કચ્છના ખાવડા પાસે આવેલા તુગા ગામની અપંગ મહિલા શિક્ષિકાએ ઘરમાં પંખાએ લટકીને આત્મહત્યા કરી લીધી ! જાણો શું છે સમગ્ર ઘટના...
બે સંતાનની માતા શિક્ષિકાએ પાલીતાણા રહેતા પતિ સાથે રાતે મોબાઈલ ઉપર વાત કરીને અડધો કલાકમાં જ જીવન ટૂંકાવી લીધું
WND Network.Khavda-Bhuj (Kutch) : કચ્છ જિલ્લાના ખાવડા પાસે આવેલા તુગા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહેલા એક મહિલા શિક્ષિકાએ મંગળવારની રાતે આત્મહત્યાની ઘટનાએ સરહદી જિલ્લા કચ્છના શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે. મૂળ પાલીતાણાના અપંગ મહિલા શિક્ષકે તેમના પતિ સાથે મોબાઈલ ફોન ઉપર વાત કાર્યના અડધો કલાકમાં જ ઘરમાં પંખા સાથે રસ્સી બાંધીને જીવન ટૂંકાવી લેતા ખાવડા પોલીસે તેમના પતિની પણ પૂછપરછ કરીને આ મામલે તેમનું નિવેદન લીધું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહિલા શિક્ષકના મોબાઈલ ફોન ઉપર અજાણ્યા કોલ આવ્યા હોવાની વિગત પણ બહાર આવી છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહીને કયા સંજોગોમાં દિવ્યાંગ ટીચરે જિંદગી ટૂંકાવી તે અંગે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે. કચ્છ સહીત સમગ્ર રાજ્યમાં શિક્ષકોની શાળામાં ગેરહાજરીને મામલે તવાઈ ચાલી રહી છે તેવામાં શિક્ષિકાની આત્મહત્યાના સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે.
અગિયાર મહિના પહેલા જ કચ્છમાં શિક્ષક તરીકે નિયુક્ત થયેલા 34 વર્ષના વીણાબેન શાંતિરામ દૂધરેજીયાને ભુજ તાલુકાના ખાવડા પાસે આવેલા તુગા ગામની પ્રાથમિક શાળામાં પોસ્ટિંગ મળ્યું હતું. ગામમાં યોજાયેલી તિરંગા યાત્રામાં પણ તેઓ બાળકો સાથે જોવા મળ્યા હતા. મંગળવારે રાતે 9:40 વાગે પાલીતાણા ખાતે રહેતા તેમના પતિ સાથે મહિલા ટીચરે વિડ્યો કોલ ઉપર વાત પણ કરી હતી. પતિ સાથેની વાતચીતના અડધા કલાકમાં તેમને પોતાના ઘરમાં પંખા એ રસ્સી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. મહિલા ટીચર વીણા બહેનને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે.
અજાણ્યા નંબર ઉપરથી કોલની જાણ કરવા ગયા અને ખબર પડી કે આત્મહત્યા કરી લીધી છે : સૂત્રોના જણાવ્યા મુજબ, તુગા શાળાના આચાર્ય ઉપર રાતે અજાણયા નંબર ઉપરથી ફોન આવ્યો હતો કે, તમારી સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક વીણા બહેન સાથે વાત થઇ ગઈ છે અને તમે પણ તેમને જાણ કરો કે, તેમનો જે ખાસ કેસ ચાલતો હતો તે પતી ગયો છે. આ વાતની જાણ કરવા માટે જયારે તેમના ઘરે ગયા ત્યારે વીણાબેન પંખે લટકી ગયેલા જોવા મળ્યા હતા. બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ ખાસ કિસ્સામાં વીણાબેને તેમની બદલી કરવા માટે થોડા સમય પહેલા જ રજૂઆત કરી હતી.