રિસોર્ટ અને હોટેલ્સ ઉપર ત્રાટકતું સ્ટેટ GST, કરોડોનાં વ્યવહાર સામે આવ્યા...
હોટલ, રિસોર્ટ અને ટ્રાવેલ એજન્ટો દ્વારા ખોટી રીતે આઇટીસી લઇ મોટા પ્રમાણમાં કરચોરી કરતા
WND Network.Ahmedabad : સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે સાસણગીર ખાતેના રિસોર્ટ-હોટેલ તેમજ અમદાવાદના બે બુકીંગ એજન્ટના સ્થળ સહિત 25 જગ્યાએ દરોડા પાડ્યા હતા. એસ.જી હાઇવે તેમજ ભીમજીપુરા વાડજ ખાતે ટ્રાવેલ બુકિંગનું કામ કરતા એજન્ટને ત્યાંથી રોકડમાં વ્યવહારના દસ્તાવેજો મળી આવ્યા છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર હોટલ, રિસોર્ટ અને ટ્રાવેલ એજન્ટો દ્વારા ખોટી રીતે આઇટીસી લઇ મોટા પ્રમાણમાં કરચોરી કરતા હોવાનું માલુમ પડ્યું છે. દરોડા દરમિયાન અધિકારીઓને મોટા પ્રમાણમાં રોકડમાં વ્યવહારના દસ્તાવેજ મળી આવ્યા છે.