West Kutch Police : DGP વિકાસ સહાયે જાહેર હિતમાં સિંગલ ઓર્ડર કરીને એકમાત્ર મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની ભરૂચથી ભુજ બદલી કરી !
મહિલા પીઆઇ એ.કે.જાડેજાની સાથે હવે પશ્ચિમ કચ્છ પોલીસના SP વિકાસ સુંડા સાથે ભૂતકાળમાં કામગીરી કરી ચુક્યા હોય તેવા PI - PSI ની સંખ્યા ચાર થઈ

WND Network.Bhuj (Kutch) : રાજ્યના પોલીસ બેડામાં ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતના DGP વિકાસ સહાય (IPS Vikas Sahay) દ્વારા 118 પોલીસ સબ ઇન્સ્પક્ટર (PSI) ની ટ્રાન્સફર કરવામાં આવી હતી. તે સમયગાળા દરમિયાન DGP દ્વારા એક સિંગલ ઓર્ડર કરીને એકમાત્ર મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ને 'જાહેર હિત' માં ભરૂચથી બદલીને પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ભુજ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પંદર દિવસ પહેલા ભુજ ખાતે હાજર થઈ ગયા છે. તેમને હજુ સુધી પોસ્ટિંગ આપવામાં આવ્યું ન હોવાથી હાલ તેઓ લિવ રિઝર્વમાં ભુજ હેડ ક્વાર્ટર ખાતે તેમની ફરજ બજાવી રહ્યા છે.
'વેબ ન્યૂઝ દુનિયા' સાથે વાત કરતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.જાડેજા જણાવ્યું હતું કે, તેઓ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે સીધી ભરતીથી પોલીસ બેડામાં જોડાયા હતા. ત્યારબાદ તેમનું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેનું પ્રમોશન આવ્યું હતું. ભરૂચથી ભુજ ટ્રાન્સફર થયા બાદ છેલ્લા પંદેરક દિવસથી તેઓ પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં ફરજ બજાવી રહ્યા છે. તેઓ પશ્ચિમ કચ્છ પોલીસમાં જિલ્લા ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બજાવી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.સરવૈયાના બેચમેટ હોવાનું (વર્ષ 2016) મહિલા પીઆઇ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું. તેમને હાલ કોઈ પોસ્ટિંગ ન મળ્યું હોવાથી હાલ તેઓ લિવ રિઝર્વમાં હોવાનું પીઆઇ જાડેજાએ અંતમાં જણાવ્યું હતું.
મહિલા પીઆઇ એ.કે.જાડેજાની સાથે હવે પશ્ચિમ કચ્છ પોલીસના એસપી વિકાસ સુંડા (IPS Vikas Sunda) સાથે ભૂતકાળમાં કામગીરી કરી ચુક્યા હોય તેવા PI - PSI ની સંખ્યા ચાર થઈ છે. ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)માં PSI તરીકે ફરજ બજાવી રહેલા જે.બી.જાદવ અને મહિલા પીઆઇ જાડેજા ભરૂચમાં તેમજ જિલ્લા ટ્રાફિક બ્રાન્ચના PI સરવૈયા અને પશ્ચિમ કચ્છના પઘ્ધર પોલીસ મથકમાં ફરજ બજાવતા PI એ.જી.પરમાર વડોદરા રુરલમાં IPS વિકાસ સુંડા સાથે કામગીરી કરી ચુક્યા છે.
(સમાચાર સમાપ્ત)