Kutch : એક અરજી આવી અને SMCનાં પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ સિમ્પીની કચ્છમાં ભુજ ખાતે બદલી કરી દેવામાં આવી, જાણો શું છે સમગ્ર મામલો...

અમદાવાદ દરિયાપુરના મનપસંદ જીમખાનાની જુગાર રેડની તપાસ PI ડી.ડી.સિમ્પીને નડી ગઈ હોવાની ચર્ચા

Kutch : એક અરજી આવી અને SMCનાં પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ સિમ્પીની કચ્છમાં ભુજ ખાતે બદલી કરી દેવામાં આવી, જાણો શું છે સમગ્ર મામલો...

WND Network.Gandhinagar : ગુરુવારે જયારે ગુજરાત પોલીસના વડા DGP વિકાશ સહાય દ્વારા ચાર પોલીસ ઇન્સ્પેક્ટરની જાહેર હિતમાં બદલી કરવામાં આવી ત્યારે સૌ કોઈ નવાઈ પામી ગયા હતા. કારણ કે, આ પ્રકારે ગુજરાત પોલીસમાં ટ્રાન્સફર થતી નથી. અને એમાં પણ જયારે કોઈ પોલીસની કોઈ મહત્વપૂર્ણ એજન્સીમાંથી બદલી કરવામાં આવે ત્યારે મામલો ચર્ચાનો વિષય બને છે. DGP દ્વારા કરવામાં આવેલી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીમાં ગુજરાત પોલીસના સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના ઇન્સ્પેક્ટરને પણ બદલવામાં આવ્યા છે. ધવલ સિમ્પી નામના PI બનાસકાંઠા જિલ્લામાં SMC સાથે અટેચ હતા. તેમને બદલીને પશ્ચિમ પોલીસ બેડામાં મુકવામાં આવ્યા છે. સીધી ભરતીના આ પોલીસ ઇન્સ્પેક્ટર સામે જુગારની એક રેડ બાદ કરવામાં આવેલી તપાસમાં સેટિંગ કરવાના આક્ષેપને પગલે ટ્રાન્સફર કરી દેવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.  

થોડા સમય પહેલા ગુજરાત પોલીસના SMC દ્વારા દરિયાપુર ખાતે આવેલા મનપસંદ જીમખાનામાં ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં 180 લોકોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. રેડ દરમિયાન SMCને એક ડાયરી પણ મળી હતી જેમાં 50થી વધુ પોલીસ અધિકારીઓના નામ હતા. રેડ બાદ તપાસ અમદવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી હતી. દરમિયાન મનપસંદ જીમખાના ક્લબ ચલાવતા ભરત પટેલ ઉર્ફે બોબીને પણ SMC દ્વારા પકડી લેવામાં આવે છે. અને તેની તપાસ SMC તેના પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ ડી. સિમ્પીને સોંપે છે. બસ, અહીંથી શરુ થાય છે પીઆઇ સિમ્પીની બદલી થવાના પ્રકરણની શરૂઆત. 

મનપસંદ જીમખાના ક્લબના બોબીની ધરપકડ બાદ તેની તપાસ દરમિયાન ગુજરાત પોલીસને એક અરજી મળે છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, SMCના પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ ડી. સિમ્પી સાથે આરોપી બોબીએ કેટલાક આર્થિક વ્યવહાર કર્યા છે. અને તેના માટે અમદાવાદના એક એચ.આર. નામના આંગડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તપાસ શરુ થાય છે અને પ્રાથમિક તારણમાં પીઆઇ સિમ્પીની ભૂમિકા શંકાસ્પદ લાગે છે. પછી મામલો ગૃહ વિભાગથી લઈને DGP વિકાશ સહાય સુધી પહોંચે છે અને છેવટે  SMCનાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.સિમ્પીની બદલી કરી દેવામાં આવે છે. 

પૂર્વ DGPના વહીવટદાર હતા PI ધવલ સિમ્પી ? :- જેટલા મ્હોં એટલી વાત જાહેવતની જેમ જયારથી DGP દ્વારા ચાર પીઆઇની બદલી કરવામાં આવી છે ત્યારથી પોલીસ ઇન્સ્પેક્ટર સિમ્પીની ટ્રાન્સફરને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં એક વાત એવી પણ બહાર આવી છે કે, ધવલ સિમ્પી ગુજરાતના એક પૂર્વ DGPના વહીવટદાર હતા. જવાહર દહિયા નામના એક પોલીસ ઇન્સ્પેક્ટર પછી વહીવટદાર તરીકે સિમ્પીનું બીજું નામ હતું. દહિયા હાલ સસ્પેન્ડ છે. દહિયાની સરખામણીમાં સિમ્પી નસીબદાર કહેવાય કે, સસ્પેન્ડ થવાને બદલે તેમની માત્ર બદલી કરવામાં આવી છે.