Kejriwal in ED Custody : 'હું એમ કહું કે, મેં નરેન્દ્ર મોદી અને અમિત શાહને 100 કરોડ રૂપિયા આપ્યા છે, તો શું તમે એ બંને ને પકડી લેશો ?'

EDના વકીલ એસ.વી.રાજુ સામેની દલીલમાં કેજરીવાલે કલ્પના પણ ન કરી શકાય તેવો પ્રશ્ન પૂછી લેતા કોર્ટરૂમમાં થોડી ક્ષણો માટે તો સન્નાટો છવાઈ ગયો

Kejriwal in ED Custody : 'હું એમ કહું કે, મેં નરેન્દ્ર મોદી અને અમિત શાહને 100 કરોડ રૂપિયા આપ્યા છે, તો શું તમે એ બંને ને પકડી લેશો ?'

WND Network.New Delhi : દિલ્હી સરકારની લિકર પોલીસીના કેસમાં ED દ્વારા પકડી લેવામાં આવેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રીઅરવિંદ કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટમાં વકીલને બદલે પોતાની જાતે દલીલો કરી હતી. ખુદ વકીલ બનેલા કેજરીવાલે જયારે એવો સવાલ કર્યો કે, મારી ધરપકડ કેમ કરવામાં આવી છે ?  જેના જવાબમાં ઈડીના વકીલ એસ.વી.રાજુએ એવું કહ્યું કે, અમારી પાસે તમારી સામે નિવેદન છે. અને ત્યાર પછી કેજરીવાલે જે સવાલ કર્યો તેને લઈને કોર્ટમાં થોડી ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'જો હું મોદી અને અમિત શાહને 100 કરોડ આપવાનું કહું તો શું તમે ફક્ત મારા નિવેદનને આધારે તેમની પણ ધરપકડ કરી લેશો ?' કેજરીવાલના આવા અનપેક્ષિત સવાલ પર એક તબક્કે જજ અને ઈડીના વકીલ રાજુ બન્ને અવાક થઈને ચૂપ રહ્યાં હતા. 

મોદીની જેમ આફતને અવસરમાં પલટવા તેમજ ભાજપની જ સ્ટાઈલમાં રાજનીતિ કરી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે , ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપ (આમ આદમી પાર્ટી)ને રાજકીય રીતે સમાપ્ત કરી દેવી અને બીજુ ચૂંટણી બોન્ડના નામે ખંડણી જેવું રેકેટ ચલાવવું, જેના દ્વારા તેઓ કરોડો રૂપિયા ભેગા કરી રહ્યા છે. 

લિકર પોલિસીના કેસમાં જ સામેલ શરથ રેડ્ડીએ ભાજપને 55 કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે, આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે, કેજરીવાલે ઇડીના અધિકારીઓને તેમના સારા વર્તન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું કે, કોઈ પણ કોર્ટે મને દોષી નથી માન્યો ત્યારે માત્ર ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલ કોર્ટમાં એવી પણ દલીલ કરી હતી કે, જો 100 કરોડનું દારુ કૌભાંડમાં થયું હોય તો તેના પૈસા ક્યાં ગયા છે ? 

કેજરીવાલે આ કેસના સહ આરોપી સરથ રેડ્ડીની કંપની દ્વારા ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપના ભંડોળનો મુદ્દો પણ કોર્ટમાં ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ પર ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ જાહેર કરવામાં આવેલી ઈલેક્ટોરલ બોન્ડની જાણકારી અનુસાર દિલ્હી લિકર પોલિસી કેસના આરોપી શરત ચંદ રેડ્ડીની કંપની અરવિંદ ફાર્મા તરફથી ભાજપને 52 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. રેડ્ડીની નવેમ્બર 2022માં દારૂ ની નીતિના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પછી તે ગયા વર્ષે અચાનક સરકારી સાક્ષી બની જાય છે. કેજરીવાલે કોર્ટમાં તેમના દ્વારા કરવામાં આવેલી દલીલો દરમિયાન પ્રશ્નો કર્યા કે, કયા આધારે મારી ધરપકડ કરવામાં આવી છે ? મારી ધરપકડનો આધાર શું છે? શું એક માણસનું નિવેદન મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે ? જો હું મોદી અને અમિત શાહને 100 કરોડ આપવાનું કહું તો શું તમે ફક્ત મારા નિવેદનને આધારે તેમની પણ ધરપકડ કરી લેશો ? કેજરીવાલે વધુમાં કહ્યું કે, હું તપાસમાં સહયોગ કરવા તૈયાર છું, પરંતુ ઈડીના જણાવ્યા મુજબ નહીં. કેજરીવાલના વકીલે કહ્યું કે, આરોપીઓને ચૂપ રહેવાનો અધિકાર છે. જો તેને કોઈ પ્રશ્નનો જવાબ ન આપવો હોય, તો તે મૌન રહી શકે છે.