Kabrau Mogal Dham : ભુજના બદમાશ બુકીએ કબરાઉ મોગલ ધામના બાપુની દીકરીને ઉઠાવી લગ્ન કર લીધા, હવે કચ્છની પોલીસ શું કરશે ? બંનેને ભચાઉ લાવવામાં આવી રહ્યા છે
સોમવારે કબરાઉથી બાપુની દીકરીને ઉપાડીને ભુજના બદમાશ બુકીએ અમદાવાદમાં દરિયાપુર ખાતે મેરેજ રજિસ્ટ્રાર સમક્ષ લગ્ન કરી લીધા, લગ્નના ફોટા પણ વાયરલ કર્યા
WND Network.Bhachau, Ahmedabad : માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશના લાખો લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચાડનારી કચ્છ ભચાઉ કબરાઉ મોગલધામની ઘટનામાં માન્યામાં ન આવે તેવો ટ્વીસ્ટ આવ્યો છે. અત્યાર સુધી એમ લાગતું હતું કે, ભુજનો બદમાશ બુકી મોગલધામના બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે. પરંતુ હમણાં જ મળી રહેલા રિપોર્ટ મુજબ ભુજના આ બદમાશ બુકીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે. હવે જોવાનું એ રહ્યું કે, વલસાડથી બંનેને પકડી લઇ આવી રહેલી ભચાઉની પોલીસ તેમની સાથે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે.
કચ્છ (Kutch)ના ભચાઉ (Bhachau) તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ કબરાઉ (Kabrau) ના બાપુની પુખ્ત વયની દીકરીને ભુજનો હરામખોર બુકી પાંચ દિવસ પહેલા સોમવારે 25મી નવેમ્બરે ઉઠાવી જતા ખળભળાટ મચી ગયો હતો. હવે આ સમગ્ર મામલે એવા સમાચાર મળી રહ્યા છે કે, ભુજના આ બદમાશ બુકીએ તો બાપુની દીકરી સાથે કાયદેસરના લગ્ન કરી લીધા છે. ભચાઉ પોલીસની ટીમ તેમને લઈને કચ્છ આવી રહી છે. દીકરીના કુટુંબીજનો પોલીસ સ્ટેશનમાં હાજર છે. બીજી તરફ ભુજથી બુકી યુવાનના ફેમેલી મેમ્બર પણ ભચાઉ જવા રવાના થઇ ગયા છે. અત્યાર સુધી આ મામલામાં એવું લાગતું હતું કે, ભુજનો બુકી યુવાન ઓમ ડાભી (દરજી) બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે. પરંતુ જે રીતે બંનેના લગ્ન ફોટા અને મેરેજ સર્ટિફિકેટના ફોટા વાયરલ થઇ રહ્યા છે તેના ઉપરથી એમ લાગે છે કે, દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, ભચાઉ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમનોંધને પગલે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સને આધારે બંનેને પાંચ દિવસે વલસાડ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી ગઈ હતી. જો કે, લાખો લોકોના આસ્થા સમા પવિત્ર ધામમાં દર્શનના નામે ત્રણ વર્ષથી કબરાઉ આવતા બદમાશ બુકીના આ નિંદનીય કૃત્યથી શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
SPથી લઈને ઇન્સ્પેક્ટર, બધાની બોલતી બંધ થઇ ગઈ છે ! : સમગ્ર મામલે શરૂઆતથી જ પૂર્વ કચ્છ પોલીસની ભૂમિકા અતિ શંકાસ્પદ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભુજના બુકી યુવક અને મોગલધામના બાપુની દીકરીના લગ્ન અને તેમને ભચાઉ લઇ આવવા અંગે 'વેબ ન્યૂઝ દુનિયા' દવારા હકીકત જાણવા માટે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સમગ્ર મામલે પોલીસ જાણે કે, ચૂપ રહેવા માંગતી હોય તેવું લાગ્યું હતું.
પૂર્વ કચ્છના SP સાગર બાગમાર, ભચાઉના ડેપ્યુટી એસપી સાગર સાંબડ તેમજ ભચાઉના પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રભાઈ સીસોદીયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કારણ કે, ભાગેલા બંને યુવક-યુવતી પુખ્ત વયના છે. વળી તેમણે લગ્ન પણ કરી લીધા છે. એટલે સમગ્ર મામલે હવે પોલીસનું વલણ કેવું રહેશે તે જાણવું જરૂરી હતું. પરંતુ પોલીસે ફોન ન ઉપાડીને ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું.
ન્યૂઝ ડીલીટ કરવા અંગે દબાણ થયું !: ભચાઉના કબરાઉ ખાતે આવેલા મોગલધામમાં આ વેબ ન્યૂઝ દુનિયા તેમજ આ લખનારને ભારોભાર શ્રદ્ધા છે. બાપુની દીકરીઓ પ્રત્યેની લાગણી અને અનુકંપા અંગે પણ લેશમાત્ર શંકા નથી. તેમ છતાં આજે જયારે ભુજના બુકી દ્વારા કરવામાં આવેલા આ હીન કૃત્ય અંગે 'વેબ ન્યૂઝ દુનિયા' દવારા ન્યૂઝ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો ત્યારે અનેક લોકો દ્વારા તેને સામાજિક પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવીને ન્યૂઝ ડીલીટ કરવા અંગે યેનકેન પ્રકારે દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.
રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના દીકરા કુલદીપસિંહ જાડેજા ઉર્ફે રાજા થી લઈને અન્ય રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ, ચારણ સમાજના અગ્રણીઓ, ક્ષત્રિય સમાજના મોભીઓ અને કેટલાક પત્રકારો દ્વારા ન્યૂઝ ડીલીટ કરવા અંગે સભ્ય ભાષામાં આડકતરી રીતે દબાણ ઉભું કરવામાં આવ્યું હતું.
(આ ઘટના અંગે આજે સૌ પ્રથમ વખત પ્રસિદ્ધ થયેલા ન્યૂઝ રિપોર્ટ જોવા માટે અહીં ક્લિક કરો https://webnewsduniya.com/Kutch-Bhachau-Bookie-of-Bhuj-Kidnapping-daughter-of-Bapu-of-Mughal-Dham-Kabarau-30112024 )