NSA અજીત ડોભાલે કબૂલ્યું કે, ધાર્મિક ટિપ્પણીથી ભારતની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે...
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની એક એવી છબી ઉભી થઈ છે જે વાસ્તવિકતાથી દૂર છે
WND Network.Delhi : ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે સ્વીકાર્યું છે કે, ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને દિલ્હી ભાજપના સહયોગી નવીન જિંદાલ દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી ભારતની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.
મંગળવારે ન્યૂઝ એજન્સી ANIને આપેલા એક ઈન્ટરવ્યુમાં અજીત ડોભાલે કહ્યું કે, આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની એક એવી છબી ઉભી થઈ છે જે વાસ્તવિકતાથી દૂર છે. બીજેપીની પૂર્વ નેતા નુપુર શર્માએ ટીવી ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને મુસ્લિમ દેશોએ ભારતની સામે સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અજિત ડોભાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ખુબ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. એટલે ડોભાલની વાતથી મોદી પણ એટલા જ સહમત હશે જેટલા પોતે ડોભાલ છે. અને એટલે જ કદાચ ભારતે આ સમગ્ર વિવાદ સંદભૅ તરત સત્તાવાર રીતે પોતાની પ્રતિક્રિયા આપી દીધી હતી. અને પાર્ટી તરફથી પણ ત્વરિત રીતે તેમના પ્રવક્તાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.