Gir-Somnath DDO Gujarat Cadre IAS Snehal Bhapkar : ગુજરાત કેડરની વર્ષ 2017ની બેચના મૂળ મહારાષ્ટ્રના મહિલા IAS Ms સ્નેહલ ભાપકર પાસ થયેલા કુલ 990 ઉમેદવારમાંથી 981 નંબરે હતા છતાં IAS કેડર મળેલી

સરળતાથી બોલતા-સાંભળતા IAS સ્નેહલ ભાપકર ફિઝિકલ હેન્ડિકેપ્ડ કેટેગરી (PH Category)માં બહેરા(Deaf) - મુંગા(Mute) તરીકે અનામત કેટેગરીમાં પસંદગી પામ્યા હતા

Gir-Somnath DDO Gujarat Cadre IAS Snehal Bhapkar : ગુજરાત કેડરની વર્ષ 2017ની બેચના મૂળ મહારાષ્ટ્રના મહિલા IAS Ms સ્નેહલ ભાપકર પાસ થયેલા કુલ 990 ઉમેદવારમાંથી 981 નંબરે હતા છતાં IAS કેડર મળેલી

WND Network.Gandhinagar : ગુજરાતમાં પણ ટ્રેઈની IAS પૂજાની જેમ નકલી સર્ટિફિકેટ લઈને અથવા તો અનામત કેટેગરીનો લાભ મેળવીને સનદી અધિકારી બની ગયા હોવાની ચર્ચા વચ્ચે ગુજરાત કેડરના એક મહિલા IASની ચોંકાવનારી વાત સામે આવી છે. વર્ષ 2017ની બેચના ગુજરાત કેડરના મહિલા IAS સ્નેહલ પુરષોત્તમ ભાપકરને UPSCમાં તે વખતે પાસ થયેલા કુલ 990 ઉમેદવારમાંથી 981મોં રેન્ક મળ્યો હતો. સાવ છેલ્લેથી નવમાં નંબરની રેન્ક હોવા છતાં મૂળ મહારાષ્ટ્રના નાસિકના વતની સ્નેહલને IAS કેડર મળી હતી. સરળતાથી બોલતા-સાંભળતા IAS સ્નેહલ ભાપકર ફિઝિકલ હેન્ડિકેપ્ડ કેટેગરી (PH Category)માં બહેરા(Deaf) - મુંગા(Mute) તરીકે અનામત કેટેગરીમાં પસંદગી પામ્યા હોવાને કારણે IAS કેડરમાં સ્થાન મળ્યું હતું.  IAS સ્નેહલ ભાપકરના પિતા ડૉ. પુરષોત્તમ ભપકાર પણ મહારાષ્ટ્રમાં પ્રમોટી IAS રહી ચુક્યા છે. IAS સ્નેહલ ભાપકર હાલમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ ઓફિસર (DDO) તરીકે ફરજ બજાવી રહ્યા છે. 

'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા ગુજરાતમાં પણ 'ટ્રેઈની IAS પૂજાની જેમ નકલી સર્ટિફિકેટ લઈને IAS - IPS બની ગયા છે ?' તેવી ન્યૂઝ સ્ટોરી પ્રસિદ્ધ થયા પછી ગુજરાત કેડરની વર્ષ 2017ની બેચના મૂળ મહારાષ્ટ્રના મહિલા IAS Ms સ્નેહલ ભાપકર અંગે કેટલીક ગળે ન ઉતરે તેવી ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઇ હતી. જેની વિવિધ માધ્મયમાં ચકાશણી કર્યા પછી ખબર પડી કે, મહિલા IAS સ્નેહલ પુરષોત્તમ ભાપકરને UPSCમાં તે વખતે IAS કેડર મળી હતી. જેની પાછળ તેઓ PH એટલે કે દિવ્યાંગ શ્રેણીમાં બહેરા-મૂંગા હોવાને કારણે તેમની પસંદગી કરવામાં આવેલી છે. તેમની પસંદગી અંગેની વધુ માહિતી મેળવવા માટે 'વેબ ન્યૂઝ દુનિયા' દ્વારા તેમના મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ મળી શક્યા ન હતા. તેમને ટેક્સ્ટ મેસેજ (SMS) કરીને પણ તેનો પક્ષ રજુ કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ આ લખાય છે ત્યાં સુધી તેમનો કોઈ પ્રત્યુત્તર મળ્યો મળ્યો ન હતો. 

વર્ષ 2017ની UPSCની સિવિલ સર્વિસીસની પરીક્ષામાં પાસ થયેલા કુલ 990 ઉમેદવારમાંથી પ્રથમ 93ને IAS મળી હતી તેમ કહી શકાય. જેમાં અનામત કેટેગરીના ઉમેદવાર પણ આવી જાય છે. સ્નેહલ ભાપકર જનરલ કેટેગરીમાં આવે છે અને તેમનો રોલ નંબર 0600875 હતો. પરંતુ માત્ર ને માત્ર PH કેટેગરીમાં હોવાને કારણે તેમને IAS કેડર મળી હતી. UPSCની સત્તાવાર યાદી મુજબ આ પરીક્ષામાં લગભગ 10 લાખ લોકોએ પરીક્ષા આપી હતી. 

પૂજા જેવી જ લાઈફ સ્ટાઇલ, ગાંધીનગર મિટિંગમાં પ્લેનમાં જાય છે ! : ગુજરાત કેડરના મહિલા IAS સ્નેહલ પુરષોત્તમ ભાપકરની લાઈફ સ્ટાઇલ પણ ટ્રેઈની IAS પૂજા ખેડકર જેવી જ છે. ફરક માત્ર એટલો છે કે, પૂજા ઓડી કારમાં લાલ લાઈટ લગાવીને ફરતા હતા જયારે IAS સ્નેહલ ભાપકર પ્લેનમાં ફરે છે. ગાંધીનગરમાં જયારે પણ રાજ્યમાંથી તમામ DDOને મિટિંગમાં બોલવામાં આવે ત્યારે તેઓ વેરાવળથી દીવ જાય છે. દીવથી પ્લેનમાં અમદાવાદ આવે છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ગીર સોમનાથ જિલ્લાના હેડક્વાર્ટર વેરાવળથી આવેલી કારમાં બેસીને તેઓ ગાંધીનગર મિટિંગ અટેન્ડ કરવા માટે જાય છે. પરત ફરતી વખતે પણ બાય પ્લેન જ વેરાવળ પાછા જાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે, તેમની આ સરકારી મિટિંગના રુટમાં રાજકોટ આવતું જ નથી.