Wadali Parcel Blast Case : સાબરકાંઠાના વડાલી પાર્સલ બ્લાસ્ટ કેસમાં થયો મોટો ખુલાસો, ધડાકામાં મૃત્યુ પામનારાની પ્રેમિકાના પતિએ જીલેટીન સ્ટીક રેડિયોમાં પાર્સલ મોકલ્યું ને બ્લાસ્ટ કરેલો
બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા યુવકને આરોપીની પત્ની સાથે પ્રેમ કરતો હતો એટલે આરોપીએ સોશિયલ મીડિયા ઉપર બ્લાસ્ટની ટેકનીક શીખીને જિલિટીન સ્ટીકને રેડિયોમાં સેટ કરી ધડાકો કરવાનો પ્લાન કરેલો
(સાબરકાંઠાના SP એ બ્લાસ્ટની ઘટના અંગે શું કહ્યું તે જાણવા માટે વિડિઓ જુવો)
WND Network. Wadali (Sabarkantha) : સાબરકાંઠાના વડાલી પાર્સલ બ્લાસ્ટ કેસમાં થયો હવે એક મોટો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, ધડાકામાં મૃત્યુ પામનારાની પ્રેમિકાના પતિએ જીલેટીન સ્ટીક રેડિયોમાં પાર્સલ મોકલ્યું ને બ્લાસ્ટ કર્યો હતો. બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા યુવકને આરોપીની પત્ની સાથે પ્રેમ કરતો હતો એટલે આરોપીએ સોશિયલ મીડિયા ઉપર બ્લાસ્ટની ટેકનીક શીખીને જિલિટીન સ્ટીકને રેડિયોમાં સેટ કરી ધડાકો કરવાનો પ્લાન બનાવ્યો હતો. જીલેટીન સ્ટીક ભરેલ પાર્સલ ખોલતા જોરદાર બ્લાસ્ટ થતાં પિતા-પુત્રી નું મોત થયું હતું અને બે ગ્મ્ભી રીતે ઘાયલ થયા હતા. વડાપ્રધાન મોદીની ચૂંટણી સભા વખતે આ પ્રકારે ધડકાની ઘટના બનતા પોલીસ સહિતની એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી અને ઘટનાને ગંભીરતાથી લઈને ઇન્વેસ્ટિગેશન કર્યું હતું.
મૃતકના ઘરે આવેલ પાર્સલ પર બોલપેનથી એડ્રેસ લખેલું હોવાથી પોલીસે શરૂઆતથી જ પ્લાનિંગ મુજબ બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાની થિયરી ઉપર તપાસ હાથ ધરી હતી. બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં રાજ્યના ગૃહવિભાગે ગુજરાત બૉમ્બ ડિસ્પોઝલ સ્કોડ (BDS)ની ટીમ, અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ અને ગાંઘીનગર ફોરેન્સીક લેબોરેટરીની ટીમને સમગ્ર કેસની તપાસ માટે સક્રિય કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના વેડા ગામના જીતેન્દ્ર વણઝારા ના ઘરે રિક્ષાચાલક પાર્સલ આપી ગયો હતો. જીતુ વણઝારા અને તેની બે દીકરીઓ અને અન્ય એક બાળકીની હાજરીમાં પાર્સલ ખોલતાની સાથે જ ધડકાભેર બ્લાસ્ટ થતાં જીતુ અને તેની 12 વર્ષીય દીકરી ભૂમિકાનું મોત થયું હતું. જ્યારે અન્ય બે બાળકીને ગંભીર ઇજાઓ પહોચતા તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.
પીએમ મોદીની ચૂંટણી સભા ટાણે બનેલી પાર્સલ બ્લાસ્ટની ગંભીરતાના પગલે વડાલી પોલીસ સહિત ડીવાયએસપી સહિત કાફલો સ્થળ પર પહોચી બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી તપાસનો દોર હાથમાં લીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાર્સલમાં બોમ્બલાસ્ટ થતાં BDS, ફોરેન્સિક સાયન્સની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. દરમિયાન પોલીસની તપાસમાં બ્લાસ્ટમાં નવો વળાંક સામે આવ્યો હતો. જેમાં પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાનું ખુલતા જ પોલીસે પ્રેમિકાના પતિ જયંતિ વણજારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બૉમ્બ બ્લાસ્ટમાં મારનારા જીતુ વણઝારાને જયંતી બાલુસિંહ વણઝારાની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતની આરોપી જયંતી વણઝારાને ખબર પડતા તેણે બદલો લેવાનું નક્કી કર્યું હતું. બદલો લેવાની વાતમાં તેણે ખતરનાક પ્લાન બનાવી જીલેટીન વેચનાર રાજસ્થાની પાસેથી જીલેટીન ખરીદી હતી. અને તેની પાસેથી રેડીયો જેવું સાધન બનાવી બ્લાસ્ટ કરવાનું શીખ્યા બાદ ઘરે લાવી જીલેટીન અને ડીનોટરની રેડિયો જેવુ ઇલેક્ટ્રિક ચીજવસ્તુ બનાવી તેને પાર્સલમાં પેક કરી પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ તેને એક્ટિવા ચાલકની મદદથી વડાલી પોલીસ સ્ટેશન નજીક રિક્ષાચાલકને પાર્સલ આપી જીતું વણઝારાના ઘરે મોકલી આપ્યું હતું.
ઘરે પાર્સલ આવતા પાર્સલ રેડિયો જેવું દેખાતા અને વાયર સાથે પ્લેગ જોવા મળતાં પ્લેગ સ્વિચ બોર્ડના પ્લેગમાં લગાવતાની સાથે ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જેમાં જીતુ વણઝારા અને તેની પુત્રીનું મોત નીપજ્યું હતું.
સાબરકાંઠા પોલીસની વિવિધ ટીમ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી જીતુ વણઝારાના ઘરે પાર્સલની ડીલેવરી કરવા આવેલ રીક્ષા ચાલકને શોધી લીધો હતો. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતા એક્ટિવા પર આવેલા શખ્સની પાર્સલ આપી ગયો હોવાનું જણાવતા પોલીસે એક્ટિવા ચાલકની ઓળખ કરી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.