કચ્છના ભૂતપૂર્વ MP પુષ્પદાન ગઢવીનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું, ચીટરે ત્રીસ હજારની માગણી કરતા ભાંડો ફૂટ્યો
પૂર્વ સાંસદ ગઢવીના વૉટ્સએપ કોંટેક્ટ ઉપર મેસેજ શરુ થતા તેમના દીકરા અજય ગઢવીએ લોકોને એલર્ટ કર્યા
WND Network.Bhuj (Kutch) : કચ્છના નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ અરેસ્ટ કરીને 83 લાખ પડાવી લેવાની ઘટના હજુ તાજી છે ત્યાં મોબાઈલ ફોનથી છેતરપિંડીની વધુ એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. આ વખતે ચીટરો દ્વારા કચ્છના ભૂતપૂર્વ સાંસદને શિકાર બનાવ્યા છે. ઓનલાઇન છેતરપિંડી કરનારી ગેંગ દ્વારા કચ્છના ભૂતપૂર્વ MP પુષ્પદાન ગઢવીનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું છે.
એકાઉન્ટ હેક કરીને ચીટરે પૂર્વ સાંસદ ગઢવીના ફોન કોન્ટેક્ટ ઉપર મેસેજ મોકલીને રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. પુષ્પદાનભાઈ ગઢવીના દીકરા અજય ગઢવીએ તેમના મોબાઈલથી સ્ટેટસ મૂકીને તેમના પિતાનું વૉટ્સએપ એકાઉન્ટ હેક થઈ ગયું હોવાની જાણકારી આપી છે.

ચીટર દ્વારા જો નાણાંની માંગણી કરીને તેના G-Pay કે અન્ય બેન્ક એકાઉન્ટની માહિતી શેર કરે તો, તે આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે. જેને આધારે ચીટર સામે ફરિયાદ નોંધાવી શકાય.
Web News Duniya