BJP Candidate List 2024 : 'મારે ચૂંટણી નથી લડવી' ભાજપમાં શરુ થયું ફરી એ જ જૂનું નાટક, જેમની ટિકિટ કાપવાની છે તેઓ સામેથી કરી રહ્યા છે જાહેરાત, જાણો કોણે કરી આ વખતે શરૂઆત
દિલ્હીમાં ગૌતમ ગંભીર અને જયંતિ સિંહાએ ગઈકાલે કરેલી જાહેરાત બાદ હવે ગુજરાતમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટિકિટના બદલે આડકતરી રીતે 'સેવા'ની જાહેરાત કરી
WND Network.Gandhinagar : શિસ્તને વરેલી કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં ગત ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે 'મારે ચૂંટણી નથી લડવી'નું જે નાટક ભજવવામાં આવ્યું હતું તેવું લોકસભા માટેની આગામી ચૂંટણીમાં ફરી એક વખત શરુ થયું છે. ગઈકાલે દિલ્હીમાં ભાજપના વર્તમાન સાંસદ ગૌતમ ગંભીર અને જયંત સિંહા દ્વારા 'મારે ચૂંટણી નથી લડવી' તેવી જાહેરાત સોશિયલ મીડિયા મારફતે કરી હતી. ગુજરાતમાં પણ હજુ અગિયાર બેઠક માટે નામ જાહેર થવાના બાકી છે ત્યારે અહીં પણ આ ટ્રેન્ડ ફરી એક વખત શરુ થયો છે. આ વખતે 'મારે ચૂંટણી નથી લડવી' કહેવા વાળામાં રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી નીતિન પટેલનો નંબર પ્રથમ આવ્યો છે. પટેલે ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે પણ આવી જ જાહેરાત કરી હતી.
પાર્ટીના સિનિયર નેતા દ્વારા ટિકિટ મંગાવામાં આવે અને છતાં તેમને ટિકિટ ન મળે તો તે નેતા અને સાથે સાથે પાર્ટીનું પણ ખરાબ લાગતું હોય છે. રાજકીય પાર્ટી ભાજપ લોકોમાં પોતાની ઇમેજ બાબતે ખુબ એલર્ટ છે. એટલે 'સાંપ પણ મારી જાય અને લાકડી પણ ન તૂટે' એ કહેવતની જેમ ટિકિટ માંગવાવાળા નેતાને જ સામેથી કહેવામાં આવે છે કે તેઓ ચૂંટણી લાડવા માંગા નથી એવી જાહેરાત કરે. બાકી રાજકારણમાં કોઈ એવી વ્યક્તિ હોય જેને ટિકિટ ન જોઈએ ? ખુદ નીતિન કાકા જે તે વખતે જાહેરમાં કાબુલી ચૂકેલા છે કે, મુખ્યમંત્રી બનવાની ઈચ્છા કોને હોય ? ખેર જે હોય તે, પરંતુ આ વખતે ફરી એક વખત નીતિનભાઈ પટેલને ટવીટર મારફતે જાહેરાત કરીને કહેવું પડ્યું છે કે, તેઓ મહેસાણા બેઠક માટે તેમણે નોંધાવેલી દાવેદારી પાછી ખેંચી રહ્યા છે. અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વાળા પ્રધાન બને તેવું ઈચ્છે છે. નીતિનભાઈ બાદ હવે કયા નેતા આ પ્રકારે જાહેરાત કરે છે એ જયાં સુધીઓ બાકીની અગિયાર બેઠક માટેની યાદી બહાર નહીં પડે ત્યાં સુધી રહસ્ય બની રહેશે.
લોકસભા માટેના પોતાના ઉમેદવારોની જાહેરાત કરતી વેળાએ જયારે ભાજપે મહેસાણા બેઠક સહિતની અગિયાર સીટનું લિસ્ટ પછીથી આવવાની જાહેરાત કરી હતી ત્યારથી અનુમાન લાગી રહ્યું હતું કે, કઈંક નવાજુની થઇ શકે છે. રાજકીય સૂત્રોનું માનીએ તો પૂર્વ સીએમ આનંદીબેન પટેલ અને રાજકોટના ભાજપના સિનિયર નેતા વજુભાઇ વાળાની જેમ નિતનભાઈને પણ કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવી દેવામાં આવશે અથવા તો ભાજપ સંગઠનમાં સ્થાન આપીને સક્રિય રાજનીતિમાંથી તેમને ફરજીયાત VRS આપી દેવામાં આવશે.
'નો રિપીટ' અને 'મોટી ઉંમર'નો માપદંડ ભાજપને બદલાવો પડ્યો : 'અબ કી બાર 400 પાર' નું સૂત્ર આપનારા ભાજપે લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ જાતનું જોખમ લેવા માંગતો ન હોય તેમ તેના 'નો રિપીટ' અને 'મોટી ઉંમર'નો માપદંડ બદલી નાખ્યો છે. પહેલી યાદીમાં જે પંદર નામ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યા છે તેમાં દસ બેઠક એવી છે જેમાં વર્તમાન સાંસદને જ ફરી વખત ટિકિટ આપવામાં આવી છે. જે બતાવે છે કે, ભાજપ જોખમ લેવા માંગતું નથી. કચ્છના વિનોદ ચાવડા, ભરૂચના મનસુખ વસાવા, સુરતમાંથી સી.આર.પાટીલ, પૂનમબેન માડમ, આણંદના મિતેષ પટેલ, ભરતસિંહ ડાભી, અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ, જશવંતસિંહ ભાભોર અને પ્રભુ વસાવાને બીજી વખત ટિકિટ આપવામાં આવી છે. જયારે 70 વર્ષના પુરષોત્તમ રૂપાલાને પણ ભાજપે ટિકિટ આપી છે. આમ માપદંડની માત્ર વાતો કરતા ભાજપમાં માત્ર બે વ્યક્તિ ઈચ્છે તેને જ ટિકિટ મળતી હોય છે.