આવી રીતે રમશે અને આગળ વધશે ભારત ? દેશની ૨.૮૦ લાખ અને ગુજરાતની ૫૫૦૦ સરકારી શાળામાં રમવા માટે મેદાન જ નથી...

કોંગ્રેસે ૭૦ વર્ષમાં કંઇજ નથી કર્યું, તો તમે ગુજરાતમાં બે દાયકાથી અને કેન્દ્રમાં ૯ વર્ષથી સત્તા હોવા છતાં શું કર્યું ?

આવી રીતે રમશે અને આગળ વધશે ભારત ? દેશની ૨.૮૦ લાખ અને ગુજરાતની ૫૫૦૦ સરકારી શાળામાં રમવા માટે મેદાન જ નથી...

WND Network.New Delhi : દેશની ૨.૮૦ સરકારી શાળામાં બાળકોને રમવા માટે મેદાન જ નથી. આ વાત ખુદ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કબૂલી છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહી આવેલી કુલ ૩૪,૬૯૯ શાળામાંથી ૫,૫૦૧ શાળા એવી છે જયાં વિદ્યાર્થીઓને રમવા માટે મેદાન નથી. ભારતને દુનિયામાં વિશ્વગુરુ બનાવાની ડંફાસ મારતો ભાજપ ગુજરાતમાં ૨૭ વર્ષથી અને કેન્દ્રમાં છેલ્લા નવ વર્ષથી એકચક્રી સત્તા ભોગવી રહ્યો છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આ સ્થિતિમાં કેવી રીતે ખેલેંગા ઇન્ડિયા, તભી બઢેગા ઈન્ડિયાનું સ્લોગન કારગર સાબિત થશે ?

વાત માત્ર મેદાન પૂરતી જ સીમિત નથી. શાળાઓમાં વીજળી ન હોવાનો આંકડો પણ નાનોસૂનો નથી. સરકારે એ પણ કબૂલ્યું છે કે, દેશની ૧.૧૩ લાખ સ્કૂલ એવી છે જયાં હજુ સુધી વીજળી પણ પહોંચી નથી. માની લઈએ કે ૭૦ વર્ષમાં કોંગ્રેસે કંઇજ નથી કર્યું. તો ભાજપે ગુજરાતમાં ૨૭ વર્ષમાં શું ઉખાડી લીધું છે ? કારણ કે, ગુજરાતમાં પણ હજુ ૨૧ શાળા એવી છે જયાં રાજ્ય સરકાર વીજળી પહોંચાડી શકી નથી. 

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) - ૨૦૦૯ અધિનિયમ અંતર્ગત શાળાઓમાં મેદાનથી માંડીને વીજળી સુધીની સુવિધાઓ આપવી જ પડે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. છતાં સરકાર હજુ સુધી કંઈ કરી શકી નથી. રાઈટ ટુ એજ્યુકેશન (RTE) - ૨૦૦૯ અધિનિયમ હેઠળ સ્કૂલમાં આ પ્રકારની સુવિધાઓ આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. તો ગુજરાતમાં ભાજપની સરકાર આ કેમ નથી કરી શકી ? 

ગુજરાત મોડેલવાલા શરમ કરો, આ રાજ્યોની તમામ શાળાઓમાં વિજળી છે :- કોઈપણ સમસ્યા કે અસુવિધા માટે હંમેશા વિપક્ષ ઉપર ઠીકરું ફોડતા ભાજપને શરમ આવે તેવી વાત એ છે કે, મોટાભાગના નોન બીજેપી રાજ્યોમાં સો ટકા વીજળીની સુવિધા યુક્ત શાળાઓ આવેલી છે. દિલ્હી, તામિલનાડુ, પંજાબ, ગોવા, ચંદીગઢ, દાદરા નગર હવેલી અને પોંડી ચેરીમાં આવેલી તમામ શાળાઓમાં વીજળીની સુવિધા આવેલી છે