ECI yet to give final polling data for 2 phases : ભારતના ચૂંટણી ઇતિહાસમાં પહેલી વખત, દિવસો પછી પણ ઈલેક્શન કમિશન લોકસભાની બે તબકકાની બેઠક અંગેની માહિતી નથી આપી રહ્યું
લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને 19 એપ્રિલે 10 દિવસ થઈ ગયા છે, પરંતુ ચૂંટણી પંચે હજુ સુધી સત્તાવાર રીતે મતદાનના બેઠક પ્રમાણેના અંતિમ આંકડા જાહેર કર્યા નથી !

WND Network.New Delhi : ભારતીય ચૂંટણી પ્રક્રિયાના ઇતિહાસમાં કદાચ લોકસભા માટેની આ ચૂંટણી ઘણી બધી રીતે અલગ થવા જઈ રહી છે. જેમાં પંચની શાખથી લઈને તેની કાર્યવાહીને દેશમાં લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે. સત્તા પક્ષ ભાજપ માટેના કૂણાં વલણને લઈને ત્રણેય ચૂંટણી કમિશનરની આકરી ટીકાઓ પણ થઈ રહી છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હેટ સ્પીચને મામલે ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની (Election Commission Of India - ECI) કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. આ બધા વચ્ચે હવે ઇલકેશન કમિશન ચૂંટણીના ડેટા માહિતીને લઈને જે રીતે ભેદી ચૂપકેદી સેવી રહ્યું છે તેને લઈને ખાસ્સી એવી ચર્ચા ચાલી રહી છે. અંગ્રજી અખબાર સમૂહ હિંદુના પ્રકાશન 'બિઝનેસ લાઈન' ના એક લેટેસ્ટ ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે, લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને 19 એપ્રિલે 10 દિવસ થઈ ગયા છે, પરંતુ ચૂંટણી પંચે હજુ સુધી સત્તાવાર રીતે મતદાનના બેઠક પ્રમાણેના અંતિમ આંકડા જાહેર કર્યા નથી. એ જ રીતે, 26 એપ્રિલે યોજાયેલા બીજા તબક્કા માટે, અંતિમ આંકડો હજુ સુધી ECI દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી.
19 એપ્રિલના રોજ, ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે, સાંજે 7 વાગ્યે મતદાન પૂરું થયા પછી આશરે 60 ટકા વોટિંગ થયું છે. આવી જ રીતે ઈલેક્શન કમિશને ચૂંટણીના બીજા તબક્કા ટાણે પણ 26 એપ્રિલે સાંજે 7 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી 60.96 ટકા થઈ હોવાની જાહેરાત કરી હતી. જો કે, ત્યારબાદ પંચે અંતિમ - ચોક્કસ આંકડો જાહેર હજુ સીધી પ્રસિદ્ધ કર્યો નથી, જે ખુબ જ આશ્ચર્યજનક અને ગળે ન ઉતરે તેવી વાત છે. હાલમાં ચૂંટણીને લગતી જે આંકડાકીય માહિતી ECI ના મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે તે 'અંદાજિત વલણ' છે. જે પંચે પ્રથમ અને બીજા તબક્કામાં મતદાનના દિવસે સાંજે 7 વાગ્યે જાહેર કર્યું હતું.
આ અંગે જયારે જ્યારે ચૂંટણી પંચના ટોચના અધિકારીનો સપંર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે 'બિઝનેસ લાઇન'ને જણાવ્યું હતું કે, ડેટા એકત્રિત કર્યા પછી, પ્રથમ તબક્કામાં અંતિમ મતદાન ટકાવારી 66.14 ટકા અને બીજા તબક્કા માટે 66.7 ટકા છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, 'અમે અમારી વેબસાઇટ પર જલદી જ અંતિમ આંકડાઓ પણ મુકીશું'.
ચૂંટણી પંચના એપ અને વેબસાઈટ ઉપર મહત્વપૂર્ણ કહી શકાય તેવી ચૂંટણી પ્રક્રિયાને લગતી માહિતી - ડેટા હજુ સુધી જોવા મળ્યો નથી : ચૂંટણી પંચની કામગીરીને લઈને શરૂઆતથી વિવાદ થઇ રહ્યો છે ત્યારે ચૂંટણી પુરી થયા પછી પણ કેટલીક મહત્વપૂર્ણ કહી શકાય તેવી વિગતો જાહેર કરવામાં આવી નથી . દાખલા તરીકે, કયા અને કેટલા સંસદીય મતવિસ્તારમાં કેટલા મતદારો નોંધાયેલા છે તે અંગે EC વેબસાઇટ પર કોઈ ડેટા ઉપલબ્ધ નથી. તેવી જ રીતે ECI વેબસાઇટ બે તબક્કામાં મતદાન કરનાર મતદારોની ચોક્કસ સંખ્યા, બેઠક મુજબની વિગતો જાહેર નથી કરી.
જ્યારે દરેક મતવિસ્તારમાં મતદારોની સંખ્યા શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ઉત્તર પ્રદેશ જેવા કેટલાક પસંદગીના રાજ્યોમાં બૂથ મુજબની મતદાર યાદીઓ જોવા મળે છે. પરંતુ જયારે ઓડિશા, બિહાર કે દિલ્હી જેવા રાજ્યો માટેનો ડેટા ઉપલબ્ધ નથી. વધુમાં, ચૂંટણી પંચની વેબસાઇટ દરેક લોકસભા સીટ પર મતદારોની એકંદર સંખ્યા આપતી નથી આપી રહી. અહીં માત્ર બે આંકડા ઉપલબ્ધ છે - એક રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા અને બીજા દરેક બૂથમાં મતદારોની સંખ્યા.
ઉલ્લેખનીય છે કે,જ્યાં સુધી કોઈ જાણતું ન હોય કે કયા સંસદીય મતવિસ્તારમાં કેટલા મતદારો નોંધાયેલા છે અથવા મતદાન કરવાને પાત્ર છે ત્યાં સુધી વોટર ટર્ન આઉટ કેવું રહ્યું તે જાણી શકાતું નથી. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતી આ બેઝિક માહિતી છે જે દસ વર્ષ પહેલા ખુબજ સરળ રીતે મળી જતી હતી.