રાહુલ ગાંધીની EDની પૂછપરછ પર પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાઢરાનો હુંકાર, 'સત્યની જીત થશે'

રાહુલ ગાંધી તમામ આરોપોમાંથી મુક્ત થઈ જશે. તેણે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

રાહુલ ગાંધીની EDની પૂછપરછ પર પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાઢરાનો હુંકાર, 'સત્યની જીત થશે'

વેબ ન્યૂઝ દુનિયા.નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાહુલ ગાંધી તમામ આરોપોમાંથી મુક્ત થઈ જશે. તેણે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. ફેસબુક પોસ્ટમાં તેણે લખ્યું છે કે તે પોતે 15 વખત ED સમક્ષ હાજર થયો છે અને તમામ સવાલોના જવાબ આપ્યા છે.

રોબર્ટ વાડ્રાએ ફેસબુક ઉપર લખ્યું છે કે, મેં પ્રવર્તન નિર્દેશાલય(ED)ને 23 હજારથી વધુ દસ્તાવેજો આપ્યા છે, જેમાં મારી પહેલી કમાણીથી માંડીને અત્યાર સુધીની તમામ વિગત છે. હું માનું છું કે સત્યનો વિજય થશે. તેમણે વર્તમાન સરકાર પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે હેરાન કરવાનો તેમનો પ્રયાસ સફળ નહીં થાય. રોબર્ટ વાડ્રાએ વધુમાં લખ્યું છે કે, હાલની ભાજપની સરકાર દેશના લોકોને આવી રીતે હેરાન કરીને દબાવી શકશે નહીં. સરકારની આવી કાર્યવાહીથી એ વધારે મજબૂત થઈને બહાર આવીશું. ઉલ્લેખનીય છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોની વિરોધ માર્ચ સાથે રાહુલ ગાંધી ED ઓફિસ પહોંચ્યા છે. પ્રિયંકા ગાંધી પણ વિરોધ કૂચમાં તેમની સાથે હતા.