Bhoomi Vandana Gandhi Ashram Project : કયાં રાજા ભોજ અને કયાં...નવો સાબરમતી આશ્રમ મોહનનો નહીં પણ મોદીનો

દાંડીકૂચ દિવસે અમદાવાદમાં 'આશ્રમ ભૂમિ વંદના' હેઠળ રુપિયા 1246 કરોડનો પ્રોજેક્ટને બાપુનાં પારદર્શિતા અને સાદગીના સિધ્ધાંત વિરૂદ્ધ કેમ કહેવામાં આવી રહ્યો છે ? જાણો વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલના વિશેષ અહેવાલમાં

Bhoomi Vandana Gandhi Ashram Project : કયાં રાજા ભોજ અને કયાં...નવો સાબરમતી આશ્રમ મોહનનો નહીં પણ મોદીનો

WND Network.Ahmedabad : ગાંધીની પોતડીમાં પગ નાખવા નીકળી પડેલા તુચ્છ માનવીઓ પોતાની પ્રસિદ્ધિ અને પોતે કેવા કામ કર્યા છે તે બતાવવા માટે ઘણી વખત બાપુના મૂળભૂત સિદ્ધાંતને જ ભૂલી જતા હોય છે. આવું જ કઈંક ગુજરાતની સરકાર 'આશ્રમ ભૂમિ વંદના' પ્રોજેક્ટના નામે કરોડો રુપિયાનું આંધણ કરીને પુનઃ નિર્માણનો ડોળ કરીને દાંડી સત્યાગ્રહના પાવન દિવસે મોહનના આશ્રમને મોદીના આશ્રમ ફેરવવા જઈ રહી છે. ત્યારે આ અંગે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ દ્વારા આ અંગે એક વિશેષ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. વિવિધ અખબારોમાં કામ કરી ચૂકેલા સિનિયર જર્નલિસ્ટ દિલીપ પટેલ દ્વારા તેમના આ રિપોર્ટમાં સરકારે કેવા કાવાદાવા કરીને સાદગીના પ્રતીક સમા સાબરમતીને કિનારે આવેલા આશ્રમને ધરમૂળથી બદલાની કોશિશ કરી છે, કેવી રીતે સરકારી મશીનરીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે વગેરે જેવા મુદ્દે બેબાક રીતે વર્ણન કરવામાં આવ્યું છે. હજારો લોકો દેશ વિદેશથી મહાત્મા ગાંધીના સાદગીના સિદ્ધાંત સ્વરૂપે તૈયાર થયેલા મૂળ ગાંધી આશ્રમને જોવા આવતા હોય છે ત્યારે મોહનના આ આશ્રમને બદલે મોદીના આશ્રમને જોવાનું પસંદ કરશે કે કેમ તે એક પ્રશ્ન છે. ખેર, બહુમતીને નામે આ દેશમાં હવે ગમે તે થઇ શકે છે ત્યારે બાપુ પણ હવે લાચાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસે અમદાવાદમાં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમ સવારે નિર્ધારિત હતો. સાદગીના પ્રતીક ગાંધીજી માટે સરકાર દ્વારા રુપિયા 246 કરોડનાં માતબર ખર્ચે તૈયાર થયેલો આ વૈભવી પ્રોજેક્ટ છે.  જે આમ જોવા જઈએ તો પૂજ્ય ગાંધીજીના પારદર્શિતા અને સાદગીના સિધ્ધાંતથી બિલકુલ વિપરીત છે. ગાંધીજી સાદગીમાં માનતા હતા અને તેમનું કોઈ સ્મારક ન રહેવું જોઈએ એવું માનતા હતા. છતાં તેમની વાતનો છેદ ઉડાવીને 1200 કરોડનો પ્રોજેક્ટ મોદીએ બનાવ્યો છે.

આશ્રમ આઝાદીની ચળવળની નીતિ, નિર્ણયો અને ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે, સાથે જ આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે. મોહનને બદલે મોદીના આ મોડર્ન આશ્રમના આર્કિટેક્ચર વિમલ પટેલ  છે. જે મોદીના દરેક પ્રોજેક્ટમાં એક જ કંપનીને તેની ડિઝાઈન અને આક્રિટેક્ટર બનાવવામાં આવે છે તે વાતનો જીવતો જાગતો પુરાવો છે. 

કામ શરૂ છતાં ખાતમૂહુર્ત : 10 ઓરડી રંગ શાળા અને વણાટ શાળા રાખી છે. અહીં કામ શરૂ થયું તેને મહિનાઓ થઈ ગયા છે. ગૌ શાળાનું મ્યુઝીયમ બનશે. શેડ કાઢી નંખાયા છે. 45 મકાનો આશ્રના છે. બીજા મકાનો જે 1951 પછી બન્યા છે તે તોડી પાડ્યા છે. નકામા હતા 24 મકાનો તોડી નંખાયા છે. કામ ચાલુ થઈ ગયું છતાં ખાત મૂહુર્ત મોદીએ કર્યું છે.  નવા આશ્રમને બનતાં બે વર્ષ નિકળી જશે. ટેન્ડર નિકળી ગયા છે. 10 ઓરડી કે રંગશાળા હતી ત્યાં ખોદકામ માટીકામ ચાલે છે.

ખાદી ભંડાર ઢાંકી દીધા અને વૈભવી ડોમ બનાવ્યો : મોદી આવે તે પહેલાં અહીં ખાદી ભંડાર ન દેખાય તે માટે પડદા લગાવી દેવાયા છે. પોસ્ટર લગાવી દીધા હતા. ખાદીની દુકાનો ઢાંકી દીધી છે. ગાંધીજીનો સ્વરોજગારીનો મુખ્ય ધ્યેય ખાદી હતો તેની જ અહીં અવગણના કરવામાં આવે છે. ગાંધીજી સામાન્ય પ્રાર્થના સભામાં બેસીને લોકોને સંબોધિત કરતા હતા. પરંતુ હવે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની સમાધિના અભય ઘાટના મેદાનમાં મોદી માટે વૈભવી ડોમ બનાવાયો હતો.  જેમાં 6 હજાર માણસો બેસીને તેમને માત્ર સંભાળશે. કારણ કે, પૂછવાનો અધિકાર કે હિંમત તો કોઈનામાં રહી નથી. જો કોઈ પૂછે તો, વર્ષો પહેલા ગુલામીના સમયમાં જેમ અંગ્રેજો ભારતીયોને જેલમાં ધકેલી દેતા હતા તેમ આ નવા દેશી અંગ્રેજો પૂછનાર ને જ જેલમાં ધકેલી દે છે. 

મોહનનો મૂળ સાબરમતી આશ્રમ અને મોદીનું વિઝન : ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ વર્ષ 1917માં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આશ્રમનો પાયો નાખ્યો હતો. આઝાદીની ચળવળનું મુખ્ય કેન્દ્ર રહ્યો હતો. અંગ્રેજો સામે આઝાદીના અહિંસક આંદોલનની વ્યૂહરચનાઓ બનાવી અને દેશવાસીઓને સ્વાધીનતા માટે જાગૃત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનમાં મહાત્મા ગાંધી માટે વિશેષ લાગણી અને સન્માનની ભાવના છે. એવો સરદાર દાવો કરે છે. ગાંધીજી સાથે મોદીની સરખામણી કરતાં સરકાર કહે છે કે, યુદ્ધના આ સમયમાં શાંતિના હિમાયતી તરીકે વડાપ્રધાનની વાતો મહાત્મા ગાંધીની યાદ અપાવે છે. ભલે પછી ખેડૂતો પર હિંસા આચરીને અત્યાચાર કરી રહ્યાં હોય. મહાત્મા ગાંધીના આદર્શો અને સાદગીપૂર્ણ જીવનનો લોકો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તે માટે વડાપ્રધાનએ સાબરમતી આશ્રમના પુનઃનિર્માણ માટેના આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી. એવું સરકાર સત્તાવાર રીતે જણાવી રહી છે.

આખી દુનિયા જે આશ્રમને 106 વર્ષોથી ઓળખે છે તેને વર્લ્ડ કલાસ બનવાનો દાવો કેટલો સાચો ? : 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસ વિકાસ કરીને તેમની વૈશ્વિક ઓળખ સ્થાપિત કરવાનો છે. એવું સરકાર કહે છે, પણ આશ્રમની ઓળખ તો 1917થી એટલે કે 106 વર્ષથી છે. આશ્રમનું આવરણ ભલે નવું હોય, પરંતુ તેનો ‘આત્મા’ એ જ રહે. એવું સરકાર કહે છે પણ હવે ગાંધીજીનના વિચારનો આત્મા નહીં રહે. મુખ્ય આશ્રમની સાદગી અને સ્મારકો જાળવી રાખીને 20 જૂના મકાનોનું સંરક્ષણ, 13 મકાનોનો જીર્ણોદ્ધાર અને 3 મકાનોનો પુનઃવિકાસ કરાશે. 46 મકાનો છે. વિકાસમાં 2.50 એકર જમીન પર ઊભેલા હ્રદ કુંજ, મગન નિવાસ, મીરા કુટીર, મહેમાન નિવાસ સ્થાન અને બીજા 4 મકાનો પર સરકારનો કબજો નથી. બીજા 45 મકાનો પર સરકારે ગેરકાયદે કબજો કરી દીધો છે. શુદ્ધ, સ્વચ્છ, શાંતિ પૂર્ણ અને હરિયાળું વાતાવરણ ઊભું કરાશે. પણ તે અતિ ભવ્ય હશે. જેમાં 1917 જેવો માહોલ નહીં હોય. મૂળ આશ્રમ જેવો આશ્રમ નહીં હોય. ખર્ચાળ અને કિંમતી ચીજો હશે. સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આપનારા મહાત્મા ગાંધીના જીવનની યાદો છે. પુનઃવિકાસનું કાર્ય પૂર્ણ સંવેદનશીલતા અને ભાવનાત્મકતા થશે. એવું સરકાર કહે છે, પણ અહીં સંવેદના જરાપણ નથી દેખાડવામાં આવી, આશ્રમમાં ગાંધીજીના સમયથી રહેતાં કુટુંબોના વારસદારોમાંથી ઘણાંને અન્યાય, ધાકધમકી, બળજબરી, છેતરપીંડી જેવા છળ કર્યાં છે. અહીંના કણ-કણમાં આજે પણ ગાંધીજીની વિરાસત, સાદગી અને વિચારોની સુગંધ પ્રસરી છે. અહીં, હવે સરકારી સરમુખત્યારશાહી અહીં છે. કાયદાઓ અને નિયમોનો અહીં છેદ ઉડાવી દેવાયો છે.

ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો સાક્ષી આશ્રમ રહ્યો છે. હવે તે તમામ અહીં રહેવા દેવામાં આવ્યા નથી. સરકારે પોતાનું નવું ટ્રસ્ટ બનાવીને 12 ટ્રોસ્ટોના હક્ક ગેરકાયદે છીનવી લીધા છે. હવે સરકારનું ટ્રસ્ટ અહીં ગેરકાયદે ઘુસીને 95 મિલકતો પર કબજો જમાવી લીધો છે. પ્રોજેક્ટ સાથે કામ કરતાં આપીએસ અધિકારી અહીં ધમકી આપીને ઘણાં લોકોને કહી ચૂક્યા છે કે, મામલતદાર જે રૂપિયા આપે તે લઈ લો. બાકી કંઈ ન મળે. આવી દાદાગીરી અહીં કરવામાં આવી હતી. તેથી મોટા ભાગના લોકો પૈસા લઈને કે ફ્લેટ લઈને જતાં રહ્યાં છે.  

શા માટે બાપુના પ્રપૌત્ર તુષાર ગાંધીને ક્હેવું પડ્યું કે, મોદીએ બાપુની કબર ખોદી છે : સાદગીને બદલે ભવ્ય આશ્રમ તૈયાર કરી રહેલા નરેન્દ્ર મોદી અંગે ખુદ બાપુના પ્રપૌત્ર તુષાર ગાંધીને ક્હેવું પડ્યું કે, મોદીએ બાપુની કબર ખોદી છે. કારણ કે અહીં ટ્રસ્ટીઓ મૌન ધારણ કરીને બેઠા છે. ગાંધીઆશ્રમ દ્વારા જો કોઇ કામકાજ થતુ હોય અને તેમાં સરકાર મદદરૂપ થઇ શકે છે. પરંતુ સરકાર ગાંધી આશ્રમમાં પગપેસારો કરે તે કોઈ રીતે બરાબર નથી. અંગ્રેજોએ પણ આશ્રમમાં પગપેસારો કર્યો ન હતો. ગાંધી આશ્રમને જેમ છે તેમ રાખવાની જરૂર હતી. રીનોવેશનને મંજૂરી આપનાર ટ્રસ્ટીઓ સૌથી વધારે જવાબદાર છે. જેમણે સરકારને ગેરકાયદે અંદર આવવાની મંજૂરી આપી. પ્રોજેક્ટને ગાંધીજીના સિધ્ધાંતોની વિરૂદ્ધ જઈને કે કૈલાશનાથન , આઈ કે પટેલ અને IPS ગૌતમ પરમારે કામ કર્યું છે. આ અંગે તેમની સમક્ષ વારંવાર રજૂઆતો થઈ છે. 

ગાંધીઆશ્રમની જમીન પર ચાલતી વિવિધ સંસ્થાઓને 'વિકાસના કામ અર્થે' સહયોગ કરવાની વિનંતી સાથે કેન્દ્ર સરકાર તરફથી નોટિસ આપવામાં આવી હતી. ગાંધીઆશ્રમના વાસીઓને નોટિસ આપી હતી. ટ્રસ્ટ ગાંધીઆશ્રમના વિકાસના કામમાં સરકારને સહકાર આપશે, તેવી અપેક્ષાઓ રાખીને આડકરતી ધમકી જ હતા. નોટિસમાં બીજી કોઈ વિગત ન હતી. કેવા પ્રકારનો વિકાસ છે, શું કરવા માગે છે, શું પ્લાન છે, શું અપેક્ષાઓ છે, તેવી કોઈ સ્પષ્ટતા નોટિસમાં કરવામાં આવી ન હતી. છતાં નફ્ફટ ટ્રસ્ટીઓ સરકારને સહકાર આપવા તૈયાર થઈ ગયા હતા.

ખાદી સંસ્થા ટ્રસ્ટ પાસે 40,000 સ્ક્વેર મિટર જમીન છે. જેમાં સ્ટાફ, લૅબોરેટરી, ચરખા મ્યુઝિયમ, ચરખાના ભાગો બને છે. જેને નોટિસ ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા આપવામાં આવી હતી.

સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી સુદર્શન આયંગર તેમાં સૌથી વધારે જવાબદાર છે. તેમણે ગાંધી આશ્રમને ખતમ કરાવ્યો અને ગુજરાત વિદ્યાપીઠને પણ ખતમ કરાવી છે. હૃદયકુંજ, મીરાકુટિર, વિનોબા ભાવેકુટિર જેવી ઇમારતોમાં કોઈ બદલાવ ન જ થવો જોઈએ, એવું અદાલતના આધારે કહી શકીએ પણ તેમ થશે કે કેમ તે એક સવાલ છે.

ગાંધીઆશ્રમની શાંતિ અને અસ્મિતાને કોઈ અસર ન થવી જોઈએ. એવો વણ લખ્યો નિયમ છે. છતાં તેનો ભંગ થવાનો છે. કેવડીયામાં સરદારના પુતળાની જેમ અહીં પણ ભવ્યતા જ ભવ્યતા હોય અને ગાંધીની સાદગીની વાત નથી.

વિકાસ ક્યાંક ગાંધીઆશ્રમની સાદગી અને શાંતિને હણી લીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આશ્રમનું ભગવાકરણ કરી રહ્યા છે. હેમંત શાહ કહે છે કે, ભાજપ એ જ પાર્ટી છે જેના સભ્યો ગાંધીહત્યાને ગાંધી વધ કહે છે અને તેમાંથી ઘણા લોકો તેમના હત્યારાઓની પૂજા કરે છે. ગાંધીની સંસ્થાઓમાં ધીરેધીરે ગાંધીનો વિરોધ કરતા પક્ષના લોકો આવી ગયા છે. ગાંધી પર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. પત્રકાર પ્રકાશ શાહ મોટી ઇમારતો, ભવ્યતા વગેરે હોય તો તે ગાંધીનો વિકાસ નથી. ગાંધી પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ ગાંધીના આશ્રમના વિનાશ માટે જવાબદાર છે. તેમણે હંમેશ ભગવા અંગ્રેજ ભાજપને સાથ આપ્યો છે. મોદીનો બચાવ કર્યો છે. ગાંધીના વિચારોની હત્યા કાર્તિકેય સારા ભાઈ અને સુદર્શન આયંગરે કરી છે. ટ્રસ્ટ કે ટ્રસ્ટીઓએ તેનો વિરોધ ન કર્યો. કોઈની મંજૂરી વગર સરકાર ગેરકાયદે આશ્રમમાં પ્રવેશી ગઈ હતી.

હે રામ ! પુનઃવસન નીતિમાં પણ બેવડા માપદંડ, લોકોને અંદરોઅંદર લડાવ્યા : ગાંધીજીએ વસાવેલાં અને ગેરકાયદે ઘુસી આવેલાં કુલ 298 કુટુંબો અહીં રહેતાં હતા. સરકારે અહીં પુનર્વસન કરવા માટે કોઈ નીતિ જ બનાવી નથી. રૂપિયા આપે છે પણ તેમાં કોઈ ધોરણો નથી. જેના વ્યક્તિ એવા રૂપિયા આપવામાં આવ્યા છે. પહેલાં એવું નક્કી કરાયું હતું કે, એક ઘર હોય અને એક કુટુંબ રહેતું હોય તો તેમને મકાન ખાલી કરવાના રૂ. 60 લાખ અને બે કુટુંબ એક ઘરમાં હોય તો રૂ. 90 લાખ આપવાનું નક્કી થયું હતું.  તેમ કરવાના બદલે કોઈકને રૂ.1 કરોડ તો કોઈકને રૂ. દોઢ કરોડ આપ્યા છે. મકાનો પણ એ રીતે આપ્યા છે. 24 લોકોને મકાનો બનાવવા જમીન આપી છે અને તેના પર મકાન બનાવવા રૂ. 25 લાખ પણ આપ્યા છે. આ મકાનનું કામ હજુ ચાલુ થયું નથી. 23 જણને 105 વારનો પ્લોટ. 25 લાખનો ચેક આપ્યા છે. ખાડા ખોદાયા છે. મકાનો બન્યા નથી. તેમાં સરકારે વહાલાદવલાની નીતિ અપનાવી છે. પૂર્વ મુખ્ય પ્રધાનના એક ડ્રાઈવર માટે અહીં મનમાની રકમ અપાઈ છે. મોદીના એક ખાસ વ્યક્તિને અહીં મનમાની રકમ અપાઈ છે.

પૈસા આપ્યા ત્યારે સરકારની નીતિ બદલાઈ ગઈ હતી. સતત બદલાતી રહી હતી. વળતર આપવાની કોઈ નીતિ ન બનાવી હોવાથી જેમાં અનૈતિક કામો ઘણાં થયા છે. કેટલાંક ને તો રોકડામાં લાંચ આપવામાં આવી છે. 350 મકાનો હતા. રૂ. 150થી રૂ.200 કરોડ આપ્યા હોવાનું માનવામાં આવે છે. તેની વિગતો સરકારે જાહેર કરી નથી. સાબરમતી ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પૂજ્ય મહાત્મા ગાંધીએ વસાવેલા વર્ષોથી વસતા આશ્રમવાસીઓને ઓછું વળતર વિના ગણતરી મુજબનું અસમતોલન મુજબનું વળતર આપી આશ્રમમાંથી બહાર કઢાયા છે. પુનર્વસન કરેલા છે. આ પ્રોજેક્ટમાં આશ્રમવાસી મને કમને  સહકાર તો આપ્યો હતો. હજી પણ કેટલાંક આશ્રમવાસીઓને ન્યાય નથી મળ્યો.

300 જેવા કુટુંબો રહેતાં હતા. જેમાંથી 4મે બાદ કરતાં તમામ કુટુંબોને પૈસા કે ફ્લેટ આપીને હાંકી કઢાયા છે. હવે 4 લોકો અહીં રહે છે. જેમાં 2 કુટુંબ મહિલા હોસ્ટેલના પૂર્વ ગૃહ માતા છે.  દુર્ગાબેન પરમાર  જે નટવરલાલ પરમારના પુત્રી છે, તેઓ અદાલતમાં લડી રહ્યાં છે. સરકાર તેમને રૂ. 90 લાખ રોકડા આપવા તૈયાર હતી. પણ તેઓ હક્ક માંગી રહ્યાં છે કે તેમના 4 કુટુંબ છે તેથી 4 મકાનો આપવા માંગણી કરી રહ્યાં છે. કૃણાલ રાઠોડનું કુટુંબ પણ વળતર માટે વડી આદાલતમાં ગયું છે. તેઓ જમનાલાલ બજાજના બંગલામાં રહે છે. જેને બજાજ કુટીર રહે છે. આ મકાનની માલિકી ગાંધી આશ્રમની નહીં પણ તે સમયના ઉદ્યોગપતિ બજાજની છે. તેવી રીતે કરણ સોની પણ જમના કુટીરમાં રહે છે. તેમના ત્રણ કુટુંબ રહે છે. તેની અપીલ હતી તે કોર્ટે કાઢી નાંખી. બે ચેક 90 લાખ આપ્યા છે. તેઓ અદાલતમાં ગયા પણ અગાઉ બીજા લોકોની જેમ તેઓને અદાલતે ન્યાય આપ્યો નથી. તેથી તેઓ બે જજની બેચ સમક્ષ અપીલ કરવાના છે. જમના કુટીર માટે પણ સરકારે નોટિસ કાઢી હતી.

પુનર્વસન સમિતિમાં ગરબડ કરી : સરકારી પ્રતિનિધિઓ અને સ્થાનિક 3 સભ્યો સાથેની પુનર્વસન સમિતિ બની હતી પણ પુનર્વસન પૂરું થાય તે પહેલાં જ સમિતિને વિખેરી નાંખવામાં આવી હતી. આપીએસ ગૌતમ પરમારના મનસ્વી વલણથી તેની સામે ભારે વિરોધ પણ હતો. મકાનના બદલામાં શાસ્ત્રીનગર માર્ગ પર આવેલાં 4 શરનખંડ અને હોલના મકાન આપવામાં આવ્યા છે. 24 લોકો એવા છે કે જેમને આશ્રમની પાછળ રહેવું છે તેમને પ્લોટ આપ્યા છે. ખરેખર તો 45 લોકો અહીં મકાન બનાવવા ઈચ્છતાં હતા. પણ પોલીસ અધિકારીએ પાવર બતાવીને ધમકાવીને મકાનો ખાલી કરાવવા આદેશ આપ્યો હતો. રૂપિયા લઈ જાઓ અને મકાન ખાલી કરી ચાલતાં થાવ એવું તમામને જણાવી દીધું હતું.

25 માર્ચ 2023માં સમિતિના સભ્ય જે બી દેસાઈએ ધમકાવીને બુલડોઝર ફેરવવા કહ્યું હતું. પોલીસ અધિકારી કેટલાંક લોકોને બોલાવીને તેમને ધમકી આપતાં હતા. આશ્રમમાં ભયનું વાતાવરણ હતું. આશ્રમવાસીઓમાં અંદરો અંદર ફાટફૂટ પડાવી હતી. અધિકારીઓ ષડયંત્ર રચીને કામ કરતાં હતા.

બે વર્ષ સુધી અહીંના લોકોએ આંદોલનો કર્યા હતા. અમદાવાદના કલેક્ટર ધવલ પટેલને અનેક આવેદનપત્રો અપાયા છે. આખો પ્રોજેક્ટ મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ અને મોદીના ખાસ એવા નિવૃત્ત IAS કે. કૈલાશનાથન સંભાળે છે. જેમાં અન્ય એક IAS  એમ આઈ પટેલ અને IPS  ગૌતમ પરમાર સંભાળે છે. આ ત્રણેય અધિકારીઓ ગાંધીજીના સિધ્ધાંતમાં સહેજ પણ મનતા નથી. આ ત્રણેય અધિકારીઓએ અહીં મન માની કરી છે. કોઈ પારદર્શિતા રાખી નથી. તેમના મનમાં આવે તે નીતિ રહી છે. ગાંધીજીની સિદ્ધાંતોની અવગણના તેઓ સતત કરી રહ્યાં છે. જે મકાન ખાલી કરવાના બદલામાં ચેક લેવા ન માંગતા હોય તો તેમના ખાતમાં બળજબરીથી ચેક જમા કરાવી દીધા હતા. 

કાયદાનો ભંગ અને ભાજપના જમાઈની એન્ટ્રી : સમગ્ર મામલે માહિતી અધિકાર કાયદાનું ઉલંઘન થયું છે. તેની વિગતો માંગી તો અહીં વિસ્થાપિત લોકોને આપી ન હતી. RTIમાં તે ન મળે એવો જવાબ આપ્યો હતો. તેની સામે ઘણા લડ્યા અને માહિતી મેળવી હતી. અમદાવાદ કલેક્ટરે પણ જવાબ આપ્યો છે.અહીં ચેરીટી કાયદાઓનો ખુલ્લેઆમ ભંગ થયો છે. ઘણાં લોકોને અધિકારીઓએ ધમકી આપી હતી. મનીષા પરમાર ગૃહમાતાનું મકાન તોડી પાડ્યું. 60 લાખ રોકડા આપવા માટે ગયા હતા. તેમનું મકાન પંચોની હાજરીમાં તોડી નંખાયા હતા. તેઓ આ મકાન છોડવા માંગતા ન હતા. હવે તેઓ હોસ્ટેલમાં રહે છે. એક ફ્લેટમાં તેનો સામાન રાખી દેવાયો છે  અને તે સામનનું ભાડું વસૂલ કરવા માટે સરકારે તેને નોટિસ પણ આપી છે.  

જયેશ પટેલ અને ટ્રસ્ટ સામે સીટ રચાઈ છે. વિનય વ્યાસાના અધ્યક્ષ સ્થાને અને પૂર્વ ચેરીટી કમિશનર તમામ પુરાવા મેળવી લીધા છે. અમિત શાહના કહેવાથી તપાસ સમિતિની રચના કરી છે. એક નેતાની પોત્રીને ત્યાં આવકવેરાના દરોડા પડ્યા હતા. પછી પટેલ સામે તપાસ સમિતિની રચના કરી હતી. સરકારે તેમને ઘણી મોટી જમીન અહીં આપી છે. વિદેશનું દાન મેળવીને ઘણાં પૈસા મેળવી લીધા છે. તેમના ઘણાં લોકોને અહીં કૈલાશનાથનના કહેવાથી મકાનોના નાણાં અપાયા છે. તેથી અમિત શાહને આ બાબત માટે અણગમો છે.

1995માં પંડિત ચાલીની સામે આવેલા મકાન નંબર 136માં માનવ સાધના નામનું એક ગેરકાયદે ટ્રસ્ટ નોંધાયું હતું. 28 વર્ષમાં અકલ્પનીય પ્રગતિ કરી છે. જેના બેન્ક એકાઉન્ટના ચોપડાઓ પરથી સાબિત થઈ શકે છે. ઝુપડપટ્ટીઓ માનવ સાધના માટે શોરૂમ બરાબર છે, ગરીબી ગરીબોના બાળકો ના નામે વિદેશમાંથી ધન ઉઘરાવવાનો તેનો મુખ્ય આવકનો સ્ત્રોત છે.

વિરેન જોશી મુખ્ય ટ્રસ્ટી છે, જે ઈશ્વરભાઈ પટેલના મરણ સમય ગમે તેવા કાવાદાઓ સાથે હરિજન આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા, જે સદંતર ખોટું હતું. કારણ કે ટ્રસ્ટ ઈશ્વર પટેલના પરિવારની માલિકી ધરાવતું થઈ ગયું હતું. માનવ સાધના ટ્રસ્ટને કઈ રીતે જમીન ફાળવી તેનો ખુલાસો થવો જોઈએ. તાત્કાલિક પગલાં ભરવાની માંગણી હતી. જેની ગૌશાળાની જમીનમાં તેની એક કચેરી ચાલે છે. ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટથી અલગ પડીને એક અલગ ટ્રસ્ટ બની ગયું હતું. તેમાંથી સાબરમતી પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ, સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ મંડળ અને ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ એમ પાંચ અલગઅલગ ટ્રસ્ટ બન્યાં હતાં.

ગાંધીજી સાબરમતી આશ્રમમાં 13 વર્ષ રહ્યા, મોદીને અહીં કાયમ રહેવું છે : સૌ કોઈ જાને છે કે, સંઘને ગાંધી પ્રત્યે કોઈ લગાવ નથી. તેઓ ગાંધીજીનો સતત વિરોધ આજે પણ કરે છે. તેના ભાગ રૂપે જ સંઘના પ્રચારક રહેલાં નરેન્દ્ર મોદીએ આશ્રમને RSSનો અડ્ડો બનાવી દેવા ચૂંટણી પહેલાં આ પ્રકારનો શો કર્યો છે. સાબરમતી હરિજન આશ્રમના સ્થાપક મહાત્મા ગાંધી હતા. હવે એવું કહેવાશે કે નવા આશ્રમના સ્થાપક સંઘના પ્રચારક નરેન્દ્ર મોદી હતા એવું કહેવા માટે આ બધું થયું હોય એમ લાગે છે.