કચ્છના ચાર કરોડના દારૂના દરોડામાં પધ્ધર પોલીસના PI-PSI સહીત પાંચ સસ્પેન્ડ, LCBના PI-PSI લિવ રિઝર્વમાં, IPS વિકાસ સુંડાના ભુજ SP તરીકેના કાર્યકાળમાં સૌથી વધુ ઈંગ્લીશ દારૂ પકડાયો
એક સપ્તાહમાં SMC દ્વારા કચ્છમાંથી બે દરોડા દરમિયાન છ કરોડનો માતબર અંગ્રજી શરાબનો જથ્થો ઝડપી લીધો છે, ગુજરાતની પોલીસની સૌથી મોટી રેડમાં પછી સસ્પેન્ડ, લિવ રિઝર્વ અને બદલીનું નાટક ખેલાયું
WND Network.Bhuj (Kutch) : ગુજરાત પોલીસ અને SMCના અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીમાં સૌથી મોટી કહી શકાય તેવી કામગીરી બાદ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સસ્પેનશન, લિવ રિઝર્વમાં મુકવા અને બદલીનું નાટક કરવામાં આવ્યું છે. પશ્ચિમ કચ્છ પોલીસ બેડાના પધ્ધર પોલીસ મથકની હદમાંથી ચાર કરોડથી વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડ્યા પછી પધ્ધર પોલીસ મથક ઉપરાંત પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં સસ્પેનશન અને બદલીનું નાટક કરવામાં આવ્યું છે. રાજ્યના કામચલાઉ DGP ડો. રાવ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે એટલે આ પ્રકારનું નાટક કરવામાં આવ્યું હોવાનું સૂત્રો દાવો કરી રહ્યાં છે. SMC દ્વારા કચ્છમાં બે અલગ અલગ દરોડા દરમિયાન છ કરોડથી પણ વધુનો દારૂ પકડી લેવામાં આવ્યો છે અને હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું હોવાથી આ કહેવાતી કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે.
મુન્દ્રામાં કન્ટેનરમાં આવેલા દારૂની ખેપ બાદ પણ પશ્ચિમ કચ્છ પોલીસના અધિકારીઓ બનીને દારૂનો ધંધો કરવા માટે બુટલેગરોને છૂટો દોર આપી દીધો હોય તેમ ટ્રક ભરીને છેક પંજાબથી દારૂ કચ્છમાં ઉતારવામાં આવી રહ્યો હતો. પરંતુ કોઈપણ વાતની એક લિમિટ હોય તેમ બે નંબરના ધંધામાં પણ મર્યાદા ચુકી જતી પશ્ચિમ કચ્છની પોલીસ ઉપર લગામ કસવા માટે SMC દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
ગુજરાત પોલીસની સૌથી મોટી દારૂ પકડવાની કાર્યવાહી બાદ સસ્પેનશન અને લિવ રિઝર્વમાં મુકવાનું નાટક થશે તેવું અનુમાન હતું ત્યારે એ જ દિવસે આવું કરવામાં આવશે તેવી કલ્પના ન હતી. DGPની સીધી નિગરાની હેઠળ કામ કરતા SMC દ્વારા પધ્ધર પોલીસ મથકના તાબા હેઠળ આવતા વિસ્તારમાંથી દારૂનો જથ્થો નાના બુટલેગર સુધી પહોંચે તે પહેલા જ કરોડો રૂપિયાનો દારૂ પકડી લેવામાં આવ્યો હતો.
ઓપરેશન સિંદુરમાં એવોર્ડ મેળવનાર IPS વિકાસ સુંડાના SP તરીકેના કાર્યકાળમાં સૌથી વધુ દારૂ પકડાયો : SP તરીકેની સૌથી પહેલી પોસ્ટિંગ મેળવનાર કડક અને અતિ પ્રામાણિક IPS વિકાસ સુંડાના પશ્ચિમ કચ્છ ભુજના કાર્યકાળમાં સૌથી વધુ જથ્થો પકડાયો છે. મુન્દ્રામાં કરોડો રૂપિયાના દારૂનો જથ્થો પકડ્યા બાદ પણ IPS વિકાસ સુંડાના નાક નીચે તેમના તાબા ઇન્સ્પેક્ટર અને PSI લેવલના નાના કર્મચારીઓ આટલી હદે કેવી રીતે દારૂની હેરફેરમાં SPને મૂર્ખ બનાવી જાય તે પણ તપાસનો વિષય છે.
પધ્ધરનો સબ ઇન્સ્પેક્ટર યુવરાજ ઝાલાનો અધમ વધી ગયો હતો : પધ્ધર પોલીસના મથકના રેગ્યુલર પોલીસ ઇન્સ્પેક્ટર પરમારની રજા દરમિયાન પધ્ધર પોલીસ સ્ટેશનના PSI યુવરાજ ઉર્ફે વાય.એસ.ઝાલાને પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. PSI યુવરાજ ઝાલાની નિગરાનીમાં દારૂનો વેપલો એટલી હદે વધી ગયો હતો કે, BKT કંપની પાસે જાહેરમાં વેંચતા દારૂનો વિડીયો વાયરલ થયો હતો. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર વોચ રાખવાને બદલે PSI યુવરાજ ઝાલા શેખપીર નાકાએ ખુરશી નાખીને નિર્દોષ લોકોને હેરાન કરતો હતો. ઓવરલોડ વાહનો અને દારૂની હેરાફેરી કરતી ટ્રકને પકડવાને બદલે શેખપીરની મઝાર ઉપર દર્શન કરવા આવતા લોકોનો મેમો ફાડવામાં PSI ઝાલા પિચાશી આનદં લેતો હતો.
LCBના તત્કાલીન ઇન્ચાર્જ PI હિતેશ જેઠીને પણ બચાવી લેવાયો હતો : મુન્દ્રામાં કરોડો રૂપિયાના દારૂના દરોડામાં એક સબ ઇન્સ્પેક્ટર સહિતના લોકોને સસ્પેન્ડ અને બદલવામાં આવ્યા હતા. તે વખતે પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર હિતેશ જેઠીની પણ નર્મદા જિલ્લામાં બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ જેઠીએ છૂટો કરવાને બદલે તેને છાવરવામાં આવ્યો હતો. છેવટે દબાણ વધતા જેઠીને તેની મૂળ જગ્યા રીડર બ્રાન્ચમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
Web News Duniya