Kutch Gandhidham Adipur Tolani College : યુનિફોર્મને મુદ્દે છાત્રએ પ્રિન્સિપાલને તમાચો માર્યો, આદિપુરની કોલેજમાં બનેલી ઘટના, આચાર્યના સમર્થનમાં આવ્યા કોલેજના હજારો છાત્ર અને સ્ટાફ, જુઓ વિડીયો

બેન્ચ ઉપરથી ઉઠાડ્યાંની અગાઉની ઘટનાનું મનદુઃખ રાખીને SyBAનાં સ્ટુડેન્ટ દ્વારા આચાર્ય માફી માંગવાની વાતથી વાત વણસી, પ્રિન્સિપાલ સાથે બનેલી ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફમાં આક્રોશ અને અજંપાભરી સ્થિતિ, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી

Kutch Gandhidham Adipur Tolani College : યુનિફોર્મને મુદ્દે છાત્રએ પ્રિન્સિપાલને તમાચો માર્યો, આદિપુરની કોલેજમાં બનેલી ઘટના, આચાર્યના સમર્થનમાં આવ્યા કોલેજના હજારો છાત્ર અને સ્ટાફ, જુઓ વિડીયો

WND Network.Gandhidham (Kutch) : છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અમદાવાદ, ભુજ જેવા શહેરોમાં શિક્ષણ સંસ્થાઓમાં કેટલાક છાત્ર દ્વારા હિંસક ઘટનાઓને અંજામ આપવાની ઘટનાઓ બહાર આવી રહી છે. તેવામાં કચ્છ જિલ્લામાં શિક્ષણ નગરી તરીકે ઓળખાતા પૂર્વ કચ્છના ગાંધીધામ પાસે આવેલા આદિપુરમાં પણ કઈંક આવી જ ઘટના બની છે. આદિપુર તોલાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એક વિદ્યાર્થી દ્વારા પ્રિન્સિપાલને જાહેરમાં તમાચો મારવાનો બનાવ બન્યો છે. સોમવારે બપોરે બનેલી આ ઘટના અંગે આજે મંગળવારે કોલેજના અન્ય છાત્રો તેમજ કોલેજના સ્ટાફને આ જાણ થતા મામલો ગરમાયો હતો. કોલેજના CCTV કેમેરામાં કેદ થયેલી આ ઘટના અંગે આદિપુર પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. અગાઉની એક ઘટનામાં પ્રિન્સિપાલ દ્વારા ઠપકો આપવાની વાતનો ખાર રાખીને આ છાત્રએ કોલેજના પ્રિન્સિપાલને માત્ર તમાચો માર્યો હતો એટલું જ નહીં પરંતુ તેમને જાનથી મારી માખવાની ધમકી પણ આપી હતી. એજ્યુકેશન હબ ગણાતા આદિપુરમાં આવેલી અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આ ઘટનાને પગલે આજે મંગળવારે સવારથી બંધ થઈ ગઇ હતી.  

વિદ્યાર્થી દ્વારા આચાર્ય વિરુદ્ધ કરવામાં આવેલી આ હરકતની ખબર પડતા જ મંગળવારે સવારે કોલેજના છાત્રો તેમજ કોલેજ સ્ટાફ પ્રિન્સિપાલના સમર્થનમાં આવીને દેખાવો કાર્ય હતા. મીડિયા સાથે વાત કરતા આદિપુર તોલાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય સુશીલકુમાર ધર્માણીએ જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ કોલેજ પુરી થયા બાદ બપોરે કોલેજ કેમ્પસના પાર્કીંગ એરિયામાં ગયા ત્યારે આ ઘટના બની હતી. અહીં કેટલાક વિદ્યાર્થીઓ યુનિફોર્મ વિના જોવા મળ્યા હતા. આથી તેમણે આ બાબતે ઠપકો આપ્યો હતો અને ઘરે ચાલ્યા જવા માટે કહ્યું હતું. તે દરમિયાન રાજવીરસિંહ મોહનસિંહ ચાવડા નામનો  બીજા વર્ષ BAમાં અભ્યાસ કરતો સ્ટુડન્ટ ઉશ્કેરાઈ ગયો હતો. રાજવીર નામના આ છાત્રએ થોડા દિવસ પહેલાની એક જૂની ઘટના યાદ કરી ગુસ્સામાં આવી ગયો હતો અને તેમને (પ્રિન્સિપાલને) ગાલ ઉપર તમાચો મારી દીધો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ જો પ્રિન્સિપાલ માફી નહીં માંગે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. 

એક દિવસ જૂની ઘટનામાં આજે પોલીસ ફરિયાદ કરવા અંગે આચાર્ય સુશીલકુમાર ધર્માણીએ ઉમેર્યું હતું કે, જે વિદ્યાર્થીએ તેમને ઝાપટ મારી હતી તે અગાઉ પણ મારામારીની ઘટનામાં આવી ગયો હતો. તેમની સાથે બનેલી આવી ઘટનાનું પુનરાવર્તન અન્ય લોકો કે તેમના સ્ટાફ સાથે ન થાય તે માટે આજે તેમણે આદિપુર પોલીસમાં આ અંગે રજૂઆત કરી છે. 

બેન્ચ ઉપર બેઠો હતો, પ્રિન્સિપાલે ઠપકો આપ્યો તો તેને અપમાન તરીકે લઈ લીધું : થોડા દિવસ અગાઉ રાજવીર નામનો આ છાત્ર તેના મિત્રો સાથે કેમ્પસમાં બેન્ચ ઉપર બેઠો હતો ત્યારે આચાર્ય સુશીલકુમાર ધર્માણી ત્યાંથી નીકળ્યા હતા. પ્રિન્સિપાલ ધર્માણીએ બેન્ચ ઉપર બેઠેલા રાજવીરને આ અંગે ઠપકો આપ્યો હતો. જેને રાજવીર દ્વારા અપમાન તરીકે માની લીધું હતું. સોમવારે પાર્કિંગમાં જયારે પ્રિન્સિપાલે યુનિફોર્મ અંગે ઠપકો આપ્યો ત્યારે બેન્ચવાળી જૂની ઘટનાને યાદ કરીને તેણે આચાર્યને બેન્ચવાળી જગ્યાએ જઈને તેના મિત્રોની હાજરીમાં માફી માગવાની માંગણી કરી હતી. જેને લીધો મામલો ગરમાયો હતો. અને રાજવીરે પછી આચાર્યને ઝાપટ મારી દીધી હતી. 

(છાત્ર દ્વારા આચાર્યને તમાચો મારતી ઘટનાનો વિડીયો જોવા માટે લિંક ઉપર ક્લિક કરો  https://www.instagram.com/reel/DNz0X0sxOUU/?igsh=MXM4em1mM2RhaGM4ZQ== )