Narendra Modi brother Pankaj Modi : ટેબ્લો જોવાના મોટા ભાઈ નરેન્દ્ર મોદીને, તે ટેબ્લો પસંદ કરે નાના ભાઈ પંકજ મોદી, અને રૂપિયા ચૂકવે સરકાર, વાહ મોદી સરકાર !
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજ મોદીની ગુજરાત સરકારની માહિતી ખાતાની નોકરીને લઈને પણ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ગંભીર આક્ષેપ કર્યા
WND Network.New Delhi : પરિવારવાદ અને ભ્ર્ષ્ટાચાર ને લઈ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર અવાર નવાર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) અને ભાજપ સામે કોંગ્રેસે મોદીના નાના ભાઈ પંકજ મોદીની નોકરી અને નોકરી બાદની નિમણુંકને લઈને ગંભીર સવાલ કર્યા છે. વર્ગ 3ની નોકરીમાંથી કલાસ વન અધિકારી સુધીની નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદીને કેવી રીતે બઢતી મળી, નિવૃત્તિ બાદ પણ વર્ષો સુધી માહિતી ખાતામાં કરાર આધારિત જોબ કેમ આપવામાં આવી તથા સરદાર પટેલની 150ની જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી એકતા પરેડના ટેબ્લો પસંદ કરવાની કમિટીમાં પંકજ મોદીને રોજના દસ હજાર રૂપિયાનું મહેનતાણું કયા આધારે આપવામાં આવ્યું તેવા સવાલો કરીને મોદી ગુજરાતની મુલાકાતે આવે તેના પહેલા જ રાજકારણ ગરમ બનાવી દીધું હતું.
કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે (Congress MP Shaktisinh Gohil)એક પત્રકાર પરિષદમાં PM નરેન્દ્ર મોદી અને ભાજપ સામે પરિવારવાદ અને તેમાં પણ મોદીના નાના ભાઈ પંકજ મોદીને ભાજપની સરકારે કેવી રીતે સાચવ્યા તેની કડીબદ્ધ વિગતો આપી હતી. ગોહિલે 'દલા તલવાડી' વાળી વાર્તાનો સંદર્ભ આપીને મોદી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કાર્ય હતા. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારે નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજ મોદીને કેવી રીતે નિયમ ભંગ કરીને પ્રમોશન આપ્યું અને ત્યાર પછી પણ પંકજ મોદીના રિટાર્યમેન્ટ પછી કોન્ટ્રેક્ટ ઉપર રાખીને રીતસરની લ્હાણી કરી હતી.
કારકુન કેડર જેવા વર્ગ ત્રણમાં ભરતી થયેલા પંકજ મોદી નિવૃત્ત ટાણે કલાસ વન ઓફિસરની પોસ્ટ સુધી પહોંચી ગયા હતા. જયારે તેમની સાથે ભરતી થયેલા રિઝર્વ કેટેગરીના કર્મચારીઓ વર્ગ એક સુધી પણ પહોચી શક્યા ન હતા.
ટેબ્લો નિહાળવાના મોટા ભાઈ નરેન્દ્ર મોદીને, તે ટેબ્લો ને પસંદ કરે નાના ભાઈ પંકજ મોદી, અને રૂપિયા ચૂકવે સરકાર : પંજક મોદીની ગુજરાત સરકારમાં નોકરી દરમિયાન જે કથિત લાભો મેળવ્યા તે વાત વર્ષો પછી કોંગ્રેસને કેમ દેખાય તે પણ એક મોટો પ્રશ્ન છે. અલબત્ત 31મી ઓક્ટોબર સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી એકતા પરેડના ટેબ્લોમાં કેવો ભષ્ટાચાર થયો તે વાત ચોંકાવનારી હતી.
કોંગ્રેસના રાજ્યસભાના મેમ્બર અને નેતા ગોહિલે હોમ ડિપાર્ટમેન્ટના કેટલાક આદેશોની કોપી બતાવીને વાંચી કહ્યું કે, કોઈપણ જાતની ઇમર્જન્સી ન હોવા છતાં ટાઈમ નથી એવો દાવો કરીને સિલેક્ટેડ પાંચ કંપનીઓ પાસે જ એકતા પરેડના ટેબ્લો બનાવનાનો આદેશ શંકાના દાયરામાં આવે છે. તેમાં પણ બે કંપની તો પતિ - પત્ની ચલાવે છે. આટલું ઓછું હોય તેમ ટેબ્લો પસંદ કરવાની કમિટીમાં PM નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદીને રોજના દસ હજાર રૂપિયાના મહેનતાણા અને અન્ય સુવિધાઓ સાથે કયા આધારે પસંદ કરવામાં આવ્યા તે સમજાય તેવું નથી.
પંકજ મોદી વર્ષ 2006થી ટેબ્લોનું કામ કરે છે : ગુજરાત સરકારના માહિતી ખાતામાં મોદીના ભાઈ પંકજ મોદી સાથે કામ કરી ચૂકેલા કે અધિકારીએ જણાવ્યું કે, પંકજ મોદી તો વર્ષ 2006થી ટેબ્લો અંગેનું કામ સંભાળી રહ્યા છે. મતલબ કે, જે કામ તેઓ નોકરીમાં રહીને કરતા હતા તે નિવૃત્તિ પછી પણ કરતા રહ્યા હતા. અને તેના માટે ભાજપની સરકારે તેમને નોકરીમાં પગાર પણ ના મળે તેનાથી વધુ રકમ આપી છે. એકતા પરેડના ટેબ્લો માટે પણ એટલે જ પંકજ મોદીને લાવવામાં આવ્યા હતા. ભારતમાં લાખો કરોડો રૂપિયાનો ભષ્ટાચાર નેતાઓ અને તેમના પરિવારજનો કરી રહ્યા છે ત્યારે મોદીના ભાઈને રોજના દસ હજાર મળે તે સાવ મામૂલી વાત છે. પરંતુ આખી વાતમાં વજન એટલા માટે દેખાય છે કે, જે વ્યક્તિ પરિવારવાદ અને ભ્ર્ષ્ટાચારને મુદ્દે છાતી ઠોકીને સંસદમાં વિપક્ષને ઠોકતા હોય ત્યારે આ મામૂલી વાત પણ ખુબ મોટી થઈ જાય છે.
(કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં પત્રકાર પરિષદને જોવા માટે લિંક ઉપર ક્લિક કરો... https://www.youtube.com/live/EG0YRNloUnw )
Web News Duniya