PM Narendra Modi Photo Removed From Covid Vaccine Certificates : કોરોના સર્ટિફિકેટ ઉપરથી 'મોદી' ગાયબ ! સરકારને એક મહિના પછી ખબર પડી કે ચૂંટણીની આચારસંહિતા લાગુ છે એટલે વડાપ્રધાનનો ફોટો ન રખાય

કોરોનાની રસીની વિપરીત અસરને લઈને વિરોધ પક્ષ કોંગ્રેસે WHOની ગાઈડલાઈન્સનું અનુસરણ ન કરવા બદલ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા છે, કોવિશિલ્ડ વેક્સિન લીધા બાદ હાર્ટ અટેકના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર ચૂકવવા ની માંગણી કરી છે

PM Narendra Modi Photo Removed From Covid Vaccine Certificates : કોરોના સર્ટિફિકેટ ઉપરથી 'મોદી' ગાયબ ! સરકારને એક મહિના પછી ખબર પડી કે ચૂંટણીની આચારસંહિતા લાગુ છે એટલે વડાપ્રધાનનો ફોટો ન રખાય

WND Network.New Delhi : કોરોનની રસીને લઈને થઈ રહેલો વિવાદ આગળ વધ્યો છે. કોરાનાની રસી લીધા પછી કેન્દ્ર આરોગ્ય મંત્રલાય દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટમાંથી હવે વડાપ્રધાન મોદીનો ફોટા ગાયબ થઇ ગયો છે. રસીનો વિવાદ થયા પછી PM મોદી - ભાજપની સરકારનું ખરાબ ન લાગે તે માટે આવું કરવામાં આવ્યું હોય તેવું વિપક્ષ અને લોકો સોશિયલ મીડિયામાં દાવો કરી રહ્યા છે. બીજી બાજુ કેન્દ્ર સરકારનું આરોગ્ય મંત્રાલય એવો દાવો કરી રહ્યું છે કે, હાલમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે એટલે આચારસંહિતાના અમલના ભાગરૂપે વડાપ્રધાનનો ફોટો હટાવી લેવામાં આવ્યો છે. હેલ્થ મિનિસ્ટ્રીના આવા વાહિયાત દાવાની પણ લોકો મજાક ઉઠાવી રહ્યા છે. કારણ કે, આચારસંહિતાનો અમલ તો છેક માર્ચથી અમલમાં છે ત્યારે એક મહિના પછી મંત્રાલયને યાદ આવ્યું કે, વડાપ્રધાનનો ફોટો હટાવવો જોઈએ !

તાજેતરમાં જ કોવિશિલ્ડની આડ અસર થવાની વાત એસ્ટ્રેજેનેકા કંપની દ્વારા સ્વીકારવામાં આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો કોવિન સર્ટિફિકેટમાંથી દૂર કરવામાં આવી છે. યુકેની કોર્ટમાં એસ્ટ્રેઝેનેકાએ સ્વીકાર્યું હતું કે, કોવિશિલ્ડથી ઘણા લોકોમાં થ્રોમ્બોસિસ વીથ થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ (TTS)નો ભોગ બની રહ્યા છે. આ બિમારીથી લોહીની ગાંઠો થાય છે. યુકેની ફાર્મા કંપનીની આ વેક્સિનની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ભારતની સીરમ ઇન્સ્ટિટ્યુટે ભારતમાં ‘કોવિશીલ્ડ’ વેક્સિનનું ઉત્પાદન કર્યું હતું. ભારતમાં અત્યાર સુધીમાં કોવિશીલ્ડના 175 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે

એસ્ટ્રેજેનેકા કંપનીના આ નિવેદન બાદ મોદીની ફોટો સર્ટિફિકેટમાંથી દૂર કરવામાં આવી હોવાનો દાવો સોશિયલ મીડિયા ઉપર થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા યુઝર્સે ટવીટ કર્યું છે કે, કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ દૂર થઈ ગયો છે.

કોરોનાની રસીની વિપરીત અસરને લઈને વિરોધ પક્ષ કોંગ્રેસે WHOની ગાઈડલાઈન્સનું અનુસરણ ન કરવા બદલ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા છે. તેમજ કોવિશિલ્ડ વેક્સિન લીધા બાદ હાર્ટ અટેકના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર ચૂકવવા માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ વખત નથી કે, જેમાં કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ્સમાંથી મોદીનો ફોટો દૂર કરવામાં આવ્યો હોય, અગાઉ પણ તેમની ફોટો દૂર કરવામાં આવેલો છે. વર્ષ 2022માં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણીપુર, અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીના પગલે વેક્સિનેશન સર્ટિફિકેટ્સમાંથી મોદીજીની ફોટો દૂર કરવામાં આવ્યો  હતો. કારણ કે આ પગલું  વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા લેવુ ફરિજ્યાત હતું.