બાંગલાદેશને વિજળી આપવાના અદાણીનાં પાવર પ્લાન્ટમાંથી હવે ભારતને વીજળી મળશે, અદાણીને ફાયદો કરાવી આપવા મોદી સરકારે ગાઈડ લાઈનમાં ફેરફાર કર્યો ?

વિપક્ષના નેતા જયરામ રમેશનો દાવો, અદાણીને ફાયદો કરાવી આપવા પાવર એક્સપોર્ટના નિયમમાં કેન્દ્રની મોદી સરકારે ઉર્જા મંત્રાલયના ઇન્ટરનલ મેમો દ્વારા સુધારા કરવામાં આવ્યા છે !

બાંગલાદેશને વિજળી આપવાના અદાણીનાં પાવર પ્લાન્ટમાંથી હવે ભારતને વીજળી મળશે, અદાણીને ફાયદો કરાવી આપવા મોદી સરકારે ગાઈડ લાઈનમાં ફેરફાર કર્યો ?

WND Network.New Delhi : ન્યૂઝ રિપોર્ટનું હેડિંગ વાંચીને પ્રથમ દ્રષ્ટિએ તમને કદાચ એમ થશે કે, બાંગલાદેશને વીજળી આપવાના પાવર પ્લાન્ટમાંથી આપણાં દેશ ભારતને વીજળી મળે તો એમાં ખોટું શું છે ? તમારું વિચારવાનું સાચું છે. પરંતુ એ સમજતા કે માનતા પહેલા બે ઘટનાક્રમ ઉપર નજર નાખવી જરૂરી છે.  પહેલી ઘટના નવેમ્બર, 2017માં બને છે, જેમાં અદાણી પાવર (Adani Power) દ્વારા આપણા પાડોશી દેશ બાંગલાદેશ (Bangladesh Power Development Board - BPDB) સાથે એક કરાર કરવામાં આવે છે. આ કરાર હેઠળ અદાણી પાવરે આપણા દેશના ઝારખંડ રાજ્યમાંના ગોડ્ડા નામના સ્થળે ઉભા કરવામાં આવેલા તેના કોલસા આધારિત પ્લાન્ટમાંથી બાંગલાદેશને 1600 મેગાવોટ વીજળી આપવાનો નક્કી થાય છે. પાવર ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ઉદેશ્યથી અહીં ઉત્પન્ન થતી વીજળી જે તે દેશને આપવાનો નિયમ ખુદ મોદી સરકારે વર્ષ 2018માં બનાવેલો હતો. અહીં સુધી બધુ બરાબર હતું. પરંતુ હવે બાંગલાદેશમાં સત્તા પરિવર્તન થયું છે એટલે નવી સરકાર 25 વર્ષ માટેનો આ કાયદો માનશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. બસ અહીંથી શરુ થાય છે માનીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ફાયદો કરી આપવાનો ખેલ. વિપક્ષના નેતા જયરામ રમેશે જયારે આખી વાતનો ભાંડો ફોડ્યો ત્યારે ખબર પડી કે, પાવર એક્સપોર્ટના નિયમમાં કેન્દ્રની મોદી સરકારે 12મી ઓગસ્ટના એક ઇન્ટરનલ  મેમો દ્વારા તેમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફાર બાદ અદાણી પાવર હવે ગોડ્ડા નામના સ્થળે ઉભા કરવામાં આવેલા તેના કોલસા આધારિત પ્લાન્ટમાંથી ભારતમાં પણ વીજળી પુરી પાડી શકશે, જે પહેલા માત્ર બાંગલાદેશને આપવાની હતી.  હજુ પણ કેટલાક ને એમ થશે કે, બાંગલાદેશને આપવાની વીજળી આપણા દેશને મળે એમાં વિપક્ષને કેમ પેટમાં દુખે છે ? તો આવા લોકોને ખબર હોવી જોઈએ કે, બાંગલાદેશમાં હવે સત્તા પરિવર્તન થયું છે. બાંગલાદેશમાં હાલ કે ભવિષ્યમાં પણ અદાણીને વીજળી પૂરતી કરવા માટે મુશ્કેલી છે એટલે અદાણીની આ મુશ્કેલીને અવસરમાં પલટવા માટે કેન્દ્રની મોદી ભાઈની સરકારે રાતોરાત તેમની જ ગાઈડલાઇનમાં ફેરફાર કર્યા છે.

અદાણી પાવરનો આ પ્લાન્ટ ઝારખંડ રાજ્યના ગોડ્ડા ખાતે આવેલો છે. તેની ક્ષમતા 1,600 મેગાવોટ છે. એક વર્ષથી તમામ વીજળી બાંગલાદેશને આપવામાં આવી રહી હતી. અત્યાર સુધી ભારતના અન્ય ભાગમાં કે ઝારખંડમાં અદાણીની આ વીજળી વિજળી આપવામાં આવતી ન હતી. કારણ કે, વીજળી આયાત-નિકાસની ગાઈડ લાઈન મુજબ બાંગલાદેશને જ વીજળી આપવી પડે તેમ હતું. એટલે તેમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે વીજળી નિકાસના નિયમોમાં ફેરફાર કર્યો છે.

અદાણી પાવર હવે ભારતમાં પણ આ પ્લાન્ટમાંથી વીજળી વેચી શકશે. આ ફેરફાર 12 ઓગસ્ટે જારી કરાયેલા આંતરિક મેમો દ્વારા કરવામાં આવ્યો હતો. 2018ની માર્ગદર્શિકામાં સુધારો કરીને અદાણીને મોદીએ ફાયદો કરાવી આપ્યો છે. ભારત સરકાર આવા જનરેટીંગ સ્ટેશનોને ભારતીય ગ્રીડ સાથે જોડવાની મંજૂરી આપી છે. આ પરિવર્તન એવા સમયે થયું છે જ્યારે પાડોશી દેશ રાજકીય અસ્થિરતા સામે ઝઝૂમી રહ્યો છે. તાજેતરના હિંસક વિરોધને પગલે શેખ હસીનાએ દેશ છોડીને ભારતમાં આશરો લેવો પડ્યો હતો.

બાંગલાદેશમાં વિરોધ વધતા અદાણીને અદાણી પાવરના કરારને મુશ્કેલી : બાંગલાદેશમાં સરકાર બદલાતા અદાણીનો વિરોધ વધ્યો હતો. તેથી રાતોરાત ભારત સરકારે તેની ગાઈડ લાઈનમાં અદાણીને ફાયદો થાય તેવા ફેરફાર કર્યા હોવાનું વિપક્ષી નેતા જયરામ રમેશ કહી રહયા છે.  બાંગ્લાદેશની સરકાર દ્વારા હસ્તાક્ષર કરાયેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટ લીક થયો હતો. જેમાં બાંગલાદેશે અદાણીને શિપિંગ અને ઉપરાંત પાવરની જરૂર ન હોવા છતાં ક્ષમતા અને જાળવણી ચાર્જ તરીકે દર વર્ષે લગભગ US$450 મિલિયન ચૂકવવાના થતાં હતા. ટ્રાન્સમિશન ખર્ચ. સોલાર પ્રોજેક્ટની કિંમત કરતાં બાંગ્લાદેશને પાંચ ગણી ઉર્જાનો ખર્ચ થતો હતો. વળી જાણકારોનું માનવું છે કે, શેખ હસીના સરકાર અને અદાણી વચ્ચેનો આ કરાર એક તરફી, એટલે કે અદાણીની ફેવરમાં હતો. જે બાંગલાદેશને નુકસાન કરનારા હતા. અદાણી કરારનો ભંગ કરે તો પણ બાંગ્લાદેશે કરારનું પાલન કરવાનું હતું. અદાણીને કર મુક્તિ મળી હતી. પણ અદાણીને તો ભારતની કર મુક્તિનો ફાયદો આપવાના બદલે તેની વસૂલાત અદાણી કરવાનું હતું. આમ લાભ ભારતે આપ્યો તે અદાણીને મળવાનો હતો.

25 વર્ષના આ કરાર થકી $1 બિલિયનથી વધુની બચત કરવાની મંજૂરી આપે છે. 16 ડિસેમ્બર, 2022થી બાંગ્લાદેશને વીજળીનો પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશના પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં 5 એપ્રિલે કોમર્શિયલ ઓપરેશન ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો. વીજ પુરવઠાની ટ્રાયલ ચાર મહિનાથી વધુ સમય સુધી ચાલુ રહી હતી. તો એકાએક મોદી સરકારે અદાણીની તરફેણમાં કેમ નિર્ણય લીધો તે એક મોટો સવાલ છે.

બાંગ્લાદેશ લગભગ 6 રૂપિયા (8 યુ.એસ. સેન્ટ્સ) વીજળીના આપવાનું હતું : 25 ફેબ્રુઆરી, 2019ના રોજ મોદી સરકારે આ પ્લાન્ટને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો દરજ્જો આપ્યો હતો. SEZ સ્ટેટસને સક્ષમ કરવા માટે, સરકારે 2016ની માર્ગદર્શિકામાં સુધારો કરવો પડ્યો હતો જેમાં SEZની અંદર એકલ પાવર પ્રોજેક્ટની સ્થાપના પર પ્રતિબંધ હતો. લાભો મેળવવા માટે ભારતમાં પ્રથમ પ્રોજેક્ટ હતો. ડ્યુટી-માફી, કર મુક્તિ અને ઝડપી મંજૂરીઓ મોદીએ આપી હતી. SEZ માં ઉત્પન્ન થતી તમામ વીજળીની નિકાસ કરવાની હતી.

ભારતમાં અદાણીના આ પ્લાન્ટ સામે વિરોધ થયેલો : વહીવટીતંત્ર સામે સતત રેલીઓ કરવા છતાં હજારો લોકોએ તેમની જમીનો અદાણીના આ પ્લાન્ટને લીધે ગુમાવી દીધી છે. વિસ્થાપિતોની ઈચ્છા વિરુદ્ધ 40 પરિવારોની 50 એકર જમીન બળપૂર્વક હસ્તગત કરવામાં આવી હતી. ડિસેમ્બર 2018માં અદાણીએ પ્લાન્ટ માટેના વૃક્ષો ઉખેડવાની શરૂઆત કરી હતી. પોલીસ દ્વારા તેનું રક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકો પર હુમલા અને હેરાનગતિન થઈ હોવા છતાં મીડિયામાં હિંસા ભાગ્યે જ આવરી લેવામાં આવી હતી. સ્થાનિક આવૃત્તિઓ હિંસા અંગે નાના અહેવાલ આપ્યા હતા. કોર્ટ કેસમાં અદાણી વતી રાજ્ય સરકાર દ્વારા વિકાસ માટે જમીનના બળજબરીથી કબજો લેવાને પણ પડકારવામાં આવ્યો છે. ભારતીય કાયદા હેઠળ, જો પ્રોજેક્ટ "જાહેર હેતુ" માટે હોય તો જ સરકાર ખાનગી કંપની માટે જમીન સંપાદન કરી શકે છે. પણ અદાણીનો પ્રોજેક્ટ તો ખાનગી છે. બીજી તરફ કંપનીનો દાવો છે કે, તે તમામ શરતોનું પાલન કરી રહી છે. પરંતુ ધારાસભ્ય પ્રદીપ યાદવ તેને ખોટા ગણાવી રહ્યા છે. તેઓ આક્ષેપ કરે છે કે, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલયના 11 નવેમ્બર 2020 ના પત્ર મુજબ, થર્મલ પાવર પ્લાન્ટે કોલસાના સ્ત્રોત અંગે પારદર્શિતા જાળવવી પડશે. જો આમાં કોઈ ફેરફાર થાય છે, તો તેની માહિતી તાત્કાલિક મંત્રાલય સાથે શેર કરવાની રહેશે, જેથી પર્યાવરણીય મંજૂરીનું નવીકરણ સમયસર થઈ શકે. આ અંતર્ગત કોલસાના સ્ત્રોતનું સ્થાન, સૂચિત જથ્થો અને ગુણવત્તા, પાવર પ્લાન્ટથી સ્ત્રોતનું અંતર અને કોલસાના પરિવહનના માધ્યમોનો ઉલ્લેખ કરવો જરૂરી છે.