કચ્છ : માંડવીમાં ગોસ્વામી સમાજના 200 વિદ્યાર્થીને નિશુલ્ક શૈક્ષણિક કીટ - યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું
ગુંસાઈ પંચ ટ્રસ્ટ દ્વારા સમાજના જરૂિયાતમંદ છાત્રોને કીટની સાથે ગણવેશ પણ આપવામાં આવ્યો
WND Network.Mandvi (Kutch) : કચ્છના માંડવી દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓ એજ્યુકેશનમાં અવ્વલ નંબર પ્રાપ્ત કરી IAS, IPS અધિકારી બની પરિવારિક અને સમાજનું ગૌરવ વધારવાના સુચનો સાથે બસો જેટલા વિદ્યાર્થીને દ્વિતીય નિશુલ્ક શૈક્ષણિક કીટના કાર્યક્રમમાં યુનિફોર્મનું ગુંસાઈ પંચ ટ્રસ્ટના માધ્યમથી વિતરણ કરવામાં આવ્યું હતું.
ગત વર્ષની જેમ ચાલુ વર્ષ શૈક્ષણિક વર્ષમાં પ્રથમ સત્રના પ્રારંભે કેજી તેમજ ધોરણ 1થી 2, અંગ્રેજી ગુજરાતી માધ્યમ થી કોલેજ કક્ષાના તમામ વિદ્યાર્થીઓને જમ્બો બુકનો સેટ અને સ્કૂલ બેગ આપવામાં આવી હતી. દાતાના અને સમાજના અગ્રણીઓના હસ્તે આ વિતરણ કરવામાં આવ્યું હતું. મૂળ માંડવી અને હાલે મુંબઈમાં રહેતા દાતા સ્વ. પ્રભાબેન પરશુરામગીરી તેમના પરિવાર તરફથી નોટબુક આપવામાં આવી હતી. સ્કૂલ બેગ ના દાતા તરીકે સ્વ.મમીબેન લક્ષ્મણગીરી માંડવીનો પરિવાર રહ્યો હતો.
સિતેર જેટલા વિદ્યાર્થીને ગુંસાઈ પંચ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત સમાજના જરૂિયાતમંદને નિશુલ્ક ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક કીટ વિતરણ સમારંભમાં ગુંસાઇ પંચના ટ્રસ્ટી સુરેશગીરી બી. ગોસ્વામી, મહિલા મંડળના પ્રમુખ કમળાબેન વી. ગોસ્વામી, ગોસ્વામી સેવા સમાજ સમિતીના ઉપાધ્યક્ષ મહેશગીરી પી. ગોસ્વામી, તુલસીગીરી ટી. ગોસ્વામી, ખુશાલગીરી જી. ગોસ્વામી, ભરતગીરી આર. ગોસ્વામી, વગેરે સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કમલગીરી કે. ગોસ્વામી તેમજ આભારવિધિ દર્શન આર ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી.