ભુજ સહીત રાજ્યના વિવિધ જિલ્લામાં વિધવા સહાયના બહાને મહિલાઓને છેતરતી ઉમરેઠની સલમાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવી લીધી

મંદિર,પાર્લર જેવી જગ્યાએ મળતી અને પાછળથી મહિલાઓના દાગીના ઉતરાવી લેતી

ભુજ સહીત રાજ્યના વિવિધ જિલ્લામાં વિધવા સહાયના બહાને મહિલાઓને છેતરતી ઉમરેઠની સલમાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉઠાવી લીધી

WND Network.Bhuj (Kutch) : મંદિર અને બ્યુટીપાર્લર જેવી જગ્યાએ આવતી વિધવા મહિલાઓને સરકારી સહાય આપવાની વાત કરી દાગીના ઉતરાવી લેતી ઉમરેઠની મહિલાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉઠાવી લેવામાં આવી છે. કચ્છ ભુજ સહીત રાજ્યભરમાં આ મહિલા સામે પચીસ જેટલા ગુન્હા નોંધાયેલા છે. અમદાવાદન ઘોડાસરની એક મહિલાને ભદ્ર મંદિરે મળીને કચ્છ લાવીને તેના દાગીના ઉતરાવી લેતી મનીષા નામ ધારણ કરનારી ઉમરેઠની સૈયદાબીબી ઉર્ફે સલમા ફિરોઝ પઠાણને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આસ્ટોડીયાની ઢાળની પોળથી ઝડપી લેવામાં આવી હતી. 

આણંદ, ભાવનગર, અમદાવાદ, કચ્છ, ખેડા, સાબરકાંઠા, વડોદરા, પાટણ, નર્મદા વગેરે જુદી જુદી જગ્યા વિધવા મહિલાઓનો વિશ્વાસ કેળવી તેના દાગીના ઉતરાવી લેતી સૈયદાબીબી અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા કેટલાય સમયથી વોચમાં હતી. તે દરમિયાન જોઈન્ટ કમિશનર અને ડીસીપી-ક્રાઇમની સુચનાને પગલે પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિન સુથાર અને તેમના સબ ઇન્સ્પેક્ટર કે.એલ.ખટાણાની ટીમે સૈયદાબીબી અન્ય કોઈ મહિલાને તેનો શિકાર બનાવે તે પહેલા આસ્ટોડિયા ઢાલની શનિવારે પોળથી અટકમાં લીધી હતી. પકડાયેલી આરોપી મહિલા સામે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ છેતરપિંડીના ગુન્હાઓ નોંધાયેલા છે. આ મહિલા વિધવા મહિલાઓને ઓળખીને તેમનો ભરોસો જીત્યા બાદ તેમની પાસેથી દાગીના યુક્તિ પૂર્વક પડાવી લેતી હતી. 

એડવોકેટ બનીને વિધવા મહિલાને ભુજ લઈ આવીને છેતરી  લગભગ એક સરખી મોડેસ ઓપરેન્ડી ઉપરાંત ખોટા નામ અને વ્યવસાય કરતી હોવાનો દાવો કરીને મનીષા નામથી ફરતી આ મહિલા અમદાવાદની એક વિધવા મહિલાને તો છેક ભુજ લાવીને છેતરી હતી. પોતે વકીલ છે અને વિધવા સહાયમાં વધારો કરી આપશે તેમ જણાવીને ઘોડાસરમાં રહેતી મહિલાને મનીષા ભુજ લઇ આવી હતી. ભુજમાં મહિલાને બ્યુટીપાર્લરમાં લઇ જઈને વેક્સ કરવા માટે દાગીના ઉતારવા પડશે તેવું કહીને તેના દાગીના ઉતારી લઈએં રફફુચક્કર થઈ ગઈ હતી.