Kutch Bhuj GK General Hospital Attack : કચ્છની ભુજમાં આવેલી જી.કે.જનરલ હોસ્પિટલમાં આતંકી હુમલો ? હોસ્પિટલના બેઝમેન્ટમાં ચાલી રહ્યું છે ઓપરેશન...
ગોળીબારના અવાજને પગલે લોકોના ટોળે ટોળા હોસ્પિટલની આસપાસ જોવા મળી રહ્યા છે
WND Network.Bhuj (Kutch) : કચ્છના પાટનગર ભુજમાં આવેલી જી.કે.જનરલ હોસ્પિટલમાં બુધવારે સાંજે અચાનક પોલીસની ઘેરાબંધી અને હોસ્પિટલમાંથી ગોળીબારના અવાજને પગલે લોકોના ટોળે ટોળા હોસ્પિટલની આસપાસ જોવા મળી રહ્યા છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં ઓપરેશન ચાલુ હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. અલબત્ત આ સાચુકલો કોઈ આતંકી હુમલો છે કે પછી પોલીસ દ્વારા કોઈ મોકડ્રિલ કરવામાં આવી રહી છે તેની કોઈ સત્તાવાર સ્પષ્ટતા આ લખાઈ છે ત્યાં સુધી કરવામાં આવી નથી.