મોદી સરકાર પછી ગોદી મીડિયા, જેન-જી હવે ભાજપની ભાટાઈ કરતા છાપાઓને શાબ્દિક ફટકારે છે, કચ્છના જિલ્લા કક્ષાના છાપાના તંત્રીને લોકોએ સોસીયલ મીડિયામાં અડફેટે લીધો

દિલ્હી જંતર મંતરના જેન-ઝી પ્રદર્શન અંગેના આર્ટિકલમાં છાત્રોને 'હાથા' ન બનવાની સલાહ આપી, ફેસબુકમાં લોકોએ કોમેન્ટ કરી 'તમે સૌથી મોટા દલાલ, સાત દાયકા જુના અખબારની ઈજ્જત પાણીમાં પલાળી'

મોદી સરકાર પછી ગોદી મીડિયા, જેન-જી હવે ભાજપની ભાટાઈ કરતા છાપાઓને શાબ્દિક ફટકારે છે, કચ્છના જિલ્લા કક્ષાના છાપાના તંત્રીને લોકોએ સોસીયલ મીડિયામાં અડફેટે લીધો

WND Network.Bhuj (Kucth) : તાજેતરમાં દિલ્હી જંતર મંતર ખાતે યોજાયેલા જેન-ઝી યુવાનોના પ્રદર્શનને લઈને દેશ સમર્થન અને વિરુદ્ધમાં લોકો સોસીયલ મીડિયા ઉપર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. મોદી સરકાર તો રીતસરની બેક ફૂટ ઉપર આવી ગયી છે. ભાજપ અને સરકારના મંત્રી સુદ્ધાં ઝેન-જી વિરુદ્ધ નિવેદન આપતા બચી રહ્યા છે. તેવામાં ગોદી મીડિયા તરીકે પ્રસ્થાપિત થયેલા કેટલાક મીડિયા સંસ્થાનો ભાજપ સરકારની ભાટાઈ કરવા જતા સોસીયલ મીડિયા ઉપર ભરાઈ ગયા છે અને લોકોનો રોષનો સામનો કરી રહયા છે. આવું જ કઈંક કચ્છના સાત દાયકા જુના જિલ્લા કક્ષાના છાપા સાથે પણ થયું છે. જેમાં તેના તંત્રીએ ઝેન-જીને તેના તંત્રી લેખમાં છાત્રોને 'હાથા' ન બનવાની સલાહ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. લોકો તંત્રીને 'સૌથી મોટો દલાલ' કહેવાથી લઈને અનેક આકરી કહી શકાય કોમેન્ટ કરી રહ્યા છે. 

જન્મ ભૂમિ ગ્રુપ દ્વારા કચ્છમાંથી પ્રસિદ્ધ થતા 'કચ્છમિત્ર' નામના જિલ્લા કક્ષાના છાપામાં તેના તંત્રી કુંદન વ્યાસનો તારીખ 26મી જુલાઈના દિવસે તંત્રી લેખ છપાયો છે. જેમાં કુંદને 'તુમ હી ભવિષ્ય હો ઇસ દેશ કા...' તરીકે સંબોધિત કરીને વિદ્યાર્થીઓને 'હાથા' બનાવીને ભારતમાં શાસન બદલવાના કાવતરાનો પર્દાફાશ થયા પછી ભારતના યુવા વર્ગે સાવધાન થવું પડશે તેવો દાવો કર્યો છે. એડિટોરિયલમાં એવી ઘણી વાતો છે જે લઈને અખબારના સોસીયલ મીડિયા હેન્ડલ ઉપર લોકો ખુબ જ આકરી પ્રતિક્રિયા પોસ્ટ સ્વરૂપે લખી રહ્યા છે.  

કેટલાક તો એમ પણ કહી રહ્યા છે કે, કચ્છમિત્ર પાસે આવી અપેક્ષા ન હોય. જન્મભૂમિ ગ્રુપના અખબારો તો આઝાદીની લડત સાથે જોડાયેલા છે. એ સત્તાને સવાલ કરતા હતા. તમે તો સત્તા સાથે સુઈ ગયા છો. તો કોઈન યુવાનોને ગેરમાર્ગે ન દોરો તેમ લખી રહ્યા છે. 

દિલ્હીમાં તો ગોદી ચેનલના પત્રકારોને યુવાનોએ દોડાવ્યા હતા : જંતર મંતરના આંદોલન પછી યુવાનો ખુલીને સામે આવી રહ્યાં છે. મોદી સરકાર અને કથળેલી શિક્ષણ વ્યવસ્થા વિરુદ્ધ તેમનો આકરો રોષ જોવા મળ્યો છે. આંદોલન દરમિયાન મોદી સરકારની પીપુડી વગાડવા માટે કુખ્યાત કેટલીક ચેનલના પત્રકારોને તો ઝેન-જીએ દોડાવી નાખ્યા હતા. જે પત્રકારો કે મીડિયા સંસ્થાનો ફિલ્ડમાં નથી પકડાતા તેવાને લોકો આ રીતે સોસીયલ મીડિયામાં પકડીને ફટકારી રહ્યા છે.

અગાઉ કચ્છ કોંગ્રેસના નેતા અને લઘુમતી સમાજના લોકો પણ કચ્છમિત્રને આયનો દેખાડી ચુક્યા છે : અખબારમાં સ્પષ્ટ ખબર પડે તે રીતે સત્તા પક્ષ ભાજપને સવાલ કરવાને બદલે કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી વિષે કુંદન દ્વારા લખવામાં આવેલા વિચારોનું કચ્છ કોંગ્રેસનં એટલો સોસીયલ મીડિયાના માધ્યમથી ટીકા કરી ચુક્યા છે. થોડા સમય પહેલા કચ્છના લઘુમતી સમાજના લોકોએ પણ આ છાપાનો અમુક ન્યૂઝ અંગે વિરોધ કર્યો હતો.  

કુંદન વ્યાસને મોદીની સરકારે ત્રીજા નંબરનો સૌથી મોટો એવોર્ડ 'પદ્મ ભૂષણ' આપ્યો છે : સિનિયર કહી શકાય તેવા પત્રકાર કુંદન વ્યાસ જન્મભૂમિના ગ્રુપ એડિટર છે. તેમને પત્રકારત્વ ક્ષેત્રે લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડ ઉપરાંત કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટો નાગરિક સન્માન 'પદ્મ ભૂષણ' એવોર્ડ આપ્યો છે. 

(તંત્રી કુંદન વ્યાસનો વિવાદિત આર્ટિકલ અને તે અંગે લોકો શું કહી રહ્યા છે તે જોવા માટે કચ્છમિત્રની ફેસબુકની નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો... https://www.facebook.com/share/19Fk5CQNTw/ )

https://www.facebook.com/story.php?story_fbid=27147065644970807&id=100002822146955