Fact Check : શાહ સાહેબ, સત્યપાલ મલિક જયારે રાજ્યપાલ હતા ત્યારે પુલવામા હુમલામાં સરકારની નિષ્ફળતા અંગે બોલ્યા હતા...
'ધ વાયર'એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એ દાવાની પોલ ખોલી જેમાં તેમણે કહ્યું હતું કે, સત્યપાલ મલિક જયારે રાજ્યપાલ હતા ત્યારે ચૂપ હતા
WND Network.New Delhi : જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક જયારે અમારી સાથે હતા ત્યારે પુલવામા હુમલા વખતે કેમ ચૂપ હતા ? અને હવે તેમનો અંતર આત્મા કેમ જાગ્યો છે ? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આ નિવેદન બાદ વિવાદ વધુ વકર્યો છે. કારણ કે,મલિક જયારે ગવર્નર હતા ત્યારે પણ સમયાંતરે મોદી સરકારની ટીકા કરતા રહ્યા છે. અને પુલવામા હુમલા વખતે તો તેમણે તરત કહ્યં હતું કે, આ સરકારના ઇન્ટેલિજન્સ વિભાગની નિષ્ફળતા છે. મલિકના આક્ષેપ અને ત્યારબાદ અમિત શાહના જવાબ આ અંગે 'ધ વાયર' દ્વારા એક વિસ્તૃત રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમિત શાહનું કહેવું ખોટું છે કે, મલિક ત્યારે ચૂપ હતા.
કાશ્મીર સહીત અલગ અલગ રાજ્યોમાં ગવર્નર તરીકે રહી ચૂકેલા મલિક દ્વારા પુલવામા હુમલા સહિતના વિવિધ મુદ્દાઓ ઉપર કેન્દ્ર સરકાર, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કરવામાં આવેલા પ્રશ્ન પછી આ વિવાદમાં મેન સ્ટ્રીમ મીડિયાને બાદ કરતા સોસીયલ મીડિયામાં ખાસ્સો એવો ચર્ચામાં રહ્યો છે.
ભાજપના મોટાભાગના નેતાઓ મલિકના વિવાદથી પોતાને દૂર રાખી રહયા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ અંગે એક ચેનલ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે રાજ્યપાલ તરીકેના કાર્યકાળ બાદની સક્રિયતા અંગે સવાલો કર્યા હતા. 'ધ વાયર' દ્વારા આ અંગે પબ્લિક ડોમેનમાં રહેલા કેટલાક તથ્યોને બહાર લાવી દાવો કર્યો છે, રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિકે 15મી ફેબ્રુઆરીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, પુલવામાના આતંકી હુમલામાં 40 જવાનોની શહાદત એ ઇન્ટેલિન્સ વિભાગની નિષ્ફળતા છે.
બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઇકની આડમાં મલિકનો ગુપ્તચર વિભાગની નિષ્ફળતાની વાત મીડિયામાં દબાઈ ગયો હતો. માત્ર એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો લાતૂરની એક એક બેઠકમાં પુલવામાના શહીદો અને બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઇકના નામે વોટ પણ માંગ્યા હતા. 'ધ વાયર' દ્વારા તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, મીડિયાએ જયારે સુરક્ષાની ખામીઓ અંગે આંખ આડા કાન કર્યા હતા ત્યારે મોદીએ પોતાને રાષ્ટ્રવાદના ઝંડામાં લપેટી લીધા હતા.
સંઘના રામ માધવ દ્વારા રિલાયન્સની એક ડીલ સંદર્ભે 300 કરોડની ઓફર અંગે પણ સત્યપાલ મલિક જાહેરમાં બોલી ચુક્યા છે. ઓક્ટોબર 2021માં રાજસ્થાનમાં ઝુંઝનું ખાતેની એક જાહેર સભામાં તેમણે આ વાત કહી હતી. જેને PTI સહીતના મીડિયા દ્વારા કવર કરવામાં આવી હતી. એટલે મલિક પાછળથી બોલે છે તેવો અમિત શાહનો દાવો ખોટો હોવાનું 'વાયર'ના રીપોર્ટમાં જણાવ્યું છે.
'મોદી અહંકારી અને ઘમંડી છે' મલિક : જયારે સત્યપાલ મલિક મેઘાલયના રાજ્યપાલ હતા ત્યારે તેઓ દિલ્હીમાં થયેલા કિસાન આંદોલનના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા. તે વખતે પાંચ મિનિટની વાતચીતમાં જ મલિકની મોદી સાથે લડાઈ થઈ ગઇ હતી. જયારે મલિકે કહ્યું કે, 500 કિસાન મરી ગયા છે. ત્યારે પીએમ મોદીએ કયું કે, તેઓ કંઈ મારા માટે મર્યા છે ? મલિકનો આ દાવો ટ્વીટર ઉપર ટ્રેન્ડ થઈ રહ્યો છે. મલિકે મોદીને ઘમંડી પણ કહ્યા છે. મોદી અહંકારી છે, જે તેમની એક બીમારી છે. વડાપ્રધાન મોદી માટે અત્યાર સુધીમાં કોઈ આટલું બધું બોલ્યું હોય તે કદાચ પ્રથમ વાર છે. સમગ્ર વિવાદ બાદ મલિકને સીબીઆઈ દ્વારા બોલાવવામાં આવ્યા છે.