West Kutch Madhapar Police Inspector Zala transferred : 'મહિલા સાથે ગેરવર્તન કરનાર PIની બદલી વુમન સેલમાં કરવા બદલ ભુજ SP અને તેમના સલાહકારોને સો તોપની સલામ' જાણો શા માટે કોંગ્રેસના મહામંત્રીએ આવું કહ્યું ?
ભુજ તાલુકામના ઝુરા ગામમાં દારૂ વેંચતા લોકોની ફરિયાદ કરવા ગયેલી મહિલા સાથે ગેરવર્તન કરનારા PI ડી.એમ.ઝાલાની ટ્રાન્સફર ક્રાઇમ અગેઈન્સ્ટ વુમન સેલમાં કરતા વિવાદ વધ્યો
(ઉપરની પ્રથમ તસવીર માધાપર પોલીસ સ્ટેશનની છે જયારે નીચે ડાબી તરફની તસ્વીરમાં કોંગી અગ્રણીએ કરેલી પોસ્ટ અને બાજુમાં માધાપર પોલીસ મથકમાં નિયુક્ત કરવામાં આવેલા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.જાડેજા છે)
WND Network.Bhuj (Kutch) : દારૂ જુગાર અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસ અને સરકારના વચ્ચેના ગજગ્રાહ વચ્ચે કચ્છમાં વધુ એક વિવાદે જન્મ લીધો છે. ભુજ તાલુકાના ઝુરા ગામે ચાલતા દારૂના અડ્ડા મામલે મહિલાનું અપમાન કરનારા પોલીસ ઇન્સ્પેક્ટરની ટ્રાન્સફર કરીને મહિલાઓ અંગેના સેલમાં મુકવામાં આવ્યા છે. જેને પગલે કચ્છ કોંગ્રેસના મહામંત્રીએ સોસીયલ મીડિયામાં ભુજ SP અને તેમના કહેવાતા સલાહકારો અંગે જોરદાર કટાક્ષ કર્યો છે. તેમણે સોસિયલમાં લખ્યું છે કે, જે પોલીસ અધિકારીએ મહિલાના ગુન્હામાં બેદરકારી દાખવવા સબબ બદલવામાં આવ્યા હોય તો કયાં ? એ પણ મહિલાઓ સંબંધિત ગુન્હા રોકવા અંગેના વિભાગમાં... માત્ર એટલું જ નહીં કોંગી અગ્રણીએ આવા કૃત્ય બદલ કટાક્ષમાં એમ પણ લખ્યું છે કે, પશ્ચિમ કચ્છ પોલીસ વડા અને તેમના સલાહકારોને સો તોપની સલામ..!
સોસીયલ મીડિયામાં કચ્છ કોંગ્રેસના મહામંત્રી ડૉ. રમેશ ગરવાએ ઝુરા ગામની ઘટનાને લઈને માધાપર પોલીસ મથકે જે વિવાદ થયો છે તે અંગે લખ્યું છે. ડૉ. ગરવાએ લખ્યું છે કે, 'પછાત વર્ગની મહિલા સાથે 'તું નાટક ન કર' જેવા નિમ્ન સ્તરના શબ્દો ઉચ્ચારી બુટલેગરોને બચાવવા માટે મહિલાને ફરિયાદ માટે ચાર કલાક હેરાન પરેશાન કરનારા માધાપર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમાન ઝાલાને ક્રાઇમ અગેઈન્સ્ટ વુમન સેલમાં બદલાયા... ક્રાઇમ અગેઈન્સ્ટ વુમન મતલબ મહિલાઓ સાથેના ગુન્હાઓ સંબંધિત વિભાગ...'
'હવે તમે જ વિચારો જે પોલીસ અધિકારીને મહિલાના ગુન્હામાં બેદરકારી દાખવવા સબબ બદલવામાં આવ્યા હોય તો કયાં ? તો મહિલાઓ સંબંધિત ગુન્હાના વોભાગમાં..!'
'છે ને બિલાડીને દૂધની રખેવાળી વાળો તાલ...'
DGP સહાયે જેમની સિંગલ ઓર્ડરથી ભરૂચથી ભુજ બદલી કરી હતી તે મહિલા PIને માધાપર પોલીસ સ્ટેશનમાં મુક્યા : મહિલા સાથેના વર્તનને કારણે માધાપર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલાને બદલીને તેમના સ્થાને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.જાડેજાને મુકવામાં આવ્યા છે. આ એ જ જાડેજાબેન છે જેમની DGP સહાયે જેમની સિંગલ ઓર્ડરથી ભરૂચથી ભુજ બદલી કરી હતી. ભુજ આવ્યા બાદ થોડા સમય સુધી તેમને કોઈ પોસ્ટિંગ આપવામાં આવ્યું ન હતું. ત્યારબાદ તેમને ક્રાઇમ અગેઈન્સ્ટ વુમન સેલમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. હવે તેઓ માધાપર પોલીસ મથકમાં આવ્યા છે. મહિલા પીઆઇ એ.કે.જાડેજા પશ્ચિમ કચ્છ પોલીસના એસપી વિકાસ સુંડા (IPS Vikas Sunda) સાથે ભૂતકાળમાં કામગીરી બજાવી ચુક્યા છે.
Web News Duniya