IAS-IPS Probe in Gujarat following Trainee IAS Pooja Case : ગુજરાતમાં પણ ટ્રેઈની IAS પૂજાની જેમ નકલી સર્ટિફિકેટ લઈને IAS - IPS બની ગયા છે ? પાંચ IAS અને ત્રણ IPS સામે તપાસની વાતથી રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ

સચિવાલયમાં ફરજ બજાવતા એક IAS, એક સિનિયર મહિલા IAS સહીત ત્રણ જુનિયર ગ્રેડના સનદી અધિકારી ઉપરાંત ત્રણ IPS ગુજરાત સરકારના રડારમાં હોવાની વાત

IAS-IPS Probe in Gujarat following Trainee IAS Pooja Case : ગુજરાતમાં પણ ટ્રેઈની IAS પૂજાની જેમ નકલી સર્ટિફિકેટ લઈને IAS - IPS બની ગયા છે ? પાંચ IAS અને ત્રણ IPS સામે તપાસની વાતથી રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ

WND Network.Gandhinagar : મહારાષ્ટ્રમાં ટ્રેઈની મહિલા IAS ઓફિસર પૂજા ખેડકરને મામલે સંઘ લોક સેવા આયોગ UPSC દ્વારા નકલી ઓળખ અને સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી હોવાનામાં કેસમાં પોલીસ ફરિયાદ કરી છે. પૂજા જેવા કેટલાય અધિકારીઓના નામ અને ફોટા સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે તેવામાં ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યમાં પાંચ IAS અને ત્રણ IPS વિરુદ્ધ ખોટા સર્ટિફિકેટ બનાવીને UPSCની સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરીને સનદી અધિકારી બની ગયા હોવાને મુદ્દે તપાસ થઇ શકે છે તેવા અહેવાલથી IAS-IPS લોબી સહીત સમગ્ર રાજ્યના વહીવટી તંત્રમાં મામલો ચર્ચાનો વિષય બન્યો છે. અલબત્ત ગુજરાત સરકાર કે UPSCએ આ મામલે કોઈ ફોડ પાડ્યો નથી. પરંતુ જેમની સામે તપાસની વાત આવી રહી છે તે ગુજરાતના પાડોશી રાજ્યમાંથી આવતા હોવાની પણ એક વાત બહાર આવી છે. 

છેલ્લા ઘણા દિવસોથી નકલી સર્ટિફિકેટ બનાવીને રિઝર્વ ક્વોટાનો ખોટો ઉપયોગ કરીને IAS - IPS સહીત ગ્રુપ A અને ગ્રુપ B સર્વિસીસમાં લાયકાત વિનાના લોકોએ ઘૂસ મારી હોવાની વાતે મામલો ગરમ બનેલો છે. તેવામાં પૂજા સામે પોલીસ ફરિયાદ અને આજે UPSC ચેરમેન મનોજ સોનીના રાજીનામાની વાતે તો બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. સવારથી પત્રકારોમાં આ અંગે સોશિયલ મીડિયામાં હોટ ટોપિક બની ગયો હતો ત્યારે એક ન્યૂઝ ગ્રુપમાં બ્રેકીંગ ન્યૂઝ તરીકે આ વાતનો ખુલાસો થયો હતો. આ પોસ્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે, ગુજરાત કેડરના પાંચ IAS ઓફિસર સામે ખોટા સર્ટિફિકેટ બનાવીને નોકરી મેળવી હોવાના મામલે તપાસ થઇ શકે છે. આ પાંચ અધિકારી પૈકી એક IAS તો ગાંધીનગર સચિવાલય ખાતે નોકરી કરી રહ્યા છે. આ ઉપરાંત એક સિનિયર મહિલા અફસર અને ત્રણ જુનિયર લેવલના IAS તપાસના દાયરામાં આવી શકે છે. 

જે સનદી અધિકારીઓ સામે તપાસની શંકાની સોઈ તાકવામાં આવી રહી છે તે ગુજરાતના પાડોશી રાજ્યમાંથી આવી રહ્યા છે. આ ઓફિસર્સ દ્વારા પણ પૂજા ખેડકરની જેમ EWS ક્વોટા ઉપરાંત ખોટા સર્ટિફિકેટ રજુ કરવાનો મામલો બની શકે છે. ગુજરાત સરકાર દ્વારા પૂજાના કેસની જેમ જ UPSC પાસે મદદ માહિતી માંગવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. 

એક જિલ્લાના SP, ક્રાઇમ બ્રાન્ચમાં રહેલા IPS સહીત ત્રણ પોલીસ અધિકારી પણ રડારમાં : માત્ર IAS કેડરમાં જ નહીં પરંતુ IPS કેદારમાં પણ પૂજાની જેમ નકલી સર્ટિફિકેટથી લઈને રિઝર્વ ક્વોટાનો એટલે કે અનામતનો લાભ મેળવીને નોકરી મેળવી હોવાની વાત ચર્ચાઈ રહી છે. જેમાં એક IPS રાજ્યના એક જિલ્લામાં SP તરીકે ફરજ બજાવે છે જયારે એક IPS અધિકારી ક્રાઇમ બ્રાન્ચમાં છે. NEET પરીક્ષાની જેમ જ UPSCમાં ભરતી સંબંધે રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે ત્યારે આખી વાત ક્યાં જઈને અટકશે તે જોવાનું રહ્યું.