Kutch BSF : કચ્છ ગાંધીધામમાં આવેલા BSFના યુનિટમાં AK-47ના ફાયરિંગમાં એક જવાનનું મોત, હત્યા કે આત્મહત્યા અંગે ઘૂંટાઈ રહેલું રહસ્ય

ગાંધીનગરમાં IGથી લઈને કચ્છના સેક્ટર DIG, બટાલિયનના કમાન્ડન્ટ સહિતના મોઢે તાળા, અધિકારીઓના ત્રાસ અથવા યુવતી સાથેની માથાકૂટ ઘટનામાં જવાબદાર હોવાની આશંકા

Kutch BSF : કચ્છ ગાંધીધામમાં આવેલા BSFના યુનિટમાં AK-47ના ફાયરિંગમાં એક જવાનનું મોત, હત્યા કે આત્મહત્યા અંગે ઘૂંટાઈ રહેલું રહસ્ય

(BSFના જવાનને ફાયરિંગની ઘટના બાદ ગાંધીધામના રામબાગ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો ત્યારે બટાલિયનના કમાન્ડન્ટ વિજય કુમાર સહિતના અધિકારીઓ પહોંચી આવ્યા હતા તે વેળાની તસવીર)

WND Network.Gandhidham (Kutch) : ગુજરાતની કચ્છ બોર્ડરે તૈનાત ગાંધીધામ (Gandhidham)માં આવેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (Border Security Fors - BSF)નાં એક 24 વર્ષીય જવાને ભેદી સંજોગોમાં પોતાની જ AK -47 ના ફાયરિંગમાં  ભેદી સંજોગોમાં મોત નીપજ્યું છે. શુક્રવારે સવારે નવેક વાગ્યાના અરસામાં બટાલિયનના હેડ ક્વાર્ટર ખાતે બનેલી આ સનસનીખેજ ઘટના પાછળ BSFનાં જ ઉચ્ચ અધિકારીઓની હેરાનગતિ હોવાનું અને યુનિટના ફરજ બજાવતી એક મહિલા જવાન સાથે સબંધો જવાબદાર હોવાનું સૂત્રો દાવો કરી રહ્યા છે. અલબત્ત ભેદી રીતે ગાંધીનગરથી IGથી લઈને ભુજના DIG અને યુનિટના કમાન્ડન્ટ સહિતના ઓફિસર્સ દ્વારા મોઢું બંધ કરી લેવામાં આવતા હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી. 

ગાંધીધામ BSFનાં સૂત્રોએ કરેલા દાવા મુજબ પંકજ મેમાકિયા નામના જવાને શુક્રવારે તેની AK 47 વડે આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ તેને ગાંધીધામ રામબાગ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. લોહીથી લથબથ હાલતમાં જવાનને હોસ્પિટલમાં મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની લાશને વધુ તપાસ માટે જામનગર ખાતે લઇ જવામાં આવી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. 

ફાયરિંગની ઘટના છુપવાવા માટે BSFના અધિકારીને ધમપછાડા કર્યા : BSFના જવાનની લાશને જયારે ગાંધીધામની  રામબાગ હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી ત્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. ફાયરિંગ કેવા સંજોગોમાં થયું, હત્યા છે કે આત્મહત્યા તે અંગેની વિગતો આપવાને બદલે BSFના અધિકારીઓએ વિગતો છુપાવવાં માટે ધમપછાડા કર્યા હતા. ગાંધીધામના જે 90 નંબરના બટાલિયનમાં AK 47થી ફાયરિંગની ઘટના બની છે ત્યાંના કમાન્ડન્ટ વિજય કુમારે (CO Vijay Kumar 90 Battalion BSF Kutch) મીડિયાને કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી.