West Kutch Police : મુન્દ્રા શરાબ કાંડમાં સસ્પેનશનની સાઈડ ઇફેક્ટ, પશ્ચિમ કચ્છ પોલીસ બેડાના બાર પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવી પડી, LCBને લાંબા સમય બાદ મળ્યા પોલીસ ઇન્સ્પેક્ટર
ગઝબનો વહીવટ કર્યો, SOGમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર મુક્યા, જિલ્લા ટ્રાફિકમાંથી PI ને હટાવીને સબ ઈન્સ્પેક્ટરને હવાલે કરી દીધું, માનકુવાના સસ્પેન્ડેડ PSIની જગ્યાએ SOGના ઇન્સ્પેક્ટરની નિમણુંક કરી
WND Network.Bhuj (Kutch) : દોઢેક મહિના પછી મુન્દ્રાના કરોડો રૂપિયાના શરાબ કાંડમાં ગાંધીનગરથી કાર્યવાહી કરવામાં આવ્યા પછી પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં પ્રથમ જ નજરે ગળે ન ઉતરે તેવા ફેરફાર કરવામાં આવ્યા છે. બુધવારે ભુજ SP દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં કરવામાં આવેલા ફેરફારમાં માનકુવા પોલીસ સ્ટેશન, SOG અને જિલ્લા ટ્રાફિકની બદલી છે. માનકૂવામાં પોલીસ ઇન્સ્પેક્ટરનો હવાલો સાંભળી રહેલા PSI રેન્કના ગોહિલના સસ્પેનશન બાદ તેમની જગ્યાએ ATSની નિગરાનીમાં ચાલતા સ્પેશ્યિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.ગઢવીને મુકવામાં આવ્યા છે. આશ્ચર્યજનક રીતે લાંબા સમયથી મહત્વની જે લોકલ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરથી ચાલતી હતી તેમાં રેગ્યુલર પોલીસ ઇન્સ્પેકરની નિમણુંક કરવામાં આવી છે. મતલબ કે, હવે ઇન્ચાર્જ PI તરીકે ફરજ બજાવી રહેલા હિતેશ જેઠીને સબ ઇન્સ્પેકટર તરીકે LCBમાં ફરજ બજાવવાની રહેશે.

પશ્ચિમ કચ્છ પોલીસના બાર પોલીસ ઈન્સ્પેક્ટરને અરસ - પરસ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પરંતુ બેલેન્સ કરવાની આ લ્હાયમાં એક તરફ જયાં SOGમાં એકની જગ્યાએ બે PI નું પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું છે ત્યાં મારા તમારા જેવા સામાન્ય લોકોને અસર કરતી જિલ્લા ટ્રાફિક બ્રાન્ચને LCBની જેમ સબ ઈન્સ્પેક્ટરને હવાલે કરી કરી દેવામાં આવી છે.
ભુજ LCBમાં નખત્રાણા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એ.એમ.મકવાણાને મુકવામાં આવ્યા છે. મતલબ કે હવે ત્યાં મકવાણાની રાહબરી હેઠળ PSI જેઠી અને જાદવને કામ કરવાનું રહેશે. મકવાણા સ્વભાવે સરળ અને મૃદુ છે. નખત્રાણામાં તેમનું કામ સારું રહ્યું છે.
ભૂતકાળમાં ભુજ LCBમાં PI તરીકે ફરજ બજાવી ચૂકેલા સંદીપસિંહ ચુડાસમાને દયાપર જેવા શુષ્ક પોલીસ મથકમાંથી પ્રાગપર પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.
સુધી મહત્વની પોસ્ટિંગ ભુજ બી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એસ.એમ.રાણાની છે, જેમને મુન્દ્રાના શરાબ કાંડ પછી PI રાકેશ ઠુમ્મરની જગ્યાએ મુન્દ્રામાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. SOGમાં ફરજ બજાવી ચૂકેલા PI વી.વી.ભોલાનો લિવ રીઝર્વનો વનવાસ પૂરો થયો હોય તેમ તેમને માંડવી મરીન પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે. એના કરતા તેઓ લિવ રિઝર્વમાં જ સારા હતા.
પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં મહત્વપૂર્ણ એવા ભુજના બે પોલીસ મથકમાંથી એકમાં ફેરફાર કર્યો પણ માધાપર પોલીસમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ત્યાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાને યથાવત રાખવામાં આવ્યા છે.
Web News Duniya