Salman Khan Firing Case : સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યા બાદ કચ્છમાંથી ઝડપાયેલા બે શાર્પ શૂટર સહિતના તમામ આરોપી સામે મકોકા એક્ટ હેઠળ કાર્યવાહી થશે

બનેં શાર્પ શૂટર સહીત ફાયરિંગના કેસમાં સંડોવાયેલા કુખ્યાત બિશ્નોઇ ગેંગના આરોપીઓને હવે કોર્ટમાંથી જામીન મળવા પણ મુશ્કેલ, લોરેન્સ સામે તો 1999માં પણ મકોકા હેઠળ કાર્યવાહી થયેલી

Salman Khan Firing Case : સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યા બાદ કચ્છમાંથી ઝડપાયેલા બે શાર્પ શૂટર સહિતના તમામ આરોપી સામે મકોકા એક્ટ હેઠળ કાર્યવાહી થશે

WND Network.Mumbai : કચ્છના માતાના મઢ ખાતેથી ઝડપાયેલા લોરેન્સ બિશ્નોઇ ગેંગના બંને શાર્પ શૂટર સહીત બૉલીવુડ એક્ટર સલમાન ખાનને ઘરે ફાયરિંગ કરવાની ઘટનામાં સામેલ તમામ આરોપીઓ સામે હવે મહારાષ્ટ્ર સરકારે મકોકા એક્ટ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે બનેં શાર્પ શૂટર સહીત ફાયરિંગના કેસમાં સંડોવાયેલા કુખ્યાત બિશ્નોઇ ગેંગના આરોપીઓને હવે કોર્ટમાંથી જામીન મળવા પણ મુશ્કેલ થઇ જશે. લોરેન્સ સામે તો 1999માં પણ મકોકા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે. ઓર્ગેનાઇઝડ ક્રાઇમની ગુન્હાહિત પ્રવૃત્તિમાં દસ વર્ષ દરમિયાન સંડોવાયેલા હોય અને ત્રણ વર્ષથી વધુની જોગવાઈ હોય તેવા ગુન્હામાં પોલીસે પકડયા હોય તેવા આરોપી સામે મકોકા એટલે કે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ - 1999 હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈ છે. જેમ ગુજરાતમાં 'પોટા' અને 'ટાડા' હેઠળ પકડાયેલા આરોપીઓને જામીન પણ મળતા નથી તેમ આ કાયદામાં પણ આવી જોગવાઈ છે.  

14મી એપ્રિલના રોજ બૉલીવુડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાની ઘટનામાં સામેલ તમામ આરોપીઓમાંથી  બે શાર્પ શુટર હાલમાં મુંબઈ પોલીસના કબજા હેઠળ છે. આ બંને આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બે દિવસ બાસ રવિવારે કચ્છના માતાના મઢ મંદિર પરિસરથી ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે મુંબઈ પોલીસે અમદાવાદમાં સાબરમતી જેલમાં રહેલા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ઉપરાંત તેના ભાઈ અનમોલ બિશ્નોઈને મોસ્ટ વોન્ટેડ જાહેર કાર્ય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સલમાનના ઘરે ફાયરિંગ કરવાના કેસમાં મુંબઈ પોલીસ ટૂંક સમયમાં સાબરમતી જેલમાં રહેલા કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની સત્તાવાર કસ્ટડી લેવા માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા કરી રહી છે. જયારે અમેરિકામાં રહીને ગેન્ગ ચલાવતા લોરેન્સના નાના ભાઈ અનમોલને  ઝડપી લેવા માટે લુક આઉટ નોટિસ કાઢવામાં આવી છે. સલમાનને ઘરે ફાયરિંગની ઘટના બન્યા બાદ અનમોલ દ્વારા આ અંગેની જવાબદારી લેવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસ અને પશ્ચિમ કચ્છ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક દિલધડક ઓપરેશનમાં ફાયરિંગ કરનારા બંને શાર્પ શુટરને મંદિરના પ્રાંગણમાંથી જ ઊંઘતા દબોચી લેવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, સલમાનના ઘરે ફાયરિંગ થયું ત્યારથી જ મુંબઈની પોલીસ હરકતમાં આવી ગઈ હતી. સલમાનને ફેસબુક અને અન્ય માધ્યમથી ધમકી આપવામાં આવી હતી તેનું IP એડ્રેસ લોકેટ કરીને મુંબઈ પોલીસ દ્વારા તેનું તાબડતોડ ટેક્નિકલ સર્વેલન્સ શરુ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત CCTV ફૂટેજ પણ પોલીસને કામે લાગ્યા હતા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને જેવી ખબર પડી કે આરોપીઓ ગુજરાતના કચ્છમાં લોકેટ થયા છે કે તરત તેમણે આ અંગે માહિતી આપીને પશ્ચિમ કચ્છ પોલીસના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને એલર્ટ કરી દીધા હતા. દરમિયાન પોલીસે ખંડણી અંગેના કેસ માટે રચવામાં આવેલી એક્સટોર્શન બ્રાન્ચને પણ કામે લગાડવામાં આવી હતી. ઓપરેશન બાદ માતાના મઢ પોલીસ પોલીસ પણ તરત જ મંદિર પરિસરની આસપાસ ગોઠવીને આરોપીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભુજ લઇ જવામાં આવ્યા હતા. અને ત્યાર પછી તેમનો કબ્જો મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. 

સુરતની તાપી નદીમાંથી હથિયાર પણ કબ્જે લીધા છે : કચ્છમાંથી ઝડપાયેલા બંને આરોપીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે સલમાનના ઘરે ગોળીઓ માર્યા બાદ ગુજરાત આવતી વેળાએ તેમણે હથિયારને સુરતની તાપી નદીમાં નાખી દીધા હતા. જેને પગલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના કોપ દયા નાયકની નિગરાની હેઠળ એક ટુકડી ગુજરાત આવી હતી. અને તેમને નદીમાંથી પિસ્ટલ ઉપરાંત કાર્ટીઝ પણ કબ્જે લીધા હતા. 

ગુજરાતના ડીજીપીએ કચ્છ પોલીસની કામગીરીને બિરદાવેલી : સલમાન ખાનના ઘરે ફાયરિંગનો હાઈપ્રોફાઈલ કેસ ખુબ જ સંવેદનશીલ હતો. જેમાં મહારાષ્ટ્ર સરકારની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ નજર રાખી રહ્યું હતું. એટલે આ કેસમાં સહેજ પણ બેદરકારી કે ગફલત પાલવે તેમ ન હતું. તેવામાં રેન્જ આઇજી સહીત પશ્ચિમ કચ્છ પોલીસના ડીઆઈજી શાર્પ શૂટર કચ્છમાં આવ્યા હોવાનું એલર્ટ મળ્યું ત્યારથી જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાવચેત થઈ ગઈ હતી. કોઈપણ ભોગે તેમજ સાવધાની રાખીને પબ્લિકને નુકશાન કર્યા વિના આરોપીઓને ઝડપી લેવાનું કપરું ટાસ્ક ક્રાઇમ બ્રાન્ચને હતું. જેને પોલીસના ઉત્કૃષ્ઠ સંકલનની મદદથી મધરાતે પાર પાડવા બદલ ગુજરાતના DGP વિકાસ સહાયે પણ સારી નોંધ લઈને પશ્ચિમ કચ્છની પોલીસને બિરદાવી હતી.