93 નિવૃત્ત IAS - IPS એ મોદીની સાંપ્રદાયિક 'હેટ સ્પીચ' સામે કાર્યવાહી કરવા માટે ઈલેક્શન કમિશનને પત્ર લખ્યો
PM નરેન્દ્ર મોદી દ્વારા 21 એપ્રિલે આપેલા ભાષણ પર IIM-અમદાવાદના ભૂતપૂર્વ પ્રોફેસર જગદીપ છોકર દ્વારા લખેલા લેટર ને દેશના ભૂતપૂર્વ સનદી અધિકારીનું સમર્થન
(Illustration: Pariplab Chakraborty, The Wire)
WND Network.New Delhi : રાજસ્થાનના બાંસવાડામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા 21 એપ્રિલે આપેલા ભાષણ પર IIM-અમદાવાદના ભૂતપૂર્વ પ્રોફેસર જગદીપ છોકર (Former IIM-Ahmedabad professor Jagdeep Chhokar) દ્વારા લખેલા પત્રને સમર્થન આપતા IAS - IPS સહિતની કેડરના વિવિધ 93 ભૂતપૂર્વ સનદી અધિકારીએ ભારતના ચૂંટણી પંચ (Election Commission of India - ECI) ને પત્ર લખ્યો છે. જેમાં નરેન્દ્ર મોદી સામે તેમણે કરેલા નફરત ફેલાવતા કોમી ભાષણ સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
ચૂંટણી પંચને મોદીના આ ભાષણ અંગે દેશમંથી અત્યાર સુધીમાં 2,200થી વધુ ફરિયાદ કરતા પત્રો મળ્યા છે.જેમાં તેમણે (મોદીએ) ECIને આ ખાસ ભાષણ અંગે નાગરિકો તરફથી 2,200થી વધુ ફરિયાદ પત્રો મળ્યા છે. ભાષણમાં મુસ્લિમોને ઘુષણખોર સહિતની નફરતથી ભરપૂર ટિપ્પણીઓ હતી. જો વિપક્ષ સત્તામાં આવશે તો 'મંગલસૂત્ર' અને 'જમીન' લઈને મુસ્લિમોને આપી દેશે તેમ પણ ભાષણમાં કહ્યું હતું. રિટાયર્ડ આઈએએસ - આઇપીએસ સહિતના ઓફિસર્સની સહી સાથેના ભૂતપૂર્વ પ્રોફેસર જગદીપ છોકર દ્વારા લખેલા પત્રમાં તેમણે મોદીના ભાષણમાં ચૂંટણી આચાર સંહિતા, જનપ્રતિનિધત્વ એક્ટ અને ઇન્ડિયન પીનલ કોડ (IPC)ના કાયદાનો ભંગ થયો હોવાનું પણ જણાવ્યું છે.
ભાષણ આપ્યું મોદીએ અને નોટિસ મળી નડ્ડા ને : અત્યાર સુધીના નફરત ભર્યા ભાષણના મામલામાં ચૂંટણી પાંચ વ્યક્તિગત રીતે જે તે નેતાઓને શો - કોઝ નોટિસ ફટકારતું આવ્યું છે. પરંતુ વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણ અંગે જયારે પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી તો પંચે મોદીને નોટિસ આપવાને બદલે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડા પાસે ખુલાસો માંગ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ કાર્યવાહી કરવાની રીતમાં કોઈ ભેદભાવ કરવામાં નથી આવ્યો તેવું દેખાડવાના આશયથી એક નોટિસ રાહુલની કોંગ્રેસના પ્રમુખ ખડગેને પણ પકડાવી દેવામાં આવી છે. સ્ટાર પ્રચારકની હેટ સ્પીચના મુદ્દે તે પ્રચારક નહીં પરંતુ જે તે પક્ષના પ્રમુખ જવાબદાર છે તેવો દાવો કરીને ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે.
સુપ્રિમ કોર્ટે કહ્યું હતું, કમિશનર તો વડાપ્રધાન ને સવાલ કરે તેવો હોવો જોઈએ : ચૂંટણી કમિશનરની નિમણુંક અંગે જયારે મામલો સુપ્રિમ કોર્ટમાં ગયો હતો ત્યારે કોર્ટે કહ્યું હતું કે, ચૂંટણી કમિશનર એવો હોવો જોઈએ જે વડાપ્રધાનને સવાલ કરી શકે, તેમની સામે એક્શન લઇ શકે. અને ત્યારબાદ ચૂંટણી કમિશનરની નિયુકતી અંગેની કમિટીમાં વડાપ્રધાન, વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયમૂર્તિ હોવા જોઈએ તેવો ચુકાદો આપ્યો હતો. પરંતુ મોદી સરકારે સર્વોચ્ચ અદાલતના આ હુકમને બહુમતીના જોરે સંસદમાં બદલી નાખ્યો હતો. કમિટીમાંથી ચીફ જસ્ટિસને હટાવીને વડાપ્રધાન ઈચ્છે તે કેબિનેટ રેન્કના મંત્રીને સમાવતી કમિટી અંગેનો કાયદો બનાવી દેવામાં આવ્યો હતો. જેનું પરિણામ હવે જોવા પણ મળી રહ્યું છે.
ભડકાઉ ભાષણ પર ચૂંટણી પંચનું મૌન, લોકશાહીનો અંત? : અપૂર્વાનંદ નામના સિનિયર જર્નાલિસ્ટ દ્વારા વાયરમાં લખવામાં આવેલા લેખમાં ચૂંટણી પંચની ભડકાઉ ભાષણ ઉપરના 'ઢીલા સ્ટેન્ડ' અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેઓ કહે છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના (ભાજપ) પક્ષના નેતાઓના દ્વારા આપવામાં આવેલા દ્વેષપૂર્ણ ભાષણ પર ચૂંટણી પંચનું કથિત મૌન એવી છાપ ઉભી કરે છે કે, પંચે જાણે કે ભાજપના નેતાઓને સાંપ્રદાયિક વાતાવરણ બનાવવાની સ્વતંત્રતા આપી દીધી છે.
અપૂર્વાનંદે તો તેમના આર્ટિકલમાં એવો પણ દાવો કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ખતરનાક રમત રમી રહ્યા છે. જેને કારણે આ ચૂંટણી હિન્દુ-મુસ્લિમ વચ્ચેના યુદ્ધમાં ફેરવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ ખુલ્લેઆમ પોતાને હિન્દુઓની પાર્ટી ગણાવી રહી છે. તેમના ભાષણ પરથી એવો નિષ્કર્ષ કાઢવો ખોટો નથી કે, તેમણે હવે સ્વીકાર્યું લીધું છે કે તેમના મતદારો માત્ર હિન્દુઓ જ છે.
મોદીની જેમ તેમની પાર્ટીના અન્ય નેતાઓ પણ આવું જ કરી રહ્યા છે. ચૂંટણીની જાહેરાત પહેલા આસામના મુખ્યમંત્રી અને બીજેપી નેતા હિમંતા બિસ્વા શર્માએ કહ્યું હતું કે, તેમને મિયાં મુસ્લિમોના વોટ નથી જોઈતા. નરેન્દ્ર મોદી અને ભાજપ હિંદુઓના પછાત અને દલિત વર્ગને એવું કહીને ડરાવી રહ્યા છે કે, જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો તેમનો અનામતનો હિસ્સો મુસ્લિમોને આપી દેશે. મોદીએ 2015માં બિહાર વિધાનસભા ચૂંટણી વખતે પણ આવું જ કર્યું હતું.