Kabrau Mogal Dham : કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીને ભુજનો બુકી ઉઠાવી ગયો, પોલીસે પાંચ દિવસે વલસાડ જિલ્લામાંથી બંનેને ઝડપી લીધા
ત્રણ વર્ષથી કબરાઉ ધામે દર્શને આવતા ભુજના હરામખોર બુકી ઓમ ડાભીએ ભરોસો તોડતા શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ
WND Network.Bhachau (Kutch) : કચ્છ (Kutch)ના ભચાઉ (Bhachau) તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાઉ (Kabrau) ના બાપુની પુખ્ત વયની દીકરીને ભુજનો હરામખોર બુકી પાંચ દિવસ પહેલા સોમવારે 25મી નવેમ્બરે ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો હતો. ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમનોંધને પગલે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે બંનેને પાંચ દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા છે. ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી ગઈ હતી. લાખો લોકોના આસ્થા સમા પવિત્ર ધામમાં દર્શનના નામે ત્રણ વર્ષથી કબરાઉ આવતા બદમાશ બુકીના આ નિંદનીય કૃત્યથી શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, 25મી નવેમ્બર સોમવારની રાતે ભુજનો ઓમ ડાભી (દરજી) નામનો બુકી કબરાઉ મોગલધામના બાપુની પુખ્ત વયની દીકરીને ઉઠાવી ગયો હતો. જેને પગલે પોલીસમાં દીકરીની ગુમનોંધ પણ કરવામાં આવી હતી. પોલીસે તાબડતોડ આ કિસ્સામાં તપાસ શરુ કરીને ટેક્નિકલ સર્વેલન્સ સક્રિય હતું. જેને પગલે બુકી ઓમનું લોકેશન વલસાડ જિલ્લામાં મળી આવતા પોલીસે બંનેને દબોચી લીધા હતા. હાલમાં ભચાઉ પોલીસની ટીમ બંનેને લેવા માટે વલસાડ પહોંચી ગઈ છે.
ઘટના અંગે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર (IPS Sagar Bagmar)નો 'વેબ ન્યૂઝ દુનિયા' (WebNewsDuniya) દ્વારા સંપર્ક કરવામાં આવતા તેઓ ઘટના અંગે અજ્ઞાન હોવાનું જણાવીને ચેક કરવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે ત્યારબાદ ફરીથી તેમને કોલ કરવામાં આવતા તેઓ મળી શક્યા ન હતા.
ભચાઉ પોલીસના ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર સિસોદિયાએ પણ આવી કોઈ ઘટના તેમના ધ્યાનમાં ન આવી હોવાનું કહીને ઉમેર્યું હતું કે, બાપુ આવી કોઈ ગુમનોંધ લખાવવા માટે પોલીસ સ્ટેશન આવ્યા નથી. અંતમાં ઇન્સ્પેક્ટર સિસોદીયાને જયારે ખબર પડી કે, 'વેબ ન્યૂઝ દુનિયા' પાસે સમગ્ર માહિતી છે ત્યારે તેમણે પોતે રજામાં હતા અને હમણાં જ આવ્યા છે તેમ જણાવ્યું હતું.
ગુમનોંધ અને ભચાઉ પોલીસની ટીમ વલસાડ ગઈ હોવા અંગે જયારે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ભચાઉ ડિવિઝનના ડેપ્યુટી એસપી સાગર સાંબડાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને સમગ્ર મામલે ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુમનોંધ થઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે ભચાઉની ટીમ વલસાડ ગઈ હોવાનું જણાવીને વધુ માહિતી ભચાઉ પોલીસ મથકેથી મેળવી લેવા અંતમાં ઉમેર્યું હતું.
પંટરમાંથી બુકી બનેલા ઓમની તપાસ માટે રાપરના ધારાસભ્ય પણ સક્રિય થયા : લાખો લોકોની આસ્થા સમા કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીની વાત હોવાને લીધે કચ્છ રાપર વિધાનસભા ક્ષેત્રના MLA વિરેન્દ્રસિંહ જાડેજાએ પણ પોતાની રીતે તપાસ શરુ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પંટરમાંથી બુકી બનેલા ભુજના ઓમ ડાભી (દરજી) સાથે કચ્છ પોલીસના બિચ્છુ નામથી જાણીતા કર્મચારી નરેન્દ્રસિંહ જાડેજાના દીકરા સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાનું બહાર આવતા MLA વિરેન્દ્રસિંહ દ્વારા બિચ્છુનો પણ સંપર્ક કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ત્રણ વર્ષથી કબરાઉ મોગલધામ દર્શને જતો હરામખોર ઓમ ડાભી (દરજી) તાજેતરમાં જ લાખો રૂપિયાની ફોર્ચ્યુનર કાર રોકડામાં ખરીદી હોવાને લીધે પણ ચર્ચામાં આવ્યો હતો. દર્શને બહાને જઈને ઓમ ડાભીએ ભરોસો તોડતા શ્રધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.