East Kutch Police Breaking : પૂર્વ કચ્છ ગાંધીધામ LCBમાંથી ટ્રાન્સફર થયેલા પોલીસ કર્મચારીએ પંખાએ લટકી આપઘાતનો પ્રયાસ કર્યો
થોડા દિવસો પહેલા SMCની રેડ બાદ પૂર્વ કચ્છ SPએ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર સહીત અંકિત ચૌધરીની હેડ કવાર્ટર ખાતે બદલી કરી હતી
( પોલીસ કર્મચારી અંકિત ચૌધરીને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની ખબર પડતા તેના ખબર અંતર પૂછવા આવેલા લોકોનો જમાવડો )
WND Network. Gandhidham (Kutch) : પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીએ સોમવારે રાતે તેના ઘરે પંખાએ લટકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં જ આ પોલીસ કર્મચારીની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) માંથી ગાંધીધામ હેડ કવાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી રેડ બાદ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર સહીત આ પોલીસ કર્મચારીની ગાંધીધામ SPએ તેની ટ્રાન્સફર કરી દીધી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, અંકિત ચૌધરી નામના આ પોલીસ કર્મચારીએ તેના ઘરે પંખાએ લટકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ તેને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચૌધરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતા હોસ્પિટલ ખાતે તેના પરિચિતોને જમાવડો જોવા મળ્યો હતો.
અંકિત ચૌધરી લાંબા સમયથી પૂર્વ કચ્છ પોલીસ બેડામાં આદિપુર પોલીસ મથક ઉપરાંત અંજાર ડેપ્યુટી એસપીના કચેરીમાં પણ ફરજ બજાવી ચૂક્યો છે. સૂત્રોનું માનીએ તો આદિપુર પોલીસ સ્ટેશનમાં તેનું સ્થાન વહીવટદાર જેવું હતું. બે વખત આદિપુરમાં ફરજ બાદ અંકિત ચૌધરી છેલ્લે LCBમાં ફરજ બજાવી રહ્યો હતો.
અંકિત ચૌધરીએ કયા કારણોસર આત્મહત્યા કરી તેના કારણો જાણવા માટે પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ મળી શક્યા ન હતા.
Web News Duniya