Job Appointment Letter : 2014 પહેલા નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર ટપાલી આપતા હતા, હવે આવા નિમણુંક પત્ર રોજગાર મેળો યોજીને વડાપ્રધાન કે CM આપે છે...

રેલવે, સ્ટાફ સિલેક્શન, પસંદગી મંડળની અઘરી પરીક્ષા પાસ કરીને જોબ મેળવનારને જયાં સુધી રોજગાર મેળાનું આયોજન ન થાય ત્યાં સુધી નોકરી નથી મળતી

Job Appointment Letter : 2014 પહેલા નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર ટપાલી આપતા હતા, હવે આવા નિમણુંક પત્ર રોજગાર મેળો યોજીને વડાપ્રધાન કે CM આપે છે...

WND Network.Bhuj (Kutch) : પબ્લિસિટી અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં માહેર મોદી સરકાર પોતાની વાહવાહી કરવાનો એક પણ મોકો છોડતી નથી. એમાં પણ જો ચૂંટણીઓ માથે હોય તો સાવ સામાન્ય કામ કે વાતને પણ પોતાની સરકારની અદભુત સિદ્ધિમાં ખપાવી દેવાની એક પણ તક ભાજપની સરકારો છોડતી નથી. આવું જ કઈંક રોજગાર મેળામાં આપવામાં આવતા નોકરીના નિયુક્તિ પત્ર એટલે કે જોબ એપોઇન્મેન્ટ લેટરનું છે. જયાં સુધી કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદી સરકાર નહોતી ત્યાં સુધી એટલે કે વર્ષ 2014ની પહેલા સ્પર્ધાત્મક એક્ઝામ પાસ કરનાર યુવક-યુવતીઓને જે-તે આયોગ કે મંડળ દ્વારા પોસ્ટ મારફતે ટપાલી ઘરે આવીને નોકરી અંગેનો નિકયુક્તિ પત્ર આપી જતા હતા. પરંતુ જયારથી ભાજપની સરકાર કેન્દ્રમાં અને રાજ્યોમાં આવી છે ત્યારથી આ પ્રકારના એપોઇન્ટમેન્ટ લેટર આપવા માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે. અને ત્યાર બાદ સરકારે આટલા હજાર કે લાખ લોકોને નોકરી આપી તેની પ્રસિદ્ધિ પણ કરવામાં આવે છે. 

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા તાજેતરમાં જ રોજગાર મેળાનું વર્ચ્યુઅલ આયોજન કરીને વડાપ્રધાનની અધ્યક્ષતામાં 50 હજારથી લઈને 70 હજાર બેરોજગાર લોકોને નોકરી આપી હોવાનો દાવો કરીને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા હતા. હકીકતમાં આ બેરોજગાર લોકો વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની કરતા જ હતા. તેમના પાસ થવા પાછળ કોઈ સરકારનો નહીં પરંતુ તેમની પોતાની મહેનત હતી. હા,એટલું જ કે તેમને જે નોકરી મળી તે ભાજપની સરકારની સત્તા દરમિયાન મળી છે. હજારો લોકોને નોકરી આપવાનો આવો દાવો તો વર્ષ 2014 પહેલાની સરકારો પણ કરી શકતી હતી. પણ ભાજપની જેમ પબ્લિસિટી કે ઇવેન્ટ મેનેજ કરવાની ગતાગમ તેમના ન હતી.   

કેન્દ્રની સરકારની જેમ હવે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા પણ રોજગાર મેળાનું આયોજન કરીને નોકરી અંગેના નિયુક્તિ પત્ર આપવાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)થી માંડીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં સફળ થયેલા બેરોજગાર લોકોને રાજ્યની ભુપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકાર નોકરીનો નિમણુંક પત્ર આપશે. 

એક્ઝામ પાસ કરેલા લોકો રોજગાર મેળામાં એપોન્ટમેન્ટ લેટર મળે તેની રાહ જોઈ રહ્યા છે : રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવામાં આવેલી સંશોધન અધિકારી વર્ગ - 2માં પાસ થયેલા 35 બેરોજગાર યુવક-યુવતી ઉપરાંત બાળ યોજના બાળ વિકાશ અધિકારીની પોસ્ટ માટેના 69 લોકો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ગુજરાતી સ્ટેનોગ્રાફરની પોસ્ટના 134, માર્ગ અને મકાન વિભાગ માટેની વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ની પોસ્ટના 771, ટ્રેસર વર્ગ-3ના 50, મ્યુનિસિપલ એન્જીનીયર માટેના 116, નર્મદા જળ સંપત્તિ માટેની પોસ્ટના 30, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર કલાર્કની પરીક્ષાએ પાસ કરી બેઠેલા 192 અને તલાટીની પરીક્ષાવાળા 593 એમ કુલ મળીને આશરે બે હજાર જેટલા લોકો કાગડોળે ગુજરાત સરકાર રોજગાર મેળો યોજે અને તેમને નોકરી અંગેનો એપોન્ટમેન્ટ લેટર આપે તેની રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2014 પહેલા આ પ્રકારની પરીક્ષા પાસ કરેલા લોકોને ટપાલી ઘરે આવીને નોકરી મળ્યા અંગેનો પત્ર આપી જતા હતા.