Sub Inspectors in Gujarat police got promotion to Inspector : ગુજરાતના 233 સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન મળ્યું, પૂર્વ કચ્છમાંથી વરુ અને ગોહિલ સહીત નવ અને પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાંથી બે ફોજદાર બન્યા થાણેદાર

ભુજ ACBમાં પકડાયેલા અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના કેસમાં નિર્દોષ છૂટેલાને પણ સરકારે હાઇકોર્ટમાં અપીલ કરી હોવા છતાં શરતોને આધીન પ્રમોશન આપવામાં આવ્યું

Sub Inspectors in Gujarat police got promotion to Inspector : ગુજરાતના 233 સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન મળ્યું, પૂર્વ કચ્છમાંથી વરુ અને ગોહિલ સહીત નવ અને પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાંથી બે ફોજદાર બન્યા થાણેદાર

WND Network.Gandhinagar : ગુજરાત પોલીસના વડા (DGP) દ્વારા આજે ગુરુવારે રાજ્યના 33 જિલ્લા અને ચાર પોલીસ કમિશનોરેટ સહીત વિવિધ એજન્સીમાં ફરજ બજાવતા 233 પોલીસ સબ ઈન્સ્પેક્ટરને ઇન્સ્પેક્ટર તરીકેનું પ્રમોશન આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ઓર્ડરમાં મૂળ પૂર્વ કચ્છ પોલીસના અને હાલમાં બોર્ડર રેન્જના સાયબર સેલમાં પ્રતિનિયુક્તિ ઉપર ફરજ બજાવી રહેલા વરુ સહીત નવ ફોજદારને થાણેદાર તરીકે પદોન્નતિ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ પોલીસમાં પણ બે PSIને ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. આજે કરવામાં આવેલા હુકમમાં બે સબ ઇન્સ્પેક્ટર એવા પણ છે જેમની સામે ACB અને પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલો છે. જેની સામે સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પણ કરેલી છે. 

બોર્ડર રેન્જ સાયબર સેલમાં પૂર્વ કચ્છમાં તૈનાત સંજય સરમણભાઈ વરુ ઉર્ફે એસ.એન.વરુ અને યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ ઉર્ફે વાય.કે.ગોહિલ ઉપરાંત એન.કે.ચૌધરી, આર.બી.રાણા, નીરુબેન આઈ. બારોટ, દાનકુભાઇ લઘુભાઈ ખાચર, ભારત ગંગારામભાઈ રાવલ, ડી.જી.ગોહિલ અને છાયાબેન બી. રાઠોડનો સમાવેશ થાય છે. જયારે પશ્ચિમ કચ્છમાંથી બી.એન.મોઢવાડીયા તેમજ આર.સી.ગોહિલને પોલીસ ઇન્સ્પેકટરનું પ્રમોશન મળ્યું છે. 

DGP ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આ ઓર્ડરમાં સીઆઇડી ક્રાઈમમાં ફરજ બજાવી રહેલા અશોકકુમાર સોમાભાઈ પટેલ ઉર્ફે એ.એસ.પટેલ સામે ભુજ ACBના કેસમાં નિર્દોષ છોડી મુકવાના પ્રકરણ તેમજ અમદાવાદ શહેરના મુકેશ કાંતિલાલ પરમાર સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એક કેસમાં નિર્દોષ છુટકારો થવાના કોર્ટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં આપીલ કરેલી છે. નવાઈ લાગે તેવી આ અસામાન્ય ઘટનામાં બંને PSIને શરતોને આધીન પ્રમોશન આપવામાં આવ્યું છે.