Delhi High Court Justice Verma controversy : 'હમ તો ડૂબેંગે સનમ...' નોટોની આગમાં સપડાયેલા જસ્ટિસ વર્માએ નેતાઓને ચીમકી આપી ? વર્માનાં કનેક્શન સત્તાપક્ષ ભાજપના નેતાઓ સાથે હોવાની ચર્ચા
રાજ્યસભાના ચેરપર્સન અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ મુદ્દે તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી હતી અને ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા પણ આ મુદ્દે તમામ રાજકીય પક્ષોના વડાઓને મળ્યા હતા

WND Network.New Delhi : દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળેલી કરોડ રૂપિયાની કરોડો રૂપિયાની બળેલી રોકડના મુદ્દે રોજ એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યા છે તેવામાં વર્માના સત્તાપક્ષ ભાજપના નેતાઓ સાથેના કનેક્શનની ભારે ચર્ચા થઇ રહી છે. કરોડ રૂપિયાની રોકડ ક્યાંથી આવી એ સવાલનો જવાબ સુપ્રીમ કોર્ટે રચેલી તપાસ સમિતી નથી શોધી શકી. દિલ્હી પોલીસ પણ આ કેસમાં ભીનું સંકેલવામાં લાગી હોવાની અફવા વચ્ચે છે એલન મસ્કના એઆઈ હેન્ડલ ગ્રોકની એન્ટ્રી પણ લોકોને મોજ કરાવી રહી છે. દરમિયાન જસ્ટિસ વર્માએ સત્તાપક્ષ ભાજપના નેતાઓને ચીમકી આપી હોવાની પણ વાત બહાર આવી છે. સૂત્રોનો દાવો છે કે, જસ્ટિસ વર્મા પોતે ડૂબશે તો નેતાઓને ઉઘાડા પાડીને તેમને પણ સાથે લઈને ડૂબશે એવી ધમકી આપતાં રાજકારણીઓ દોડતા થઈ ગયા છે. જસ્ટિસ વર્માનો કેસ ભારતના રાજકારણ માટે, ખાસ કરીને ભાજપ માટે મોટી ગુંચવણ બની ગયો છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ મુદ્દે તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી હતી. એ પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા આ પણ મુદ્દે તમામ રાજકીય પક્ષોના વડાઓને મળી ચુક્યા છે. આ બેઠકમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોની નિમણૂક મુદ્દે ચર્ચા થઇ હોવાની વાતો વચ્ચે સૂત્રોનો દાવો છે કે, જસ્ટિસ વર્માનાં કનેક્શન ઘણા નેતાઓ સાથે પણ છે. જસ્ટિસ વર્મા પોતે ડૂબશે તો નેતાઓને ઉઘાડા પાડીને તેમને પણ સાથે લઈને ડૂબશે એવી ચીમકી આપતાં ભારતના રાજકારણ ઉપરાંત નાયતંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે.
એરટેલને 5400 કરોડનો ફાયદો કરાવતા ચુકાદા માટે જસ્ટિસ વર્માને કરોડોની લાંચની વાતથી પણ વિવાદ : સમગ્ર મામલે અવનવા ખુલાસો વચ્ચે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી મળેલી કરોડ રૂપિયાની રોકડ ક્યાંથી આવી એ સવાલનો જવાબ સુપ્રીમ કોર્ટે રચેલી તપાસ સમિતી નથી શોધી શકી. દિલ્હી પોલીસ તો આ કેસમાં ભીનું સંકેલવામાં જ લાગી છે ત્યારે એલન મસ્કના એઆઈ હેન્ડલ ગ્રોકની આ કેસમાં એન્ટ્રી થઈ છે. ગ્રોકે જવાબ આપ્યો છે કે, જસ્ટિસ વર્માને ત્યાંથી મળેલી રકમ ભારતી એરટેલ તરફથી મળેલી લાંચની રકમ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ વર્માએ દેશની ટોચની ટેલીકોમ કંપની ભારતી એરટેલને 5400 કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો હતો. તેના બદલામાં તેમને 15 કરોડ રૂપિયાની લાંચ મળી હોવાનું કહેવાય છે. અલબત્ત આ મુદ્દે હાલમાં પણ કોઈ નક્કર તથ્યો સામે આવ્યા નથી.