Kutch BJP : ભાજપના નેતા રિસોર્ટમાં કોની સાથે પકડાયા ? શિસ્તબદ્ધ અને સંસ્કારી પાર્ટી ભાજપની આબરૂ દાવ ઉપર લાગી છતાં નેતાઓ ચૂપ ! મીડિયા રિપોર્ટિંગને પગલે મામલો ચર્ચામાં આવ્યો

મહિલાના પતિ સહીત કચ્છના મીડિયાએ વહેતી ગંગામાં હાથ ધોયા, કચ્છનો મિત્ર હોવાનો દાવો કરતા અખબાર સહિતના મીડિયાએ પાંચથી સાડા અગિયાર લાખ સુધીનો મેળ કરી લીધો હોવાની પણ ચર્ચા

Kutch BJP : ભાજપના નેતા રિસોર્ટમાં કોની સાથે પકડાયા ? શિસ્તબદ્ધ અને સંસ્કારી પાર્ટી ભાજપની આબરૂ દાવ ઉપર લાગી છતાં નેતાઓ ચૂપ ! મીડિયા રિપોર્ટિંગને પગલે મામલો ચર્ચામાં આવ્યો

WND Network.Bhuj (Kutch) : માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં જે રાજકીય પાર્ટીને શિસ્તબદ્ધ અને સંસ્કારી માનવામાં આવે છે તે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા ત્રણ દિવસથી મીડિયામાં ચરિત્ર હરણ થઈ રહ્યું છે છતાં પાર્ટીનો કોઈ નેતા આ મામલે બોલવા તૈયાર નથી. વાત ગુજરાતના કચ્છ જિલ્લાની છે. કચ્છ ભાજપના ઉપ પ્રમુખ અને સામાજિક અગ્રણી એક મહિલા સાથે રિસોર્ટમાં પકડાઈ ગયા હોવાના મીડિયા રિપોર્ટિંગથી ખળભળાટ મચી ગયો છે. કચ્છની અગ્રણી વેબસાઈટ 'કચ્છ ખબર' (KutchKhabar.com) દ્વારા આ મામલે સૌથી પહેલી વખત આ અંગેનો સ્ફોટક રિપોર્ટ રવિવારે રાતે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સોમવારે કચ્છની 'દિવ્ય ભાસ્કર'ની આવૃત્તિ અને અન્ય એક વેબસાઈટ બેનિફિટ ન્યૂઝ (benifitnews24.com) તથા  મંગળવારે રાજ્યના નંબર વન ગુજરાતી અખબાર 'ગુજરાત સમાચાર' ની કચ્છ એડિશનમાં પણ અંગેનો વિસ્તૃત ન્યુઝ રિપોર્ટ પબ્લિશ થયો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કચ્છ ભાજપના ઉચ્ચ હોદ્દેદાર રિસોર્ટમાં ભુજના એક કોરિયોગ્રાફરની પત્ની સાથે પકડાઈ ગયા હતા. જેમાં 90 લાખ જેવી મસમોટી રકમ મહિલાના પતિને આપ્યા પછી મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એવી પણ બહાર આવી છે કે, કચ્છના જિલ્લા કક્ષાના અખબાર સહિતના છાપાઓએ અને અમુક પત્રકારોએ પણ આ વહેતી ગંગામાં હાથ ધોઈ નાખ્યા હોય તે રીતે પાંચ થી સાડા અગિયાર લાખ રૂપિયા સુધીનો મેળ કરી લીધો છે. મામલો બે દિવસથી કચ્છમાં ચર્ચામાં છે છતાં આ ઘટના પાત્રો અને કચ્છ ભાજપ આ મુદ્દે ચૂપ છે. 

ડિજિટલ મીડિયા તેમજ અખબારોમાં આવેલા ન્યૂઝ રિપોર્ટ મુજબ, કચ્છ ભાજપના નેતા ભુજની પાસે આવેલા એક રિસોર્ટમાં એક મહિલા સાથે હતા ત્યારે તેનો પતિ ત્યાં આવી ગયો હતો. બંનેને એક સાથે જોઈને મહિલાના પતિએ માથાકૂટ કરી હતી. છેવટે મામલો 90 લાખમાં સેટ કરી દેવામાં આવ્યો હતો.  

મીડિયામાં આવેલી આ આખી આમ જોવા જઈએ તો બે પુખ્ત વયના વ્યક્તિની છે. જેમાં તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓ સિવાયના લોકોને કોઈ જ વાંધો ન હોવો જોઈએ અને ભારતીય કાયદો પણ આ મુદ્દે બહુ સ્પષ્ટ છે. પરંતુ વાત જયારે કોઈ જાણીતી વ્યક્તિ, અને એમાં પણ ભાજપ જેવા શિસ્તબદ્ધ અને સંસ્કારી રાજકીય પક્ષના નેતાની હોય ત્યારે ઘટના ચોક્કસ ન્યૂઝ બને છે. અને કદાચ એટલે જ તેનું રિપોર્ટિંગ થઈ રહ્યું છે. 

દરમિયાન આ મામલે તપાસ કરતા કેટલાક નવા મુદા મળ્યા હતા. જેમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે, મીડિયાના અમુક લોકોએ પણ આમાં લાખો રૂપિયા લઈને રિપોર્ટ દબાવી દીધો છે અથવા તો હળવો કરીને છાપ્યો હતો. 

આ ઘટના સાથે સંકળાયેલા પાત્રો ડોક્ટર મુકેશ ચંદે, જતીન યાદવ તથા કચ્છ ભાજપના પ્રમુખ દેવચંદભાઈ વરચંદ સાથે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા સંપર્ક કરીને સાચી હકીકત જાણી તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાંથી ડો.મુકેશ ચંદેનો કોલ 'નો' રીપ્લાય થયો હતો. જયારે જતીન યાદવનો ફોન બંધ આવતો હતો. છતાં તેમને મેસેજ કરીને ઘટનાથી અવગત કરાવીને તેમનું મંતવ્ય જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ લખાય છે ત્યાં સુધી કોઈનો જવાબ મળ્યો ન હતો. તેમનો જયારે પણ જવાબ મળશે ત્યારે અહીં તેને અપડેટ કરી દેવામાં આવશે. 

કચ્છ ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ એ કોલ રિસીવ કર્યો હતો પરંતુ તેઓ ગુજરાત ભાજપ પ્રમુખ વિશ્વકર્માભાઈની આવતીકાલની મુલાકાતની તૈયારીમાં વ્યસ્ત હોવાનો જણાવીને કોલ પૂરો કરી દીધો હતો. તેમને પણ મેસેજ થકી સમગ્ર મામલે મંતવ્ય જણાવવાની વિનંતી કરવામાં કરવામાં આવી હતી પરંતુ તેમનો પણ આ લખાય છે ત્યાં સુધી કોઈ પ્રત્યુત્તર આવ્યો ન હતો. 

પીળા પત્રકારત્વની બૂમો પાડતા કચ્છના મિત્ર અખબારે 11.50 લાખ લઈને રિપોર્ટ દબાવ્યો : દર વર્ષે પોતાની એનિવર્સરી વખતે ભેખધારી પત્રકારત્વની ડંફાસ મારીને કચ્છમાં પીળું પત્રકારત્વ થઈ રહ્યું હોવાની બમ પાડતા જિલ્લા કક્ષાના અખબારે આ મામલે 11.50 લાખ રૂપિયા લીધા હોવાની વાતે પણ ખાસ્સી એવી ચર્ચા જગાવી છે. કચ્છના મિત્ર અખબાર હોવાનો દાવો કરતા આ છાપા સિવાય એક અખબારે તો પાંચ લાખ લઈને પણ બેધડક રિપોર્ટ છાપી નાખ્યો હતો. આ ઉપરાંત લોકલ તેમજ સ્ટેટ લેવલની ચેનલના ત્રણ જર્નાલિસ્ટ દ્વારા તો જલારામ જયંતીના દસેક દિવસ પહેલા આ ઘટનામાં ત્રણથી પાંચ લાખ લીધા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. 

આ ઘટના અંગે અત્યાર સુધી જે રિપોર્ટિંગ થયું છે તે જોવા માટેની લિંક અહીં મુકવામાં આવી છે. 

https://www.kutchkhabar.com/vishesh/man-caught-wife-with-her-boy-friend-red-handed-in-a-resort-read-more-15116

https://www.benefitnews24.com/gujarati/politics/a-bjp-leader-in-kutch-got-a-sweet-dish-for-90-lakhs-/21866

https://khabarantar.in/bjp-leader-in-kutch-caught-enjoying-intimate-moments-with-woman-at-resort/

https://divya.bhaskar.com/7FOinFPgYXb