Gujarat Police : PI-PSIની બદલી પ્રક્રિયા પારદર્શક કરવાને બહાને ગોઠવણ ઉપર રોક લગાવાઈ, જાણો હવે કોની કયાં બદલી થશે અને કયાં નહીં થાય
પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનાર સબ ઇન્સ્પેક્ટર અને પીઆઇની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં, પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત વિવિધ બ્રાન્ચની નિમણુંકને પણ ધ્યાનમાં લેવા ખાસ તાકીદ કરાઈ
WND Network.Gandhinagar : ગુજરાત પોલીસમાાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીની પ્રક્રિયામાાં વધુ પારદર્શકતા લાવવાનાં રૂપાળા બહાના તળે પોતાના મળતિયા અધિકારોને ગોઠવવાની ચાલ ઉપર રાજ્યના ગૃહ વિભાગે પાણી ફેરવી દીધું છે. ગુજરાત પોલીસ દળમાં તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળે તે હેતુ મુખમંત્રી ઉપરાંત રાજ્ય કક્ષના ગૃહ મંત્રી તથા રાજ્યના DGP સહીત સિનિયર IPS ઓફિસર્સ સાથેની મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કયા ઝોન કે એકમમાંથી કોને કયાં મુકવા અને કયાં ન મૂકી શકાય તેની સ્પષ્ટ યાદી પણ તૈયાર કરવામાં આવી છે, જે નીચે મુજબ છે.
પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનાર સબ ઇન્સ્પેક્ટર અને પીઆઇની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં, પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત વિવિધ બ્રાન્ચની નિમણુંકને પણ ધ્યાનમાં લેવા ખાસ તાકીદ કરાઈ
જો કે આ નિયમમાં અમુક કિસ્સા જેવા કે, પતિ-પત્નિ કેસ, ગંભીર બિમારી અને નિવૃત્તિનો નજીકનો સમયગાળો નજીક હોય તો તેવા કેસમાં મેરીટ પ્રમાણે વિચારણા કરવામાં આવશે. આમ જોવા જઈએ તો આ નિયમનો લાભ જે લોકો સાચા હશે તેમના માટે આશીર્વાદ સમાન છે, પરંતુ જે લોકો ગોઠવણ કરવામાં માહેર છે તેઓ આ નિયમનો દુરુપયોગ કરીને હાલમાં જે રીતે 'પ્રેક્ટિસ' થાય છે તેમ છે ગોડ ફાધર IPS કે અન્ય અધિકારીની આંગળી પકડીને ધાર્યું પોસ્ટિંગ કરાવી શકે છે.