Operation Sindoor PM Address to Nation : આજે રાતે આઠ વાગે વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રને સંબોધન, વિપક્ષના સંસદના ખાસ સત્રની માંગણી સામે રાષ્ટ્રજોગ સંબોધન કે આગામી રણનીતિનો ખુલાસો ?

શું PM મોદી 22મી એપ્રિલના પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પછીની ઘટનાઓ અંગે માત્ર બ્રીફ કરવા આવી રહ્યા છે ? અમેરિકાની ભૂમિકા અંગે ખુલાસો કરશે કે કેમ તે અંગે પણ ચાલી રહેલી અટકળો

Operation Sindoor PM Address to Nation : આજે રાતે આઠ વાગે વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રને સંબોધન, વિપક્ષના સંસદના ખાસ સત્રની માંગણી સામે રાષ્ટ્રજોગ સંબોધન કે આગામી રણનીતિનો ખુલાસો ?

WND Network.New Delhi : વીસ દિવસ પહેલા કાશ્મીરના પહલગામની આતંકી ઘટના (The 2025 Pahalgam attack)અને ત્યારબાદ શરુ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર (Operation Sindoor) પછી આજે રાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) પહેલી વખત રાષ્ટ્રને સંબોધિત કરવા માટે આવી રહ્યા છે. બંને દેશ વચ્ચે ચાલી રહેલા તણાવ અને ઓપરેશન સિંદૂર ઉપરાંત અમેરિકાની મધ્યસ્થીની વાત તથા યુદ્ધવિરામ - સીઝફાયરની જાહેરાત પછી વડાપ્રધાન મોદીભાઈની ઓફિશ્યલી યુ-ટ્યુબ ચેનલ ઉપર તેમના રાષ્ટ્રના સંબોધનની જાહેરાત કરવામાં આવી છે. જેને સમાચાર એજન્સી ANI અને PTI એ પણ ફ્લેશ ન્યૂઝ તરીકે પ્રકાશિત કર્યા છે. દેશનાં લોકો અટકળો લગાવી રહ્યા છે કે, પીએમ મોદી ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે કોઈ નવી વાત કરવા જઈ રહ્યા છે કે પછી વિદેશ મંત્રાલયની નિયમિત પ્રેસવાર્તાની જેમ બ્રીફ કરવાના છે. સીઝ ફાયર બાદ લોકોમાં અનેક પ્રશ્નો થઈ રહ્યા છે અને વિપક્ષ પણ સવાલ કરી રહ્યો છે તેવામાં PMની રાષ્ટ્રને સંબોધિત કરવાની વાતે લોકોમાં પણ રોમાંચ જોવા મળી રહ્યો છે. 

પીએમ મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની જાહેરાત પહેલા આજે આજે બપોરે ભારતીય સેનાની ત્રણેય પાંખના ડીજીઓએ ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા તુર્કીયે ડ્રોન અને ચીનની મિસાઇલોને નષ્ટ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ વડાપ્રધાન મોદીનું આ પ્રથમ જાહેર સંબોધન છે.

ભારત પાકિસ્તાનના વણસેલા સંબધો અને યુદ્ધ જેવી સ્થિતિમાં વડપ્રધાન મોદી સતત મુલાકત-મિટિંગ કરી રહ્યા છે. એટલે સંભવ છે કે, એમણે જે કહયું કે કર્યું હોય તેની વિગતો પણ આપી શકે છે.  

અમેરિકાની ભૂમિકા અંગે બોલશે કે નહીં ? : સીઝફાયરની જાહેરાત અને અમેરિકાની ભૂમિકા અંગે વિપક્ષ દ્વારા ભારત સરકારને પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે. તેવામાં અમેરિકાની ભૂમિકા અંગે મોદીભાઈ પ્રકાશ પાડશે કે માત્ર વન વે કોમ્યુનિકેશન કરીને ચાલ્યા જશે તે અંગે પણ અટકળો ચાલી રહી છે. 

બીજી તરફ સીઝફાયરની જાહેરાત બાદ સોસીયલ મીડિયામાં ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયીના જુના વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે, તેમણે પાકિસ્તાન સાથેના તંગ સંબંધો વખતે કેવી પ્રતિક્રિયા આપી હતી.