Kutch Breaking : લઠ્ઠાકાન્ડને પગલે સાઈડ પોસ્ટીંગમાં રહેલા બોટાદના પૂર્વ એસપી IPS ડૉ.કરણરાજ વાઘેલાને પશ્ચિમ કચ્છ SPનો ચાર્જ સોંપવામાં આવ્યો...

ભુજના એસપી સૌરભસીંગને દિલ્હીમાં કેન્દ્રમાં ડેપ્યુટ કરવાના આદેશ બાદ ગુજરાત સરકારના ગૃહ વિભાગે લીધેલો નિર્ણય

Kutch Breaking : લઠ્ઠાકાન્ડને પગલે સાઈડ પોસ્ટીંગમાં રહેલા બોટાદના પૂર્વ એસપી IPS ડૉ.કરણરાજ વાઘેલાને પશ્ચિમ કચ્છ SPનો ચાર્જ સોંપવામાં આવ્યો...

WND Network.Bhuj (Kutch) : ગુજરાત કેડરના IPS સૌરભસિંગને કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ ઉપર મોકલવાના આદેશ બાદ ભુજ એસપીનો ચાર્જ જેનું કાગળ ઉપર અસ્તિત્વ હતું તેવા પ્રોટેક્શન ઓફ ગવર્નમેન્ટ પ્રોપર્ટીઝ નામના ગ્રુપના સેનાપતિ એવા IPS ડૉ.કરણરાજ વાઘેલાને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લા તથા તેની આસપાસના વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ લઠ્ઠાકાન્ડને પગલે બોટાદના એસપી IPS ડૉ.કરણરાજ વાઘેલાને સાઈડ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. તેમના સાઈડ પોસ્ટીંગને હજુ એક વર્ષ પણ પૂરું થયું નથી તેવામાં રાજ્ય સરકારે તેમને ફરીથી જિલ્લાનો ચાર્જ આપ્યો છે.  IPS ડૉ.કરણરાજ વાઘેલા ગુરુવારે સવારે પશ્ચિમ કચ્છના એસપી તરીકે હવાલો સંભાળવા માટે ભુજ આવી રહ્યા છે. 

સૂત્રોનું માનીએ તો, જે લઠ્ઠાકાન્ડ 46 લોકોના અવસાન થયા હતા તેવી ઘટનામાં IPS કરણરાજ વાઘેલાને જે તે સમયે ઉપરથી સસ્પેન્ડ કરવાની સૂચના હતી. પરંતુ બંનેના નસીબ કહો કે ગમે તે, માત્ર બદલી રુપી સજામાં તેઓ છૂટી ગયા હતા. તેમને જે જગ્યાએ ટ્રાન્સફરકરવામાં આવ્યા હતા ત્યાં ઓફિસ ન હોવા છતાં પોલીસ ભવનમાં એડિશનલ ડીજીની ચેમ્બરમાં બેસીને કામ કરવાની વાઘેલાને તક મળી હતી. IPS કરણરાજ વાઘેલાના કાકા પી.ડી.વાઘેલા ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી છે. અને હાલ તેઓ ટ્રાઈ - ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના ચેરમેન છે. 

ભુજમાં રેગ્યુલર એસપીના પોસ્ટીંગની શક્યતા નહિવત :- જે રીતે રાજ્ય સરકારે બુધવારે સૌરભસિંગથી માંડીને  અન્ય પોલીસ અધિકારીઓના હુકમ કાર્ય છે તેને જોતા આગામી સમયમાં ભુજને નિયમિત એસપી મળે તેવી સંભાવના બહુ ઓછી છે. એટલે સંભવ છે કે, ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની જેમ પશ્ચિમ કચ્છમાં પણ IPS ડૉ.કરણરાજ વાઘેલાને જ નિયમિત એસપીનો ચાર્જ સોંપી દેવામાં આવી શકે છે.