Kutch Muslim communal harmony Message : રંગાઈ જવાથી આપણી શ્રદ્ધાને આંચ ન આવે, જુમ્માની નમાજ વેળાએ ભૂલથી તમારી ઉપર રંગ પડે તો ખરાબ ન લગાડતા, કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિનો અદભુત સંદેશ

દેશમાં ફેલાયેલી કોમી દાવાનળની આગ વચ્ચે કચ્છના મુસ્લિમ સમાજ દ્વારા હોળી અને જુમ્માની નમાજ વેળાએ તોફાની તત્વો છમકલું કરે તે પહેલા જ આપેલો કોમી એકતા અને એખલાસનો અદભુત સંદેશ

Kutch Muslim communal harmony Message : રંગાઈ જવાથી આપણી શ્રદ્ધાને આંચ ન આવે, જુમ્માની નમાજ વેળાએ ભૂલથી તમારી ઉપર રંગ પડે તો ખરાબ ન લગાડતા, કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિનો અદભુત સંદેશ

WND Network.Bhuj (Kutch) : દેશમાં ધર્મને નામે ફેલાયેલા કડવા વાતાવરણ વચ્ચે ગુજરાતના કચ્છ જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા ફેલાવવામાં આવેલા કોમી એકતા અને એખલાસના અદભુત સંદેશને લોકો વધાવી રહ્યા છે. શુક્રવારે હોળી-ધુળેટીના તહેવાર વચ્ચે મુસ્લિમોના પવિત્ર રમજાન મહિનાની જુમ્માની નમાજ પણ છે. જયાં એક તરફ ઉત્તરપ્રદેશ જેવા રાજ્યમાં કોમી છમકલાની દહેશત વચ્ચે મસ્જિદને ઢાંકી દેવાની વાત બહાર આવી છે ત્યાં કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ભૂલથી અથવા જાણી જોઈને પણ મુસ્લિમ બિરાદર ઉપર રંગ પડી જાય તો તેનાથી તેમની શ્રદ્ધાને આંચ નથી આવતી. એટલી આવી હરકતને નજર અંદાજ કરવી જોઈએ. જુમ્માની નમાજ વેળાએ ભૂલથી ઉપર રંગ પડે તો ખરાબ ન લગાડીને કચ્છની કોમી એકતાની મિસાલને કાયમ રાખવા માટે મુસ્લિમ બિરાદરોને હાકલ કરવામાં આવી છે.  

અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના કાર્યકારી પ્રમુખ અબ્દુલભાઇ રાયમાના નામે પ્રસિદ્ધ કરવામાં આવેલા આ સંદેશમાં તેમના નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની કલ્પના કરીને પાક પવિત્ર પયંબર સાહેબની ઉપર એક વૃદ્ધા દ્વારા કચરો ફેંકવાની ઘટનાનો ઉલ્લેખ કરીને સેવા અને દુઆની વાતને યાદ રાખી હોળી-ધુળેટી દરમિયાન કલર ફેંકવાની વાતને સાંકળવામાં આવી છે. અહીં તેઓ માત્ર કચ્છ કે ગુજરાત જ નહીં પરંતુ દેશના સમગ્ર મુસ્લિમ બિરાદરોને સંદેશ આપે છે કે, રંગથી રંગાઈ જવાથી આપણી શ્રદ્ધા બરબાદ થતી નથી. દેશ અને ગુજરાત રાજ્યની એકતા અને ભાઈચારાની લાગણીને ઠેસ ન પહોંચે તેની અપીલ કરવામાં આવી છે. 

અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના કાર્યકારી પ્રમુખ અબ્દુલભાઇ રાયમાના આ સંદેશને લોકો સોસીયલ મીડિયામાં વાયરલ કરીને તેમના આ નેક ઇરાદાને બિરદાવી રહ્યા છે.