ઈન્દિરા ગાંધીના પડછાયા જેવા હતા આર.કે. ધવન, જાણો એમની કેટલી રોચક વાતો...

તે હંમેશા સફેદ રંગના કપડા પહેરતા હતા પરંતુ ધવન બુટ હંમેશા કાળા પહેરતા હતા. ઇન્દિરા ગાંધી સુઈ ન જાય ત્યાં સુધી તેઓ સાથે રહેતા. તેમનું પોતાનું અંગત જીવન નહોતું.

ઈન્દિરા ગાંધીના પડછાયા જેવા હતા આર.કે. ધવન, જાણો એમની કેટલી રોચક વાતો...

WND Network.Delhi : નેહરુ-ગાંધી પરિવાર પ્રત્યે ભાગ્યે જ કોઈ આર.કે.ધવન જેટલા વફાદાર રહ્યા હશે. રાજીન્દર કુમાર ધવન કરતા આર.કે. ધવન નામથી વધુ જાણીતા ધવનની સ્ટાઈલ એવી હતી કે, ઈન્દિરા ગાંધીને મળવા ઈચ્છતા મોટા મોટા નેતાઓ અને ભારતના અમીરો-ઉદ્યોગપતિઓ ધવનને, ધવન સાહેબ કહીને બોલાવતા હતા. તાજેતરમાં પ્રકાશિત પુસ્તક 'લીડર્સ, પોલિટિશિયન્સ, સિટિઝન્સ ફિફ્ટી ફિગર્સ હુ ઈન્ફ્લુએન્સ્ડ ઈન્ડિયન પોલિટિક્સ'ના લેખક રશીદ કિડવાઈએ લખ્યું છે કે, 'ધવન 70ના દાયકામાં હરકરે તરીકે પ્રખ્યાત થયા હતા. ઈન્દિરા ગાંધી તેમના મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને પાર્ટીના વડાઓ સાથે સીધી વાત કરી કરવામાં માનતા ન હતા. ઈન્દીરાને જે પણ સૂચનાઓ પહોંચાડવાની હતી અથવા તેને સારા કે ખરાબ સમાચાર આપવાના હતા, તે ધવન દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા. જેનો સીધો અર્થ એવો નીકળતો હતો કે, ખરાબ કે ભૂલ માટે ઇન્દિરા પોતે નહિ પરંતુ ધવન તેની જવાબદારી લેશે.' ધવને તેમના ઇન્દિરા ગાંધી સાથેના સમયગાળામાં 21 વર્ષમાં એક પણ રજા નહોતી લીધી. 

કેથરિન ફ્રેન્ક જેમણે ઈન્દિરા ગાંધીની આત્મકથા લખી છે, તે તેમના પુસ્તકમાં લખે છે, 'ધવનના વાળ કાળા હતા. તે પોતાના વાળમાં તેલ નાખતા અને ખુબ જ કાળજીપુર્વક કાંસકો ફેરવતા હતા. તેના ચહેરા પર હંમેશા કોલગેટ સ્મિત રહેતું હતું. તે હંમેશા સફેદ કપડા પહેરતા હતા પરંતુ તેમના બટ હંમેશા કાળા જ હતા. તેઓ તેમના જીવનના અંત સુધી અપરિણીત રહ્યા અને એક ઘટનાને પગલે તેમણે લગ્ન કાર્ય હતા. તેમનું પોતાનું કોઈ અંગત જીવન નહોતું. જનાર્દન ઠાકુર, જેમણે ઈન્દિરા ગાંધી પર પુસ્તક 'ઓલ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ મેન' લખ્યું છે, તેઓ પણ લખે છે કે, ધવને પોતે મને કહ્યું હતું કે, તે સવારે 8 વાગ્યાથી ઈન્દિરા સૂઈ જાય ત્યાં સુધી તેમની સાથે રહેતો હતો. આ તેમનો નિત્યક્રમ હતો. વર્ષ 1963થી જ્યારે તેમણે ઈન્દિરા ગાંધી માટે કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી તેમણે ક્યારેય એક દિવસની રજા લીધી ન હતી.પ્રવાસ કે વિદેશ જતી વખતે ધવન હંમેશા પડછાયાની જેમ ઇન્દિરા ગાંધીની સાથે રહેતા હતા. આર.કે.ધવન વિશે એવું માનવામાં હતું કે, તે રાજકીય નિમણૂકથી લઈને વિદેશ નીતિ સુધી દરેક વિષય પર ઈન્દિરા ગાંધીને સલાહ આપતા હતા. કેટલાક લોકો એવું પણ કહેતા હતા કે ઈન્દિરા ગાંધી પછી તેઓ દેશ ચલાવતા હતા. આર.કે.ધવનની તે વખતની બ્યુરોક્રેસી ઉપર એટલી અસર હતી કે, જ્યારે ધવનનો ફોન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર કિશન ચંદને આવતો ત્યારે તેઓ ઊભા થઈને ફોન પર વાત કરતા.

ઈન્દિરા ગાંધી અંગે પુસ્તક લખનારા અન્ય એક લેખક પ્રણય ગુપ્તેએ પણ તેમની બુક 'મધર ઈન્ડિયા એ પોલિટિકલ બાયોગ્રાફી ઑફ ઈન્દિરા'માં લખ્યું છે કે,ધવનનો જન્મ ચાયોતમાં થયો હતો, જે આજે પાકિસ્તાનમાં છે. 1947માં તેઓ અને તેમનો પરિવાર શરણાર્થીઓ તરીકે દિલ્હી આવ્યા હતા. ધવને સ્ટેનોગ્રાફર તરીકે ઑલ ઈન્ડિયા રેડિયોમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ વધુમાં લખે છે કે, "જ્યારે ઈન્દિરા ગાંધીને 1962ના ન્યૂયોર્ક વર્લ્ડ ફેરમાં ભારતીય બૂથના વડા બનાવવામાં આવ્યા હતા, ત્યારે ધવને તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે ઈન્દિરા ગાંધી માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા હતા, ત્યારે ધવન તેમની સાથે રહ્યા હતા. તે સમયગાળા દરમિયાનના દિગ્ગજ નેતાઓને હેન્ડલ કરવામાં ધવન ઈન્દિરા ગાંધીનું શસ્ત્ર માનવામાં આવતું હતું.બાદમાં, ધવને રાજીવ ગાંધી અને નરસિમ્હા રાવ માટે પણ સમાન ભૂમિકા ભજવી હતી, જેઓ 1991માં વડાપ્રધાન બન્યા હતા.

ઈન્દિરા વિરુદ્ધ જુબાની આપવાનો ધવને ઈન્કાર કરેલો :- કોંગ્રેસના નેતા નટવર સિંહ એવું માનતા હતા કે, ઈન્દિરા પ્રત્યે ધવનની વફાદારી જબરજસ્ત હતી. ઈન્દિરાએ પણ અન્ય તમામ લાયકાતોમાં વ્યક્તિગત વફાદારીને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું હતું. જેને લીધે જયારે ઈન્દિરા ચૂંટણી હારી ત્યારે આર.કે. ધવનની ધરપકડ પણ કરવામાં આવી હતી.એક ઈન્ટરવ્યુમાં ધવને પોતે કહ્યું હતું કે, "ચરણ સિંહ એવું ઇચ્છતા હતા કે, હું ઇન્દિરા વિરુદ્ધ શાહ કમિશનમાં જુબાની આપું. નહીં તો મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધવને ત્યારે બધી સમસ્યાઓનો સામનો કરવા તૈયાર છું એમ કહીને ઇન્દિરા ગાંધી વિરુદ્ધ જુબાની આપવાનો સાફ ઇન્કાર કર્યો હતો.

ઈન્દિરા ગાંધીના અવસાન બાદ ધવન એકલા પડી ગયા હતા:- લેખક રશીદ કિડવાઈ તેમની પુસ્તકમાં લખ્યું છે કે, જ્યારે ઈન્દિરા ગાંધી પર તેમના બે સિક્યોરિટીએ ગોળીબાર કર્યો હતો ધવન ઈન્દિરા પાછળ બે ડગલાં ચાલી રહ્યા હતા. એક જગ્યાએ તો એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ઇન્દિરા ઉપર ગોળી ચલાવનાર તેમના સિકયોરોટી ગાર્ડ બિઅંત સિંહે અને સતવંત સિંહને એવી સૂચના મળી હતી કે ધવનને ગોળી લાગવી જોઈએ નહીં. ઠક્કર કમિશનનો રિપોર્ટ રજૂ થાય તે પહેલાજ તેના કેટલાક ભાગો ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાય ત્યારે આ રિપોર્ટમાં ધવન પર શંકાની સોય તાકી દેવામાં આવી હતી. અને તત્કાલીન વડાપ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષ રાજીવ ગાંધીએ આર.કે. ધવનને તેમનાથી દૂર કરી દીધા હતા ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછી ધવન એક રીતે સાવ એકલા પડી ગયા હતા. 

રશીદ કિડવાઈ લખે છે કે, જયારે 15 મે, 1998ના રોજ પી.એ. સંગમાએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શરદ પવારના સમર્થનથી સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે પ્રણવ મુખર્જી, મનમોહન સિંહ, અર્જુન સિંહ અને ગુલામ સિંહ વગેરે જેવા ટોચના કોંગ્રેસના નેતાઓ હાજર હતા અને તેમનું ભાષણ સાંભળતા રહ્યા. ત્યારે આર.કે. ધવન જ એવા એકમાત્ર વ્યક્તિ હતા જેમણે સંગમાને તેમના ભાષણની વચ્ચે જ અટકાવ્યા અને કહ્યું હતું કે, 'તમે શું બકવાસ કરી રહ્યા છો?' અને પછી સોનિયા તરફ ફરીને તેમણે કહેલું કે, 'મૅમ, તમે એકલા નથી. આ લડાઈમાં. અમે બધા તમારી સાથે છીએ'. અને ત્યારે સોનિયા ગાંધી ધવનની આ વાતથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેઓ એ જોઈને ચોંકી ગયા હતા કે, જે વાત માધવરાવ સિંધિયા, પ્રણવ મુખર્જી કે  અંબિકા સોની ન કરી શક્યા તે વાત જાહેરમાં ધવને કરી હતી. 

અને એટલે 74 વર્ષની ઉંમરે ધવને લગ્ન કર્યા :- લગભગ આખી જિંદગી અપરિણીત રહ્યા પછી, ધવને 74 વર્ષની ઉંમરે 2011માં 59 વર્ષીના અચલા મોહન સાથે લગ્ન કર્યા. ધવન અને અચલા મોહન 70ના દાયકાથી એકબીજાને ઓળખતા હતા. ઈન્ડિયન એક્સપ્રેસના પત્રકાર રિતુ સરીનને આપેલા ઈન્ટરવ્યુમાં ધવને અચલા સાથે લગ્ન કરવાનું કારણ જણાવ્યું હતું. એકવાર જ્યારે તેમને ખૂબ જ વાયરલ તાવ આવ્યો, ત્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાના હતા. અચલાએ તેમની ખૂબ કાળજી લીધી પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓએ આગ્રહ કર્યો કે, નજીકના સંબંધીએ જ સારવાર માટે સંમતિ ફોર્મ પર સહી કરવી પડશે.ત્યારે ધવનને ખૂબ જ ખરાબ લાગ્યું કે, તેનું આટલું ધ્યાન રાખવા છતાં અચલા તે ફોર્મ પર સહી કરી શકી નહિ. અને એટલે જ તેમણે તે જ દિવસે સંબંધને ઔપચારિક બનાવવાનું નક્કી કરીને લગ્ન કાર્ય હતા. આર.કે.ધવનનું 6 ઓગસ્ટ, 2018ના રોજ દિલ્હી ખાતે અવસાન થયું હતું.