Kutch Bhuj Water Crisis : ભાજપના કાર્યકરોની મૂંઝવણ, ભુજના અભૂતપૂર્વ જળ સંકટ વચ્ચે નગર સેવકો પણ ફોન ઉપાડતા નથી ત્યારે પાટીલની સભામાં વોર્ડ દીઠ 400 માણસને લાવવા કેવી રીતે ?

ભુજમાં ભાજપની કચ્છ લોકસભા બેઠકની મિટિંગમાં શહેર અને તાલુકામાંથી ચાર-ચાર હજાર લોકોને ભેગા કરવાના ટાર્ગેટના આદેશ સામે શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકરોનો કકળાટ

Kutch Bhuj Water Crisis : ભાજપના કાર્યકરોની મૂંઝવણ, ભુજના અભૂતપૂર્વ જળ સંકટ વચ્ચે નગર સેવકો પણ ફોન ઉપાડતા નથી ત્યારે પાટીલની સભામાં વોર્ડ દીઠ 400 માણસને લાવવા કેવી રીતે ?

WND Network.Bhuj (Kutch) : કચ્છના પાટનગર ભુજમાં છેલ્લા કેલાય દિવસોથી સર્જાયેલી પાણીની અભૂતપૂર્વ કટોકટી (Bhuj Water Crisis)ને પગલે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. તેવામાં આગામી 16મીએ ભુજમાં ગુજરાત ભાજપના પ્રમુખની રેલી અને સભામાં લોકોને કેમ લઇ આવવા તે પ્રશ્ન કચ્છ ભાજપ (Kutch BJP)ના નેતાઓને અકળાવી રહ્યો છે. ગુરુવારે ભુજમાં પાટીલની સભાની તૈયારીઓને લઈને ભાજપની કચ્છ લોકસભા બેઠક માટેની કાર્યકરોની એક મિટિંગ મળી હતી. તેમાં આ ચિંતા અંગે મંથન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ભાજપના કાર્યકરોને જયારે પાટીલની સભા માટે ભુજ નગર પાલિકાના વોર્ડ દીઠ 400 લોકોને સભા સ્થળે લઇ આવવાની સૂચના આપવામાં આવી ત્યારે કાર્યકરોએ રીતસરનો બળાપો કાઢ્યો હતો. કારણ કે દસેક દીવસથી પણ વધુ સમય થઇ ગયો હોવા છતાં ભુજ શહેરમાં અભૂતપૂર્વ કહી શકાય તેવું જળ સંકટ હજુ થાળે નથી પડ્યું. લોકોને ટેન્કર દ્વારા પાણી આપવાના દાવા વચ્ચે લોકો હજુ પણ પીવાના પાણીથી વંચિત છે તેવામાં લોકોને પાટીલની સભામાં કેમ ખેંચી લાવવા તે મુદ્દે શિસ્તબદ્ધ પાર્ટીના બિચારા કાર્યકરોએ નગર સેવકો પણ પાણીની સમસ્યાને લઈને ફોન નથી ઉપાડી રહ્યા હોવાની ફરિયાદ પણ કરી હતી. 

કોંગ્રેસના શાસનમાં પાણીની તંગી દરમિયાન રેલી કાઢી હોબાળો કરીને માટલા ફોડતો ભાજપ તેના વર્ષોના શાસનમાં પાણીનું મેનેજમેન્ટ નથી કરી શક્યો. કચ્છના ભુજમાં સર્જાયેલું પાણીનું અભૂતપૂર્વ જળ સંકટ તેનું તાજું ઉદાહરણ છે. ભુજમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે તેવામાં ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ આગામી 16મી તારીખે ભુજ આવી રહ્યાં છે. અહીં તેઓ રેલી અને જાહેર સભા પણ કરવાના છે. ભુજમાં સર્જાયેલી પાણીની તંગીને કારણે ગુજરાત ભાજપ પ્રમુખ પાટિલભાઈની આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભેગા કરવાનું અત્યાર સુધીનું સહેલું કામ આ વખતે અઘરું બની ગયું છે. પાટીલની સભાની તૈયારીઓને લઈને જયારે ભુજમાં ભાજપના જુના કાર્યાલય ખાતે ગુરુવારે મિટિંગ કરવામાં આવી હતી ત્યારે આ સમસ્યાને લઈને કાર્યકરો પણ મૂંઝવણમાં પડી ગયા હતા. કારા કે તેમને ભુજ નગર પાલિકાના વોર્ડ દીઠ 400 લોકોને પાટીલને સભામાં ખેંચી લાવવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એક તરફ હજુ સુધી ભુજમાં નગર પાલિકા દ્વારા પાણીનો પુરવઠો યથાવત કરવામાં આવ્યો નથી. બીજી તરફ લોકો જયારે ભાજપના કાર્યકરોને પાણીને સમસ્યાને લઈને રજૂઆત કરે છે ત્યારે ખુદ ભાજપના કાર્યકરોના કોલ પણ નગર સેવકો નથી ઉપાડી રહ્યા. જેને લીધે લોકોમાં કાર્યકરોની છાપ ખરડાઈ રહી છે. 

ભાજપના ભુજ શહેર અને તાલુકાને મંડળને સી.આર.પાટીલની સભા વેળાએ ચાર-ચાર હજાર લોકોને ભુજમાં યોજાનારી સભામાં લઇ આવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત કચ્છના ગાંધીધામ, અંજાર, માંડવી, ભચાઉ અને રાપર સહીત તાલુકાઓમાંથી પણ લોકોને ખેંચી લાવવાનો લક્ષ્ય આપવામાં આવેલો છે. પાણીની અછત, નર્મદાની તૂટી નહેર, ખેડૂતોની માંગણીઓ વગેરે જેવા લોકોના પ્રાણ પ્રશ્નો વચ્ચે આ વખતે ભાજપના કાર્યકરોને લોકોને સમજવતા આંખે પાણી આવી રહ્યા છે. વર્ષોથી એકધારા ચૂંટાઈને આવતા ભાજપના જનપ્રતિનિધિઓ પણ પાણીને મામલે પાણીમાં બેસી ગયા છે ત્યારે પાણીના આ પ્રશ્નમાં ભાજપ ડૂબી જાય તેવી દહેશત પણ ખુદ ભાજપના લોકોમાં સેવાઈ રહી છે.