Celebration of Divorce : પત્નીએ ડિવોર્સ આપ્યા એટલે ખુશીના માર્યા 40 લીટર દુધથી નહાઈ લીધું, વાયરલ વીડિયોમાં પીડિત પતિએ કહ્યું 'આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છું'

આસામના નલબાડી જિલ્લાના માણિક અલીનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો, પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, વકીલની સલાહથી કોર્ટમાં ડિવોર્સ લેવા કેસ ફાઈલ કરેલો

Celebration of  Divorce : પત્નીએ ડિવોર્સ આપ્યા એટલે ખુશીના માર્યા 40 લીટર દુધથી નહાઈ લીધું, વાયરલ વીડિયોમાં પીડિત પતિએ કહ્યું 'આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છું'

WND Network.Guwahati : પત્ની સાથેનો ડિવોર્સનો કેસ સેટલ થઈ જતા આસામના એક પીડિત પતિએ 40 લીટર દૂધથી નહાઈ લઈને છૂટાછેડાની ઉજવણી કરી હતી. આસામના નલબાડી જિલ્લાના માણિક અલી નામના વ્યક્તિનો દૂધથી સ્નાન કરતો વિડીયો ખુબ વાયરલ થયો છે. ડિવોર્સની મળી ગયા હોવાની ખબર પડતા અલીએ ડોલમાં દૂધ નાખીને નહાવાનું શરુ કરી દેતા તેના પાડોશીએ તેનો વિડીયો બનાવ્યો હતો અને સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પત્ની તેના પ્રેમી સાથે બે વખત ભાગી ગઈ હતી પરંતુ ઘરની આબરૂ બચાવી રાખવા માટે તે શાંત બેસી રહ્યો હતો. અને ત્યારબાદ વકીલની સલાહથી કોર્ટમાં કેસ કર્યો હતો.   

દૂધથી નહાઈ રહેલો અલી આસામી ભાષામાં એમ કહેતો નજર પડે છે કે, 'તે (પત્ની) તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પરંતુ મારા પરિવારની શાંતિ માટે હું ચૂપ રહ્યો હતો. ગઈકાલે જ મારા વકીલે જાણ કરી કે, ડિવોર્સનો કેસ ફાઈનલ થઇ ગયો છે. એટલે આઝાદીનો જશ્ન મનાવવા માટે દૂધથી નહાઈ રહ્યો છું'

મીડિયા અહેવાલ મુજબ, માણિકે એવો દાવો કર્યો હતો કે તેણે પત્નીને સાથે રાખવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો છતાં તે સુધરી ન હતી. તેની ભાગી જવાની પ્રવૃત્તિમાં કોઈ સુધારો ન આવતા તેની સહનશક્તિ ખૂટી ગઈ હતી. અલી અને તેની પત્ની એકબીજાના પ્રેમમાં હતા. એક વર્ષ સુધી ડેટ કાર્ય પછી બંને વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. બે વર્ષ પછી 2020માં તેમને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો. છૂટાછેડા પછી હવે તેની પાંચ વર્ષની દીકરી પત્ની સાથે જ રહેશે. 

સોસીયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વીડિયોને જોવા માટે આ લીન્કને ઓપન કરો...  https://www.instagram.com/reel/DMFVvmyv8p8/?igsh=NTZ2bGx6dzdrcWsw