સરહદી જિલ્લા કચ્છ સહીત સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવાયો શાળા પ્રવેશોત્સવ...
પૂર્વમાં ગાંધીધામથી માંડીને પશ્ચિમમાં અબડાસામાં શિક્ષણ પર્વની થયેલી ઉજવણી...
WND Network.Kutch : ગુજરાતમાં ત્રણ દિવસના શાળા પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને IAS-IPSનો વિશાળ કાફલો ત્રણ દિવસ ગામે ગામ ફરીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવવા માટે પ્રયાસ કર્યો હતો. જે અંતર્ગત સરહદી જિલ્લા કચ્છમાં પણ આજે અંતિમ દિવસે ઠેર ઠેર કાર્યક્રમ યોજાયા હતા. જેમાં ગાંધીધામથી માંડીને છેવાડાના અબડાસા તાલુકા સુધી પ્રાથમિક શાળાઓમાં બાળકોને ગિફ્ટ આપીને આ વિદ્યાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
'શિક્ષણને સમર્પિત 20 વર્ષ વધાવીએ, શાળા પ્રવેશોત્સવને ઉત્સાહથી ઉજવીએ' સ્લોગન સાથે ઉજવવામાં આવેલા આ ઉત્સવમાં કચ્છના ગાંધીધામ શહેરમાં આવેલી જૂની સુંદરપુરી પ્રાથમિક શાળામાં પણ શાળા પ્રવેશોત્સવની સાથે સાથે 'કન્યા કેળવણી' થીમ ઉપર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક ઉપરાંત ગાંધીનગરથી આવેલા શિક્ષણ વિભાગના ઉપ સચિવ શ્રીમતી એમ.કે.પરમાર, કૈલાશબેન વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા. વાલીઓ તેમજ આસપાસના લોકો ઉપરાંત શાળાના આચાર્ય હિરેનભાઈ પંચાલ, દીપમાલાબેન અગ્રવાલ, રશ્મિબેન પરમાર, હેતલબેન દવે, બીનાબેન રામી, રેશમાબેન મુરજાણી , રમેશભાઈ કબીરા, ચમનભાઈ સિરેસિયા, વિદ્યાબેન કેસરિયા, જશોદાબેન સોલંકી, હેમાબેન જોશી, શીતલબેન બાટી હાજર રહ્યા હતા.
કચ્છના અન્ય એક જિલ્લા અબડાસામાં આવેલા ગામ સુથરી ખાતે પણ શાળા પ્રવેશોત્સવ દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. અંતરિયાળ વિસ્તારમાં આવેલી સુથરી ગામની પ્રાથમિક શાળામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) બી.જે. સોલંકી અને માલમભાઈ ઉપરાંત CRC પી.એન.જાડેજા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સુથરી ગામના વેપારી અગ્રણી હિતેષભાઇ કરસનદાસ ઠક્કર દ્વારા સ્કૂલના બાળકોને એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ગ્રામજનો ઉપરાંત શિક્ષકો મેહુલભાઈ મોવાડિયા, શિવરંજનીબેન ચૌધરી, વંદનાબેન પટેલ, કિંજલબેન ચુડાસમા અને પ્રીતિબેન પટેલ હાજર રહ્યા હતા.