Breaking : ભુજમાં ધોળે દિવસે જાહેર માર્ગમાં કોઈ લાશ ફેંકી ભાગી ગયું...

છકડામાં આવીને કોઈ લાશ મૂકી જતા ચકચાર

Breaking : ભુજમાં ધોળે દિવસે જાહેર માર્ગમાં કોઈ લાશ ફેંકી ભાગી ગયું...

WND Network.Bhuj (Kutch) : કચ્છના પાટનગર ભુજમાં શુક્રવારે જાહેર માર્ગ ઉપર કોઈ લાશ ફેંકી ભાગી જતા ચકચાર મચી ગઈ છે. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ગેટ નંબર બે ની બરાબર સામે છકડામાં આવીને કોઈ અજાણ્યા વ્યક્તિ લાશ ફેંકી જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

ધોળે દિવસે જાહેર માર્ગ ઉપર લાશ ફેંકવાની ખબર પડતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને જે જગ્યા લાશ ફેંકવામાં આવી હતી ત્યાં ઉભેલા ફેરિયાઓની પૂછપરછ કરી હતી. આ લખાય છે ત્યાં સુધી લાશ કોની છે તેમજ તે કોણ અને કયા સંજોગોમાં ફેંકી ગયું એ મામલો રહસ્યમય બની ગયો છે