CM Bhupendra Patel : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બરાબર એક મહિને બદલો લીધો, CMOના સ્વાગતમાં IAS અતુલ ગોરને બોલાવાયા, નકલી NA પ્રકરણમાં ભાજપના MLAનું નામ ઉછળ્યું

જાણો ગુજરાતના રાજકારણમાં અને IAS-IPS સહિતના સનદી અધિકારીઓ અંગે શું ચાલી છે રહી અવનવી વાતો

CM Bhupendra Patel : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બરાબર એક મહિને બદલો લીધો, CMOના સ્વાગતમાં IAS અતુલ ગોરને બોલાવાયા, નકલી NA પ્રકરણમાં ભાજપના MLAનું નામ ઉછળ્યું

બરાબર એક મહિના પછી ગૃહમંત્રીએ લીધો બદલો ? : કચ્છમાં કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાઈ આવેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રેસ કૉન્ફ્રન્સ બાદ ઉભા થયેલા ખુરસી ખેંચવાના પ્રકરણમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને - સામને આવી ગયા છે. ઘટના બન્યાના ગણતરીના કલાકોમાં જ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીની X મીડિયા પોસ્ટથી બબાલ મચી ગઈ છે. તેમાં પણ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલના પલટવારથી કચ્છનો એક જૂનો વિવાદ જાણે અજાણે બહાર આવી ગયો છે. બન્યું એવું છે કે, કચ્છમાં મીઠાની હજારો એકરની જમીનની મુદ્દો લાંબા સમયથી વિવાદમાં છે. બરાબર એક મહિના પહેલા  કોંગ્રેસી કાર્યકર એચ.એસ.આહીરે (જેમનું નામ મહિલા કોન્સ્ટેબલની ખુરસી ખેંચવામાં બહાર આવ્યું છે તે) કચ્છમાં મીઠાની  ફાઈલો પાસ કરવામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રસ લીધો હોવાનો ધડાકો કર્યો હતો. જેવી ભુજમાં ઘટના બની કે તરત જ એક પત્રકારે આ મામલે રાજ્યના ગૃહ વિભાગના એક અધિકારીને મોબાઈલ ફોનથી રેકોર્ડ કરેલો વિડીયો હર્ષ સંઘવી સુધી પહોંચતો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આહિરનું નામ પડતા જ કચ્છમાં પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી અને તરત જ કેસ કરવામાં આવ્યો એટલું જ નહીં પરંતુ Dy SP લેવલના એક અધિકારીએ સમગ્ર મામલે પ્રેસને સંબોધન પણ કર્યું હતું. બસ આ ઘટનાને જાણકારો એક મહિના પછી લીધેલા બદલા તરીકે જોઈ રહ્યા છે.   

CMOના સ્વાગતમાં IAS અતુલ ગોરને બોલાવતા દોડધામ મચી : નિયમિત રીતે રાજ્યના લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળવા માટે જાણીતા ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં CMOનું નામ આવતા દોડધામ મચી ગયી હતી. થોડા સમય પહેલા યોજાયેલા સ્વાગત કાર્યક્રમ એક અરજદાર વડોદરાથી રેવન્યુનો પ્રશ્ન લઈને ફરિયાદ કરી હતી. અરજદારે કહ્યું કે, મામલો તત્કાલીન વડોદરા કલેક્ટર IAS અતુલ ગોરના સમયનો છે. બસ પછી તો 'દાદા'એ તરત જ અતુલ ગોરને CMOઅમથી સ્વાગત કર્યક્રમના કક્ષમાં બોલાવી લીધા હતા. સૂત્રોનું માનીએ તો ગોર હાલમાં પણ મુખ્યમંત્રી કાર્યલયમાં રેવન્યુ વિભાગ જોઈ રહ્યા છે. નિવૃત્તિ પછી તેમને પણ અન્ય લોકોની જેમ ઍક્સટેંશન આપવામાં આવેલું છે.  

વધુ એક 'નકલી' પ્રકરણમાં ભાજપના MLAનું નામ ઉછળ્યું : ગુજરાતમાં નકલી અધિકારીથી લઈને નકલી ઓફિસ અને સરકારી ઓર્ડર સહિતના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના એક જિલ્લામાં વહીવટી તંત્રની સજાગતાથી બહાર આવેલા નકલી બિનખેતી (NA)ના હુકમમાં ભાજપના ધારાસભ્ય અને નાયબ દંડક તરીકે નિયુક્ત થયેલા ભાજપી નેતાનું નામ ચર્ચામાં આવ્યું છે. ડાંગ જિલ્લામાં થોડા સમય પહેલા નકલી NAનું પ્રકરણ બહાર આવ્યું હતું. જેમાં પોલીસે અન્યની સાથે આરોપી તરીકે મહેશભાઈ દામુભાઇ પવારનું નામના વ્યક્તિનું નામ પણ FIR દાખલ કર્યું છે. આ ભાઈ ડાંગના ધારાસભ્ય અને નાયબ દંડક વિજય પટેલના સાળા થાય છે. 

ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ ડી.જે.પાંડીયનને કેનેડાનો વિઝા ન મળ્યો : ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગયેલી છે જેને લીધે કેનેડાની સરકાર અવાર નવાર ભારતને આંચકો આપતું રહ્યું છે. અને તેમાં પણ જો મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતનો હોય તો કેનેડાની સરકાર વધુ આકરા થઈને કાર્યવાહી કરે છે. આવી જ એક ઘટના અને કડવો બનાવ ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ ડી.જે.પાંડીયનને થયો હતો. તેમના ફેમેલીમાંથી કેનેડામાં રહેતા હોવાને લીધે તેમણે કેનેડાના વિઝા માટે એપ્લાય કર્યું હતું. પરંતુ આશ્ચ્ર્યજનક ઘટનાક્રમમાં તેમને વિઝાની સાફ ના પાડી દેવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હીથી દબાણ અને ભલામણને પગલે બીજી વખત અરજી કરી ત્યારે તેમને કેનેડાના વિઝા મળ્યા હતા. જો ગુજરાતના પૂર્વ IAS અને ચીફ સેક્રેટરી સાથે આવું થતું હોય તો આપણે તો વિચારવાનું જ નહીં ને ? યાદ રહે કે, IAS પાંડીયનના કાર્યકાળ વખતે ગાંધીનગરની PDEU યુનિવર્સીટીને BU પરમિશનને મામલે ખાસ્સો એવો વિવાદ થયો હતો. જેને લીધે GUDAને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાની પણ જે તે સમયે વાતો ચર્ચાઈ હતી.  

માનીતાઓને ગોઠવવાની લ્હાયમાં ભર ચોમાસે DDO - કલેક્ટર - SP વિહોણા જિલ્લા : રાજકીય ભલામણ અને માનીતાઓને ગોઠવવાની લ્હાયમાં ગુજરાતના  અમુક જિલ્લામાં DDO - કલેક્ટર - SPની પોસ્ટ ખાલી છે, ચાર્જ ઉપર ચાલી રહી છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ અરવલ્લી જિલ્લામાં છે. જયાં સતત બીજા ચોમાસા ટાણે પણ રેગ્યુલર જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની પોસ્ટ એક વર્ષથી પણ વધુ સમયથી ખાલી છે. દક્ષિણ ગુજરાતમાં ચાલુ ચોમાસા દરમિયાન ગંભીર સ્થિતિ છે છતાં વલસાડમાંતો કલેક્ટરની સાથે સાથે DDOની પોસ્ટ પણ ચાર્જ ઉપર છે. છોટા ઉદેપુરમાં પણ આવી જ સ્થિતિ છે. રાજ્યનો સૌથી મોટો અને લાંબી અતરાષ્ટ્રીય સરહદ ધરાવતા પશ્ચિમ કચ્છમાં પણ બે મહિનાથી SPનું પોસ્ટિંગ કરવામાં આવ્યું નથી.