ ઉપર જયારે બાહ્ય આક્રમણની સ્થિતિ ઉભી થઈ હતી ત્યારે મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ નિર્ણય લઈને ભારતીય સેનાને દુશ્મન દેશ સાથે લાડવાનો આદેશ આપ્યો હતો.
Web News Duniya